________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૨
ક્રિયામાર્ગે જોડાવું સરળ હોય છે, જ્ઞાનમાર્ગે જોડાવું કિઠન.
• ક્રિયા બાહ્ય છે, દૃશ્ય છે... એટલે બીજાઓની ક્રિયા જોઈને પ્રેરણા મળવી... વગે૨ે શક્ય હોવાથી જીવ ક્રિયામાર્ગે સહેલાઈથી જોડાય છે.. જ્યારે જ્ઞાન અતીન્દ્રિય હોવાથી આવી પ્રેરણા લઈને એમાં જોડાવું એટલું સરળ નથી હોતું.
• બીજાની ભૂલ-ક્ષતિ પકડવી.. અનૌચિત્યને-દોષને પરખવો... આ બધું જીવને અનાદિસિદ્ધ છે. બીજાની પ્રવૃત્તિ દેખાય છે, માટે એમાં રહેલ અનૌચિત્ય... ત્યાજ્યતા પણ દેખાય છે. ને તેથી થોડી પણ સહૃદયતા હોય તો પોતાની પણ એવી પ્રવૃત્તિને જીવ ત્યાજ્ય તરીકે પરખી શકે છે. માટે પાપપ્રવૃત્તિઓનો ત્યાગ (અને તેથી ધર્મક્રિયામાં જોડાવું) સરળ હોય છે. પણ વૃત્તિની બાબતમાં આવું નથી. બીજાની વૃત્તિઓ પોતાને દેખાતી નથી ને પોતાની વૃત્તિ અનુભવસિદ્ધ હોવા છતાં એમાં રહેલી ત્યાજ્યતા પિછાણાતી નથી, કારણકે પોતાની ભૂલ જોવાની એને ટેવ જ નથી. ઊલટું પોતાનું તો બધું બરાબર જ છે એવું અભિમાન જ અનાદિસિદ્ધ છે. માટે અસવૃત્તિઓની પિછાણ અને ત્યાગ કઠિન છે. એટલે કે પ્રવૃત્તિપરિવર્તનરૂપ ક્રિયામાર્ગ સરળ છે, વૃત્તિપરિવર્તનરૂપ જ્ઞાનમાર્ગ કઠિન છે.
૧૩
નવમા ત્રૈવેયક સુધી જઈ શકાય એવો ઉત્તમ ક્રિયામાર્ગ પણ અભવ્ય પણ પામી શકે છે એ જણાવે છે કે ક્રિયામાર્ગ માટે મોહનીયનો ક્ષયોપશમ આવશ્યક નથી.. જ્યારે જ્ઞાનમાર્ગ તો મોહનીયના ક્ષયોપશમ વિના શક્ય જ નથી. એટલે જેમને મોહનીયનો એવો કોઈ વિશેષ ક્ષયોપશમ થયો નથી, એવા જીવો પણ ક્રિયામાર્ગે જોડાઈ શકે છે અને જો તીવ્રભવાભિષ્યંગ વગેરે રૂપ પ્રતિબંધક ન હોય તો આ ક્રિયામાર્ગ પણ મોહનીયનો ક્ષયોપશમ કરાવી જીવને જ્ઞાનમાર્ગે જોડી શકે છે.
આવી બધી વાસ્તવિકતા એને નજરમાં રાખીને જ જ્ઞાનીઓએ આવાર: પ્રથમો ધર્મ: એમ કહ્યું છે.
પ્રશ્ન : પણ ભરતચક્રવર્તી - પૃથ્વીચન્દ્ર ગુણસાગર વગેરે ઢગલાબંધ એવા દૃષ્ટાન્તો મળે છે જેઓએ ક્રિયામાર્ગે જોડાયા વિના જ જ્ઞાનમાર્ગે વૃત્તિઓનું પરિશોધન કરી દીધું હોય..
ઉત્તર : આ નરી ભ્રમણા છે. ચરમભવમાં ભલે ક્રિયામાર્ગે જોડાણ નથી દેખાતું.... પણ પૂર્વના કેટલાય ભવોમાં ક્રિયામાર્ગની પણ શ્રેષ્ઠ આરાધના કરતાં કરતાં જ તેઓ એવી ભૂમિકા પર પહોંચ્યા હોય છે કે ક્યારેક બાહ્યક્રિયામાર્ગ ન હોવા છતાં અંદર જ્ઞાનમાર્ગ જાજ્વલ્યમાન હોય. આ સિવાય (ક્રિયામાર્ગ સિવાય) જ્ઞાનમાર્ગની કોઈ શક્યતા જ નથી.
આશય એ છે કે આહારસંશા જીવને અનાદિકાળથી વળગેલી છે. એટલે પ્રારંભે ઉપવાસ કરવા છતાં ખાવાના વિચારો આવ્યા કરવા... સ્વપ્નમાં પારણું થઈ જવું.. આવી બધા જ જીવોની પરિસ્થિતિ હોય છે, કોઈ આમાંથી બાકાત નથી. એટલે છતે ઉપવાસે પણ મન ખાવામાં રમ્યા કરે છે તો વગર ઉપવાસે - ખાધે-પીધે મન આહારમાં અનાસક્ત બની જાય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org