________________
૧૬
ઢાળ-૧ : ગાથા-૩
શુદ્ધ આહારાદિક તનુયોગ, મોટો કહીઓ દ્રવ્ય અનુયોગ । એ ઉપદેશપદાદિક ગ્રંથિ, સાખી લહી ચાલો શુભપંથિ ॥૧-૩॥
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ટબો : એ કહિઉં તેહ જ દૃઢઇ છઇ. શુદ્ધાહાર=૪૨ દોષરહિત આહાર, ઇત્યાદિક યોગ છઇ. તે તનુ કહેતાં-નાન્હા કહીઇ. દ્રવ્યાનુયોગ- જે સ્વસમય પરસમય પરિશાન, તે મોટો યોગ કહીઓ. જે માટઇ-શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છઇ. એ સાખિ ઉપદેશપદાદિક
આમ આ વાસનાઓ જો મુખ્યતયા વિપરીત જ્ઞાનની જ પેદાશ છે, એનો નાશ પણ મુખ્યતયા સમ્યજ્ઞાનથી જ થાય છે. એમાં પણ એક કારણ તો આ જ છે કે મોહની વાસનાઓને તોડવા (તપ વગે૨ેરૂપ) સમ્યગ્ ક્રિયા તો કરી કરીને પણ કેટલી કરી શકાય ? વળી એ કરીએ ત્યારે પણ જો અણાહારીપદની ભાવના વગેરેરૂપ સમ્યજ્ઞાન ન ભળે તો માત્ર એ ક્રિયા મોહની વાસનાને (આહારસંજ્ઞા વગેરેને) કેટલી તોડી શકે જ્યારે અણાહારીપદની ભાવના, ખાદ્યપદાર્થોની અસારતા, વિષ્ઠામાં પરિણમનશીલતા, જીભ ક્યારેય ધરાતી નથી આ વાસ્તવિકતા.. આ બધાનું વારંવાર ચિંતન-મનન.. તપ વખતે તો ખરું જ, પણ એ સિવાય પણ સતત આ ચિંતનાદિરૂપ જ્ઞાન ભાવિત કર્યા કરાય.. તો એ આહા૨સંજ્ઞા પર કુઠારા ઘા માર્યા જ કરે છે, ને મોહની વાસનાને તોડ્યા જ કરે છે, જેથી એક દિવસ એનો સંપૂર્ણ નાશ થઈ જાય છે.
આમ, સર્વ પાપોનું ને સર્વ દોષોનું જે મૂળ છે, અંતઃકરણમાં પડેલી તે અસવૃત્તિઓનાવાસનાઓના નાશનું અતિ મહત્ત્વનું મુખ્ય સાધન જ્ઞાન હોવાથી જ્ઞાનમાર્ગને ખૂબ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જાણવું. ને આ જ્ઞાનમાર્ગ દ્રવ્યાનુયોગથી લાધે છે, માટે દ્રવ્યાનુયોગની મહત્તા ગવાય છે. હવે પછીની ગાથાઓમાં પણ આ જ ક્રમ જે છે તેનું રહસ્ય આ બીજી ગાથાના વિવેચનને અનુસરીને સમજી લેવું. ॥ ૨ ॥
ગાથાર્થ : આહારાદિની શુદ્ધિ સાધવી એ નાનો યોગ છે ને દ્રવ્યાનુયોગ સાધવો એ મોટો યોગ છે. આ વાતમાં શ્રી ઉપદેશપદ વગેરે ગ્રન્થોની સાક્ષી છે. (એ સાક્ષી દ્વારા આ નિર્ણયને નિશ્ચિત કરીને દ્રવ્યાનુયોગના) શુભપંથે ચાલો. ॥ ૩ ॥
વિવેચન : દ્રવ્યાનુયોગની આ મહત્તા જે કહી તેને જ ઉપદેશપદાદિની સાક્ષી દ્વારા દૃઢ કરે છે. ગોચરીની નિર્દોષતા, વિધિવિધાનનું ઝીણવટપૂર્વક પાલન થાય એ રીતે પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે આલય-વિહારાદિ સંબંધી ક્રિયાઓ.. આ બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી ‘યોગ’ છે. આ ચરણકરણ છે. બીજી બાજુ સ્વસમય-પ૨સમયના પરિજ્ઞાનરૂપ દ્રવ્યાનુયોગ પણ જીવને મોક્ષ સુધી પહોંચાડનાર હોવાથી ‘યોગ’ સ્વરૂપ છે. આ બે યોગમાં આહારશુદ્ધિ આદિરૂપ પ્રથમયોગ નાનો છે અને દ્રવ્યાનુયોગરૂપ બીજો યોગ મોટો છે, કારણ કે છેવટે શુદ્ધ આહાર વગેરે પણ સ્વાધ્યાયનું જ સાધન છે, અર્થાત્ એનાથી પણ સ્વાધ્યાયમાં-જ્ઞાનમાર્ગમાં જ રમમાણ બનવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org