________________
૧૦
ઢાળ-૧ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિરાધના - બાકી બહુલતાએ આરાધનારૂપ કહ્યું છે. ક્રિયાને આગીયા જેવી ને જ્ઞાનને સૂર્યસમાન કહ્યું છે. એમ મંડુકચૂર્ણ - તથા સુવર્ણઘટના દૃષ્ટાંત દ્વારા પણ જ્ઞાન-ક્રિયાનો તફાવત શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. ક્રિયા પણ જ્ઞાનને સાપેક્ષ હોય તો હિતકર કહી છે. ઉદ્યતક્રિયાવાળા અગીતાર્થોને (અજ્ઞાન જીવોને) બાળતપસ્વી કહ્યા છે જયારે આચારહીન-પણ જ્ઞાની-ગીતાર્થને સંવિગ્નપાક્ષિક કહ્યા છે. પ્રધાનતા આત્માર્થીપણું જ્ઞાનરુચિ વગર આવતું નથી..
શાસ્ત્રોની આવી બધી વાતોથી જ્ઞાનની મહત્તા જણાય છે. ને એ જ્ઞાન આ દ્રવ્યાનુયોગથી વિશદ થાય છે. માટે દ્રવ્યાનુયોગની મહત્તા ગાવા માટે પ્રસ્તુત વાતો છે.
બાકી ઘણા જીવો અલ્પ ભણેલા હોય તો પણ ભદ્રક પરિણામના પ્રભાવે-ગુરુસમર્પણાદિના પ્રભાવે સમ્યકત્વ પામે છે.. ચારિત્ર પામે છે. ને પાળે છે. નેતિ નેતિ. કે સોડાં સોડની ભાવના વિના પણ, સદ્ભુત વ્યવહાર-અસદ્ભુત વ્યવહાર-શુદ્ધનિશ્ચયનય.. આ બધું જાણ્યા વિના પણ, ભાવનાથી ઠેઠ કેવલજ્ઞાન સુધી પણ પહોંચે છે. નેતિ નેતિ. વગેરે ભાવના ન હોય ને પ્રબળ વૈરાગ્ય હોય.. તો એ પ્રબળ વૈરાગ્યથી પણ, અંતસ્તલના સંવેદનમાંથી બધી ઉપાધિઓ ખરી જાય છે. સંવેદન એ બધાથી મુક્ત થાય છે ને શુદ્ધ આત્માની ઝાંખી – અનુભૂતિ થાય છે. એટલે દ્રવ્યાનુયોગ વિના સમ્યકત્વ સંભવિત નથી. વગેરે વાતો નયપ્રરૂપણારૂપ જાણવી - પણ પ્રમાણપ્રરૂપણારૂપ નહીં. દ્રવ્યાનુયોગનું પરિશીલન સમ્યકત્વાદિની પ્રાપ્તિ-સ્થિરતા માટે ખૂબ જ સહાયક બને છે. એ પ્રાપ્તિ-સ્થિરતાને સહજ-સરળ બનાવે છે. ને વિપરીત ભાવો - માન્યતા વગેરેનું દૃઢતાપૂર્વક વારણ કરે છે. તેથી પંડિત જીવો માટે એની ખૂબ મહત્તા છે. પણ એ સિવાયના જીવો દ્રવ્યાનુયોગનું વિશેષજ્ઞાન-અનુભવ ન હોય તો પણ ભદ્રિક પરણિામ – તીવ્રવૈરાગ્યના પ્રભાવે, આત્મા, શુદ્ધાત્મા, કર્મોપાધિજન્યભાવો વગેરેને સંવેદે છે.. અને એ સોપાધિકભાવોથી મુક્ત થવાની પ્રામાણિક ઇચ્છા અને તદનુરૂપ પ્રયત વગેરે બધું જ એમને સંભવે છે. આવા જીવોને ફળતઃ દ્રવ્યાનુયોગ હોવાની સંભાવના આગળ માપતુષમુનિના દૃષ્ટાંત દ્વારા દર્શાવાશે. અસ્તુ.
આત્મદ્રવ્ય અને એના શુદ્ધ ગુણ-પર્યાયોને જાણનાર, સદહનાર, વારંવાર ભાવિત કરનાર જ શુદ્ધસ્વરૂપાત્મક મુખ્ય સાધ્યને સતત નજરમાં રાખી શકે છે. ને આ બધી જાણકારી-શ્રદ્ધા-ભાવના વગેરે દ્રવ્યાનુયોગથી સુશક્ય બને છે એ સ્પષ્ટ છે. જેણે દ્રવ્યાનુયોગનું અધ્યયન-પરિશીલન વગેરે કર્યા નથી ને માત્ર બાહ્ય આચરણમાં જ ઇતિશ્રી માની લીધી છે અને આ સાધ્ય નજરમાં સ્કુરાયમાણ રહેતું નથી અને તેથી એ અભિમાન વગેરેનો ભોગ બન્યા વિના પ્રાય: રહેતો નથી. ને એનો ભોગ બને એટલે તરત જ, જે કાંઈ પ્રગતિ સાધેલી એનાથી જોરદાર પછડાટ અનુભવે છે. માટે દ્રવ્યાનુયોગ વિના ચરણકરણનો કોઈ સાર રહેતો નથી એ વાત અત્યંત સુસંગત છે.
પ્રશ્ન : માપતુષમુનિ તો દ્રવ્યાનુયોગ પામ્યા નહોતા. ને છતાં ચરણકરણના સારભૂત વીતરાગતા-કેવલજ્ઞાન તો પામ્યા જ. પછી તમારી વાત ક્યાં રહી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org