________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૨
चरणकरणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा । વરVરિસ , નિચ્છ યુદ્ધ ને નાપતિ છે 3 પડે ૬૭ ગાથા સમસ્ત 1-2
ઉત્તર : માલતુષમુનિ શબ્દથી દ્રવ્યાનુયોગ ભલે પામ્યા નહોતા. પણ ફળતઃ તો એ પામ્યા જ હતા, માટે કોઈ પ્રશ્ન નથી.
પ્રશ્ન : ફળતઃ દ્રવ્યાનુયોગ પામ્યા હતા. એનો શું અર્થ ?
ઉત્તર દ્રવ્યાનુયોગ પામવાનું જે ફળ છે કે શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ, એની શ્રદ્ધા, મુખ્ય સાધ્ય તરીકે એની સતત ફુરણા... વગેરે, આ ફળ, દ્રવ્યાનુયોગના ગ્રન્થના અધ્યયનપરિશીલન-ભાવન વગેરે વિના પણ ક્યારેક કોઈકને ગુરુપરતંત્ર વગેરેના પ્રભાવે અને પૂર્વભવની એવી કોઈક સાધના વિશેષથી) પ્રાપ્ત થઈ શકે છે. આને ફળતઃ દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ કહેવાય છે.
પ્રશ્ન : માલતુષમુનિને આવી ફળતઃ પ્રાપ્તિ થઈ હતી એવું શાના આધારે કહો છો ?
ઉત્તર : કોઈ એક વ્યક્તિએ એક ભૂલ કરી. કોઈએ સુધારી. છતાં બીજી વાર ભૂલ... ફરીથી સુધારી. ફરી પાછી ત્રીજી વાર એ જ ભૂલ. ભૂલ સુધારવાની એની રીતમાં ઉત્તરોત્તર કર્કશતા-તિરસ્કાર વગેરે વધતા રહે એ સહજ છે.. “તમે તો સાવ જડ છો. પથ્થર જેવા છો. કાંઈ યાદ જ રાખતા નથી..” આવા બધા શબ્દો-કર્કશતા એક દ્વારા.. બીજા દ્વારા. ત્રીજા દ્વારા.. વારંવાર.. પછી એ વ્યક્તિ પણ અકળાયા વિના રહે નહીં, એ પણ સહજ છે. ને અકળાઈ જાય. તો ‘તમે તમારું સંભાળો, મારી ભૂલ કાઢવી નહીં.” વગેરે કહ્યા વિના રહે નહીં. ને પછી બધા ભૂલ સુધારવાનું છોડી દીધા વિના પણ રહે નહીં. માલતુષમુનિના કેસમાં આવું બન્યું નથી. એ જણાવે છે કે સામેથી ગમે એટલી કર્કશતા-તિરસ્કાર થવા છતાં પોતે કોઈ અણગમો કર્યો નથી. માત્ર ને માત્ર ઉપકાર જ માન્યો છે. સામી વ્યક્તિને ફરી ફરી કહેવાનું મન થાય એવો જ વ્યવહાર રાખ્યો છે. આ બધું આત્માની કર્મોપાધિજન્ય અજ્ઞાનમય અવસ્થા, શુદ્ધસ્વરૂપ, એની પ્રાપ્તિના ઉપાયો વગેરેની સતત ફુરણા વિના શક્ય જણાતી નથી. માટે આપણે નિર્ણય કરી શકીએ છીએ કે માપતુષમુનિને પણ દ્રવ્યાનુયોગની ફળતઃ પ્રાપ્તિ હતી. ભલે દ્રવ્યાનુયોગનું અધ્યયન - પરિશીલન સાક્ષાત્ નહોતું, પણ તીવવૈરાગ્ય, ગુરુસમર્પણ વગેરે દ્વારા આ બધું (=દ્રવ્યાનુયોગનું ફળ) એમને પ્રાપ્ત હતું.
આમ નિશ્ચિત થયું કે દ્રવ્યાનુયોગ વિના ચરણકરણનો કોઈ સાર નથી. આ જ વાતને શ્રીસમ્મતિગ્રન્થમાં આ રીતે જણાવી છે -
અર્થ : ચરણસિત્તરી અને કરણસિત્તરીની સૂક્ષ્યકાળજીવાળી નિરતિચાર બાહ્ય સાધનાને જ જેઓ પ્રધાન માને છે, પણ સ્વસમય = જૈન સિદ્ધાન્ત અને પરસમય = અન્ય બૌદ્ધદર્શન વગેરેના સિદ્ધાન્તના અધ્યયનાદિની પ્રવૃત્તિ (અને એ દ્વારા આત્માનું સોપાધિક સ્વરૂપ, ઉપાધિનું સ્વરૂપ, આત્માનું નિરુપાધિક શુદ્ધ સ્વરૂપ આ બધાનો વાસ્તવિક નિશ્ચય) જેઓ કરતા નથી, એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org