________________
૨૯૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૪ ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં તસ સંકોચ / કેવળ બાલક બોધવા રે, દેવસેન આલોચ રે ! પ્રાણીઓ ! ૮-૨૪ ..
ટબો : એહવા નિશ્ચયનય વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી કહેતાં ટાળી, તેહનો સંકોચ કરતાં = થોડા ભેદ દેખાડતાં, “નયચક્ર” ગ્રંથકર્તા જે દેવસેન, તેહનો
વિચાર કરે એટલામાં તો નુપૂરપંડિતા બે પગની વચમાંથી પસાર થઈ ગઈ. લોક . પણ સત્ની પરીક્ષામાંથી પાસ થઈ ગઈ એ જોઈને એને શીલવતી ઘોષિત કરી દીધી. એ પણ વ્યવહારનયાભિપ્રાય. શબ્દોનો સીધેસીધો-યથાશ્રુત ભાસતો જે અર્થ એને ઉત્કટ પર્યાય કહી શકાય, કારણ કે સાંભળવા માત્રથી જણાઈ જાય છે. એમાં કંઈક અસંગતિ હોય.. ને તેથી પછી પૂર્વાપર વિચાર કરીને જે અર્થ મળે એ અનુત્કટ પર્યાય કહી શકાય, કારણ કે સીધેસીધો જણાઈ જતો નથી. એટલે બીજા ભેદમાં આનો સમાવેશ કરી શકાય. લોકોએ શીલવત્ત્વને કારણ માન્યું છે. ને પસાર થઈ જવાને એનું કાર્ય માન્યું છે. એટલે નુપૂરપંડિતા જે “પસાર થઈ ગઈ એમાં જ શીલનો ઉપચાર કરીને એને શીલવતી ઘોષિત કરી દીધી... એટલે એમાં ત્રીજો ભેદ સમજી શકાય છે...
અહીં પણ વિષયભેદે વિષયભેદ ન્યાયે વ્યવહારનયના આ ભેદો જાણવા. / ૧૩૧
ગાથાર્થ : એમ બહુવિષયને નિરાકરીને = છોડી દઈને, તેનો સંકોચ કરતાં દેવસેનનો આલોચ = અભિપ્રાય કેવળ બાળકજીવને બોધવાનો લાગે છે. જે ૮-૨૪ ||
વિવેચન : આ રીતે ગ્રન્થકારે નિશ્ચય-વ્યવહારના કેટલાક વિષયો બાવીશમી-ત્રેવીસમી ગાથામાં દેખાડ્યા કે જેને દેવસેનાચાર્ય દેખાડ્યા નથી. એટલે ગ્રન્થકાર કહે છે કે – આમ નિશ્ચયનય અને વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી = ટાળીને તેનો સંકોચ કરતાં = થોડા જ ભેદ દેખાડતાં “નયચક્ર'ના ગ્રન્થકર્તા જે દેવસેનાચાર્ય, તેહનો આલોચ = અભિપ્રાય એવો લાગે છે કે પોતાના જેવા કેટલાક બાળજીવોને (કે જેઓ સૂક્ષ્મતાથી વિચાર કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. તેઓને) બોધવા = સમજાવવા. પણ નિશ્ચય-વ્યવહારના સર્વ અર્થોનો = વિષયભેદે વિષયીભેદ કહીએ તો નિશ્ચય-વ્યવહારના સર્વ ભેદ-પ્રતિભેદોને સમજાવવાનો આલોચ = અભિપ્રાય જણાતો નથી. એટલે શુદ્ધનાર્થ = નિશ્ચય-વ્યવહારનો સ્પષ્ટ વિભાગ થાય.... બેની ક્યાંય ભેળસેળ ન થઈ જાય... એ રીતે બેનો વિષય તો શ્વેતાંબર સંપ્રદાયના જે શુદ્ધનયગ્રન્યો છે તેના અભ્યાસથી જ જણાય એવો છે.. નયચક્ર કે આલાપ પદ્ધતિ જેવા દિગંબરગ્રન્થોના અભ્યાસથી એ જણાઈ શકે એમ નથી.
શંકા : ગ્રન્થકારે જે ત્રણ-ત્રણ ભેદ દેખાડ્યા છે એ પણ ક્યાં સંપૂર્ણ વિષયને આવરી લેનાર છે ? દેવસેનાચાર્યે કહેલા બધા ભેદો ક્યાં આ ત્રણ-ત્રણમાં સમાઈ જાય છે? માટે ગ્રન્થકારે પણ સંકોચ કર્યો જ છે ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org