________________
ઢાળ-૧ : ગાથા-૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિના દ્રવ્ય અનુયોગ વિચાર, ચરણ કરણનો નહીં કો સાર / સમ્મતિ ગ્રંથે ભાષિઉં ઈસ્યું, તે તો બુધ જન મનમાં વસ્યું ||૧-૨
ટબો-એહનો મહિમા કહઈ છો. “દ્રવ્ય-અનુયોગ-વિચાર વિના કેવલ ચરણસિત્તરીકરણસિત્તરીનો સાર કોઈ નહીં.” એહવું સમ્મતિ ગ્રંથનઈ વિષઈ કહિઉં, તે તો બુધજનના મનમાંહિ વસિઉં. પણિ બાહ્યદૃષ્ટિના ચિત્તમાં ન વસઈ. યથા
આ ચારે અનુયોગ આત્મહિત માટે ઘણા ઉપયોગી છે. એટલે ગ્રન્થકાર શ્રી યશોવિજયજી મહારાજ પણ ભવ્યજીવો પર અનુગ્રહ કરવાની ભાવનાથી આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામનો ગ્રન્થ કરી રહ્યા છે. એમાં દ્રવ્ય-ગુણ અને પર્યાયનો વિચાર હોવાથી આ દ્રવ્યાનુયોગ છે એમ જાણવું. / ૧ / પોતે દ્રવ્યાનુયોગનો વિચાર કરી રહ્યા છે, માટે એનો મહિમા હવે પછીની ગાથાઓમાં જણાવે છે.
ગાથાર્થ : “દ્રવ્યાનુયોગના વિચાર વિના ચરણ-કરણનું સારભૂત કોઈ ફળ મળતું નથી” આવું સમ્મતિતર્કપ્રકરણ ગ્રન્થમાં જે કહ્યું છે તે પંડિતજનોના મનમાં સારી રીતે સમજાય છે. જે ૧-૨ છે.
વિવેચન : એહનો = દ્રવ્યાનુયોગનો મહિમા કહે છે. “દ્રવ્યાનુયોગના વિચાર વિના કેવલ ચરણસિત્તરી - કરણસિત્તરીનો સાર કોઈ નહીં” આવું સમ્મતિગ્રન્થમાં કહ્યું છે. તે વાત બુધઃપંડિત જનના મનમાં તર્કસંગત રીતે સમજાય છે, પણ બાહ્યદષ્ટિના ચિત્તમાં એ રીતે એ સમજાતી નથી.
માત્ર લિંગને અને બાહ્ય સ્થૂળ દેખાવને જ જોનારા બાળજીવો અને સૂક્ષ્મ રીતે ક્રિયાઓને – આચરણને જોનારા મધ્યમજીવો. આ બંને બાહ્યદૃષ્ટિ જીવો છે, કારણ કે લિંગ અને આચરણ આ બંને બાહ્યદૃષ્ટિના વિષય છે. આ જીવો આ બાહ્ય વિષયને જ પરખનારા ને મહત્ત્વ આપનારા હોવાથી જેઓ આ બે ધરાવતા હોય એને ખૂબ મહાન અને શ્રેષ્ઠ ફળ પામનારા માનતા હોય છે. એટલે, “જો દ્રવ્યાનુયોગનો વિચાર ન હોય તો ચરણકરણનો વેશાદિ દેખાવ કે સૂક્ષ્મ કાળજીપૂર્વકનું પાલન પણ અસાર છે - તુચ્છ છે - સમુચિત ફળથી શૂન્ય છે' આવી વાત એમની બુદ્ધિમાં બેસી શકતી નથી. બેસી શકે નહીં એ સ્પષ્ટ છે.
પણ પંડિતજીવો અંતસ્તત્ત્વને પરખનારા હોય છે, એને મહત્ત્વ આપનારા હોય છે. એટલે અંતસ્તત્ત્વની એટલી વિશુદ્ધિ જોવા ન મળે તો બાહ્ય નિર્દોષ અને કઠોર આચરણ પણ એમને સારભૂત લાગતું નથી. ત્યારે તું શું માત્રસ્ય મુનરો ન હિ નિર્વિષ: અંદરથી નિર્વિષ નહીં થયેલો સાપ બહારથી કાંચળી ઉતારી દે એટલા માત્રથી શું હરખાઈ જવાનું ? આ પંડિતજીવોની વિચારધારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org