________________
૧૨.
ઢાળ-૧ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સરાસર ઉપેક્ષાવાળા છે... તેઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીની આરાધનાનો સાર ફળ જાણતા નથી. (અને તેથી પામતા નથી).
અહીં ક્રિયાધર્મને વખોડવાનો આશય નથી. પણ જ્ઞાનધર્મની જે ધરાર ઉપેક્ષા છે, જ્ઞાનધર્મની આવશ્યકતાનો અહેસાસ કરવાની જે બિલકુલ તૈયારી નથી. એને વખોડવાનો આશય છે. કારણ કે જ્ઞાનમાર્ગે ચઢ્યા પછી પણ ક્રિયામાર્ગની જરૂર તો પડવાની જ છે. તરણકલા શીખી ગયા પછી પણ હાથ-પગને હલાવવાની ક્રિયા કરનારો તરવૈયો જ સમુદ્રને તરી શકે છે. સોય (જ્ઞાન) દોરાને (ક્રિયાને) દોરનાર છે. ને દોરો (ક્રિયા) સોયને (જ્ઞાનને) (ખોવાઈ ન જાય એ રીતે) રક્ષનાર છે. સોય વગર દોરો કપડામાં અંદર જઈ શકતો નથી ને દોરા વગર, જે સાંધો કરવો છે તે ચિરકાલીન બની શક્તો નથી. એમ જ્ઞાન વગર ક્રિયા અંતઃકરણ સુધી પહોંચી શકતી નથી, અને ક્રિયા વગર જ્ઞાનજન્ય દોષશુદ્ધિ ચિરકાલીન બની શકતી નથી. માટે બંને જરૂરી છે.
છતાં જ્ઞાનની ખૂબ જ મહત્તા છે, કારણ કે આત્માના શુદ્ધિકરણમાં સિંહફાળો એનો જ છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે... વગેરે વાક્યો દ્વારા જ્ઞાનની મહત્તા ગાવામાં આવેલી જ છે. આશય એ છે કે પ્રવૃત્તિ અને વૃત્તિમાં જે દોષો રહેલા છે તે બધાનું મૂળ કારણ છે મોહવાસિત અંતઃકરણ. એ જ જીવને હંમેશ માટે ઉધી જ પ્રેરણા કરતું રહે છે ને પરિણામે જીવ એવી મોહજન્ય વૃત્તિ-પ્રવૃત્તિનો ભોગ બન્યા કરે છે. એટલે સાધકની મુખ્ય સાધના આ જ છે કે અંતઃકરણમાંથી મોહની વાસનાઓ દૂર કરતા રહેવું. આ કાર્ય ભાવિત થયેલું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાન એ જ મુખ્ય ઔષધ છે, ને ક્રિયા એ અનુપાન છે.
• વિષયપ્રવૃત્તિ દરમ્યાન રાગ-દ્વેષ... આ જીવનો અનાદિકાલીન અભ્યાસ છે. એટલે, વિષયપ્રવૃત્તિ કરવી અને છતાં રાગ-દ્વેષથી પર રહેવું એ સાધક માટે પ્રારંભે બિલકુલ અશક્ય હોય છે. તેથી જો વિષયપ્રવૃત્તિ ચાલુ હોય તો તો રાગ-દ્વેષનું પોષણ જ થતું હોવાથી જ્ઞાન રાગદ્વષને ઘટાડવાનું સ્વકાર્ય કરી જ શી રીતે શકે ? ધર્મ ક્રિયાઓ ધનમૂ-દેહમમત્વ-વિષયપ્રવૃત્તિ આ બધાને રોકી રાખે છે. ને તેથી જ્ઞાનને અંતઃકરણમાં એવું વાતાવરણ સાંપડી શકે છે કે જેથી એ શુદ્ધિ કરી શકે. પણ, આમ શુદ્ધિનું મુખ્ય કાર્ય જ્ઞાન જ કરતું હોવાથી એની મહત્તા
• અનાદિકાળથી જીવ રાગાદિ દ્વારા સંસાર તરફ જ ધસી રહ્યો છે. એટલે કે વૈરાગ્ય અને વીતરાગતા દ્વારા મોક્ષ તરફ કરવાની ગતિ કરતાં બિલકુલ વિપરીત દિશામાં દોડી રહ્યો છે. વિપરીત દિશામાં ધસી રહેલી ગાડીને બ્રેક મારવી જરૂરી હોય છે ને પછી યુટર્ન લેવાનો હોય છે. આ બ્રેક મારવાનું કામ એટલે રાગ-દ્વેષજનક પ્રવૃત્તિઓ અટકાવી દેવી. આ કામ ધર્મક્રિયાઓમાં જોડાઈ જવાથી સહેજે થઈ શકે છે.
• વળી ક્રિયા બાહ્ય પરિવર્તન કરે છે, જ્યારે જ્ઞાન આંતરિક પરિવર્તન કરે છે. હંમેશા બાહ્ય પરિવર્તન સરળ હોય છે, અંદરનું પરિવર્તન જ કઠિન હોય છે. (એટલે તો દાન દેવા છતાં મૂચ્છ કપાય નહીં. બ્રહ્મચર્ય પાળવા છતાં વાસના ઘટે નહીં. વગેરે જોવા મળે છે.) માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org