________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૨ પ્રશ્ન : દ્રવ્યાનુયોગનું અધ્યયન-ચિંતન-મનન વગેરે ન હોય તો આંતરિક પરિણતિ એટલી નિર્મળ થયેલી ન જ હોય ને તેથી બાહ્ય કઠોર પણ આચરણ અસાર જ બની રહે.. આવો નિર્ણય શી રીતે થાય ?
ઉત્તર : હું વિદ્વાન. હું તપસ્વી.. હું ગુરુ. હું શિષ્ય. હું પિતા.. હું પુત્ર.. હું શ્રીમંત. હું સત્તાધીશ. હું મનુષ્ય. આવું બધું જે કાંઈ સંવેદન આપણી અનુભૂતિમાં આવે છે એ બધું જ સોપાધિક છે.. ને સોપાધિક છે માટે બ્રાન્ત છે. આત્માના શુદ્ધ-સમ્યગૂ દર્શનરૂપ નથી. દ્રવ્યાનુયોગના અધ્યયનાદિથી જાણકારી મળે છે કે આ બધા સભૂત વ્યવહાર - અસભૂત વ્યવહાર વગેરે નયગ્રસ્ત દૃષ્ટિના સંવેદનો છે, માટે બ્રાન્ત છે. વાસ્તવિક દર્શન તો એ જ છે જે શુદ્ધનિશ્ચયનયની દૃષ્ટિ જુએ છે. એટલે સાધક આત્મા આ બધા સંવેદનોમાંથી ઉપાધિઓ ખરી પડે ને આત્માનું = પોતાનું બધી જ ઉપાધિઓથી મુક્ત નિરુપાધિક સંવેદન-દર્શન થાય એ માટે, હું મનુષ્ય ? નહીં. હું સત્તાધીશ ? નહીં. હું ગુરુ ? નહીં.. આમ બધા જ સોપાધિક દર્શનોને નકારતો રહે છે. વારંવાર નકારતો રહે છે. એ દ્વારા આ નકારને પોતાની ઠેઠ ઊંડી-અંતસ્તલની સંવેદનામાં ઉતારે છે. ને સાથે સાથે શુદ્ધનિશ્ચયનયને આત્માનું જેવું નિરુપાયિક સ્વરૂપ અભિપ્રેત છે એવું સંવેદવા પ્રયતશીલ બને છે. (અર્થાત્ પહેલાં નેતિ નેતિ. ને પછી સોડહં સોડહં.. ની ભાવના કરે છે એટલે કે ના, હું મનુષ્ય નહીં.. ના, હું વિદ્વાનું નહીં. આવું બધું મારું કોઈ સ્વરૂપ નથી. હું તો સિદ્ધાત્મા જેવો શુદ્ધ આત્મા છું.. વગેરે વાતોને વારંવાર ઘુંટતો રહે છે.) આના પ્રભાવે એક ક્ષણ એવી આવે છે કે હું ની સંવેદનામાંથી બધી જ ઉપાધિઓ ખરી પડે છે, ને નિરુપાધિક હું ની સંવેદના થાય છે. આ આત્મસાક્ષાત્કાર છે. આને (આત્માનું) સમ્યગ્દર્શન (=સમ્યક્ત) કહી શકાય.
એટલે દ્રવ્યાનુયોગ વિના સમ્યકત્વ જ સંભવિત ન હોવાથી, સમ્યકત્વ વિનાના ગમે એટલા કઠોર – સૂક્ષ્મ આચરણોની પણ શું કિંમત ? કારણ કે સમ્યક્ત તો પાયો છે. કહ્યું જ
તપ જપ સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો ઠામ; સમીકીત વિણ નિષ્ફળ હુએ, જિમ વ્યોમ ચિત્રામ.. જબ લગ સમકત..
સાવધાની : અહીં દ્રવ્યાનુયોગના જ્ઞાનને ખૂબ-ખૂબ પ્રધાનતા અપાઈ રહી છે. એ એક-નયની દેશનાતુલ્ય જાણવું.. આશય એ છે કે દ્રવ્યાનુયોગનો મુખ્ય વિષય જ્ઞાન છે, ક્રિયા નથી. માટે જ ગ્રન્થકારે અધિકારી તરીકે આત્માર્થીજીવ = જ્ઞાનરુચિજીવ એમ જણાવ્યું છે. જ્ઞાન એ પ્રધાન છે, અપ્રતિપાતી છે, સાધ્ય છે. જ્યારે ક્રિયા અપેક્ષાએ અપ્રધાન છે, પ્રતિપાતી છે ને સાધનભૂત છે. ક્રિયામાં ઉત્સર્ગ-અપવાદ હોય છે. જ્ઞાનમાં હોતા નથી. ક્રિયા એ વ્યવહાર છે.
જ્યારે જ્ઞાન એ અધ્યાત્મ છે, નિશ્ચય છે, કે નિશ્ચયના સાધનભૂત ગુણ છે. એકલી ક્રિયાવાળા અપ્રધાન આત્માર્થી છે. ક્રિયાને = શીલને દેશઆરાધક કહી છે.. (= માત્ર એક નાનાઅંશ જેટલી આરાધનારૂપ કહી છે.) શ્રતને = જ્ઞાનને દેશવિરાધક = માત્ર એક બહુ નાના અંશની જા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org