________________
ઢાળ-૧ : ગાથા-ર
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સ્વપ્નમાં પણ શક્ય નથી જ. પણ ભલે ખાવાના વિચાર આવ્યા કરે.. મારે ઉપવાસ કરવા જ.. આ રીતે ઉપવાસ કરવા જ માંડે એને પછી ખાવાના વિચારો આવતા બંધ થઈ જાય છે.. અને ઉપવાસ કરવાની સાથે સાથે ‘અણાહારીપણું મારો સ્વભાવ છે’ વગેરે રીતે મનને ભાવિત કરતો રહે તો આહારસંજ્ઞા પણ તૂટવા માંડે છે.. આ રીતે ઘણી ઘણી નોંધપાત્ર માત્રામાં આહારસંશા તૂટી જાય તો પછી એક એવી અવસ્થા આવે છે કે જેથી પરિસ્થિતિવશાત્ ખાવું પડે તો પણ અંદરથી અણાહારીપણાનું જ સંવેદન હોય.. ખાવામાં કોઈ જ આસક્તિ ન હોય. આવું જ વિષયપ્રવૃત્તિ વગેરે દરેક અંગે છે.
૧૪
ચરમભવમાં બાહ્ય કોઈ વિશેષ સાધના વિના જ સીધું કેવલજ્ઞાન પામી જનારા ભરતચક્રવર્તી વગેરે જેવા જે કોઈ દૃષ્ટાન્તો મળે એ દરેકના પૂર્વભવો જાણવા જોઈએ. અપ્રમત્ત ક્રિયામાર્ગ વિના આ રીતે કેવલજ્ઞાન પ્રાપ્તિ શક્ય નથી જ.
પ્રશ્ન : મરુદેવા માતાએ તો પૂર્વભવમાં પણ ક્યાં ક્રિયામાર્ગ સેવ્યો છે ?
ઉત્તર : એ અત્યંત અત્યંત અત્યંત વિરલ અચ્છેરા જેવો કેસ છે. પણ એમનું દૃષ્ટાન્ત કોઈપણ સાધકને ઉપયોગી બને એવું નથી, કારણ કે દેવ-નરકાદિ કોઈ જ ગતિ કર્યા વિના કેવલજ્ઞાન પામી જવાની એમની ચેનલ જ સાવ નિરાલી છે, સામાન્યથી આપણા જેવા તો દરેક સાધકો અનંતીવાર દેવાદિભવ કરી આવ્યા છીએ. એટલે નિશ્ચિત જાણવું કે પ્રથમ ક્રિયામાર્ગ છે ને એ જ જ્ઞાનમાર્ગની ભૂમિકા રચી આપે છે.. ને એ રચાઈ જાય પછી ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ બંને સાથે ચાલે છે. હજારો લાખો કિસ્સામાંથી કોઈ એકાદ કિસ્સો જ એવો બને છે કે ચરમભવમાં બાહ્યદૃષ્ટિનો ક્રિયામાર્ગ કોઈ એવા પ્રતિબંધકના કારણે ન હોય ને છતાં જીવ જ્ઞાનમાર્ગના બળે કેવલજ્ઞાન સુધી પહોંચ્યો હોય. પણ એવા જીવ પણ પૂર્વભવમાં તો ક્રિયામાર્ગના પણ અચ્છા સાધક હોય જ છે.
વળી, નવા નવા જીવોને મોક્ષમાર્ગે ચડાવવા માટે અને એ રીતે મોક્ષમાર્ગને વહેતો રાખવા માટે પણ ક્રિયામાર્ગ જ મુખ્ય આલંબન છે. માટે સ્વસ્થાને ક્રિયામાર્ગ પણ મહત્ત્વનો છે જ.
પ્રશ્ન : ક્રિયામાર્ગ જો મહત્ત્વનો છે તો ગ્રન્થકાર દ્રવ્યાનુયોગના ને એના દ્વારા પ્રાપ્ય જ્ઞાનમાર્ગના ગુણ કેમ ગાયા કરે છે ?
ઉત્તર ઃ એનાં અનેક કારણો છે.
જીવોને નવા નવા ધર્મમાર્ગમાં જોડવાના હોય તો ક્રિયામાર્ગના ગુણ ગાવાના હોય, કારણ કે એના દ્વારા જ એનું જોડાણ શક્ય બનવાનું હોય છે. પણ જેઓ ક્રિયામાર્ગમાં જોડાઈ ગયા છે, જોડાઈ ગયા છે એટલું જ નહીં પણ એવા સ્થિર થઈ ગયા છે કે (દ્રવ્યાનુયોગના અભાવમાં) ચરણકરણની અસારતા કહેવામાં આવે તો પણ એમને ચરણકરણ છોડી દેવાનો વિચાર સુધ્ધાં ન આવે. આવા જીવો જ દ્રવ્યાનુયોગના=જ્ઞાનમાર્ગ સંલગ્ન ગ્રન્થના અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org