________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૨
૧૫ પણ, આ જીવોને અત્યાર સુધી દ્રવ્યાનુયોગ આપવામાં આવ્યો નથી, કારણ કે અધિકાર જ નહોતો. એમને તો, ચરણકરણમાં જોડાય ને વધુ ને વધુ સ્થિર થાય એ માટે ચરણકરણની મહત્તા ગાનારા - એનું જ સૂક્ષ્મ નિરૂપણ કરનારા ગ્રન્થો ભણાવાયા છે. માટે એમાં જરા પણ દોષ લગાડાય નહીં. નાની નાનો દોષ પણ જીવને ખૂબ નુકશાન કરે.. ચરણકરણના પરિપૂર્ણપાલન વિના આત્મકલ્યાણ શક્ય નથી. આવી બધી વાતો એના દિલમાં આગ્રહપૂર્વક બંધાઈ ગયેલી હોવી પણ શક્ય છે ને આવી ભૂમિકા અત્યાર સુધી એના લાભમાં જ હતી. પણ હવે એને જ્ઞાનમાર્ગે જોડવો જરૂરી બન્યો છે, કારણ કે જેમ ક્રિયામાર્ગ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ નથી, એમ જ્ઞાનમાર્ગ વિના એની પૂર્ણાહૂતિ નથી.
એટલે જ્ઞાનમાર્ગની મહત્તા એના દિલમાં અંકાય એ માટે જ્ઞાનમાર્ગના ગુણ ગાવામાં આવી રહ્યા છે. વળી ચરણકરણને અસાર કહેવા છતાં એ એને છોડી દેવાનો નથી. એવી ભૂમિકા છે. માટે, જ્ઞાનમાર્ગની જિજ્ઞાસા જ ન થવા દે, આવશ્યકતા જ ન ભાસવા દે, ક્રિયામાર્ગમાં જ સંપૂર્ણ ઇતિ શ્રી મનાવી દે. ક્રિયામાર્ગનો આવો બધો જે વધારે પડતો આગ્રહ બંધાઈ ગયો હોય એને તોડવા માટે “ક્રિયામાર્ગ અસાર-નિષ્ફળ છે' વગેરે કહેવામાં આવે છે.
પ્રશ્ન : તમે કહ્યું કે મોક્ષમાર્ગના પ્રારંભે ક્રિયામાર્ગ હોય છે. વસ્તુતઃ અંતે પણ ક્રિયામાર્ગ જ હોય છે. શૈલેશીકરણે સર્વસંવરરૂપ ચારિત્રથી જ છેવટે જીવનો મોક્ષ થાય છે ને?
ઉત્તર : વીતરાગતા આવી ગયા પછી કેવલજ્ઞાન, યોગનિરોધ, સર્વકર્મક્ષય, મોક્ષ. આ બધું તો ગાયની પાછળ વાછરડાની જેમ આવી જ જાય છે. એ માટે કોઈ વિશેષ સાધના કરવાની હોતી નથી. સાધના તો વીતરાગતા મેળવવાની જ હોય છે. એ માટે અંતઃકરણમાં મોહની જે ઘેરી વાસનાઓ પડેલી છે એને દૂર કર્યા સિવાય કોઈ આરો નથી. એને દૂર કરવાનું મુખ્ય સામર્થ્ય જ્ઞાનમાં જ છે. તે પણ એટલા માટે કે એ વાસનાઓને ઘેરી કરવામાં પણ મુખ્ય ફાળો વિપરીતજ્ઞાનનો જ છે. વિપરીતક્રિયાનો (પાપક્રિયાનો) નહીં.
આશય એ છે કે, ધારો કે આહારસંજ્ઞાનો વિચાર કરવો છે.. તો ખાવાની ક્રિયા કેટલી વાર કરી ? અને વિચારો કેટલીવાર ક્યું ? આ વિચારો તથા ખાદ્યપદાર્થો જોઈને કે બીજાને ખાતા જોઈને ખાવાની ઇચ્છા કરવી. ખાવાનું આકર્ષણ-મહત્ત્વ સાંભળવું-વાંચવું-વિચારવું-વાનગીઓની સરસતાના- એ સરસતા કઈ રીતે આવે એના... વિચારો કર્યા કરવાભક્ત કથા કરવી.. આ બધું વિપરીતજ્ઞાનરૂપ છે. એ બધું આહારસંજ્ઞાને પોષે છે. આજ સુધીમાં આહારસંન્ના જે અતિપુષ્ટ થયેલી છે એમાં આ જ્ઞાનનો જ મુખ્ય ફાળો છે. ક્રિયા તો એનાથી સોમા ભાગમી વાર પણ થઈ નથી. ને જ્યારે જ્યારે થઈ છે ત્યારે ત્યારે પણ ખાવામાં રમમાણતા વગેરે રૂપે વિપરીત જ્ઞાન એમાં ભળે તો જ એ આહાર સંજ્ઞાનું પોષણ કરી શકી છે, એ સિવાય નહીં. માટે આહારસંજ્ઞાની પુષ્ટિમાં ક્રિયાનો ફાળો અલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org