________________
૨૯૬
ઢાળ-૮ : ગાથા-૨૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ga-forછયા પંaudો મજે, વહરાયે શનિવ” ઇત્યાદિ સિદ્ધાન્તઈ પ્રસિદ્ધ છો, તથા કાર્યનઈ નિમિત્ત કહતાં કારણ, એહોઈ અભિનપણું કહિએ તે પણિ વ્યવહારનયનો ઉપાય છઈ જિમ “નાયુત” ઈત્યાદિક કહિ, ઇમ - “નિર્વઈ, વહુ ત્રવતિ” ઇત્યાદિ વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈ છ0. || ૮-૨૩ ||
(એમ મરચું નિશ્ચયનયે પાંચે રસ = સ્વાદ ધરાવે છે છતાં વ્યવહારનયે તીખું જ છે...) આવી બધી વાતો સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. આમાં પણ સ્પષ્ટ છે કે લોકને ભમરામાં માત્ર શ્યામવર્ણ જ દેખાય છે. શુક્લાદિ વર્ણો દેખાતા નથી. માટે લોક એને શ્યામ માને છે.
(૩) તથા કાર્ય અને નિમિત્ત = કારણ.... આ બેનું અભિન્નપણું કહેવું તે પણ વ્યવહારનયનો ઉપાય = અર્થ છે. જેમકે ગાયુષ્કૃતમ્ ઇત્યાદિ કહેવાય છે. ઘી એ આયુષ્યનું = જીવનનું અસાધારણ કારણ છેમાટે કારણભૂત ઘીમાં કાર્યનો = જીવનનો અભેદ ઉપચાર કરીને વ્યવહારનય ઘીને જ જીવન કહે છે. આ જ રીતે રિર્તા, સ્ત્રવતિ વગેરે અનેક પ્રકારના ઉપચારવાના પ્રયોગો વ્યવહારનયના વિષયભૂત જાણવા.
શંકા : દ્રવ્ય એ કારણ છે અને પર્યાય એ કાર્ય છે. આ કારણ-કાર્ય = દ્રવ્ય-પર્યાય વચ્ચેનો અભેદ નિશ્ચયનય માને છે. વ્યવહારનય તો એ બે વચ્ચે ભેદ માને છે. તો અહીં અભેદને કેમ વ્યવહારનો અર્થ કહ્યો છે ?
સમાધાન : કારણે જાર્યોવર: આ રીતે આ ઉપચાર પ્રસિદ્ધ છે. છતાં ગ્રન્થકારે “કાર્યકારણ અભિન્નતા રે..” એમ ન કહેતાં “કાર્ય-નિમિત્ત અભિન્નતા રે...” એમ જે કહ્યું છે. અર્થાત્ ગાથામાં “કારણ” શબ્દ ન વાપરતાં નિમિત્ત’ શબ્દ જે વાપર્યો છે તે આવી શંકાના નિરાકરણ માટે વાપર્યો છે. તમારી વાત સાચી છે કે કાર્ય-કારણભૂત દ્રવ્ય-પર્યાય વચ્ચે અભેદ જોવો એ નિશ્ચયનો વિષય છે. પણ એ ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચેનો અભેદ છે... ને એ વાસ્તવિક અભેદ છે... ઉપચરિત અભેદ નથી. અહીં વ્યવહારના વિષય તરીકે જે અભેદ કહ્યો છે તે નિમિત્તકારણ અને કાર્ય વચ્ચેનો અભેદ છે. અને તે પણ ઉપચરિત અભેદ છે.. મૌલિક તો ભેદ જ છે. ઉપાદાનકારણની ભ્રમણા ન થઈ જાય એ માટે જ ગ્રન્થકારે “કારણ” શબ્દ ન વાપરતાં નિમિત્ત” શબ્દ વાપર્યો છે.
પરપુરુષગામિની નુપૂરપંડિતાએ પોતાના જારપુરુષને રસ્તામાં પાગલની જેમ વળગી પડવાનો સંકેત કર્યો. સવારે “પોતે શીલવતી છે' એવી સ્વજનોને અને લોકને ખાતરી કરાવવાના આશયથી યક્ષના મંદિરે જવા નીકળી... રસ્તામાં પેલો વળગી પડ્યો... છૂટીને મંદિરમાં જઈને યક્ષને ઉદેશીને કહે છે કે - “હે દેવ ! જો મારા પતિ અને રસ્તામાં વળગી પડેલા પેલા પુરુષ સિવાય બીજા કોઈપણ પુરુષનો મને સ્પર્શ થયો હોય તો તારા પગની વચ્ચેથી નીકળવા ન દેશો...' આટલું કહીને તરત જ યક્ષની મૂર્તિના બે પગની વચ્ચે પેસી.. દેવે શબ્દાર્થરૂપે આ વચનને સત્ય માન્યું. ને તેથી એ જ ક્ષણે પગ વચ્ચે ભીંસી ન નાખી... અંદરના આશયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org