________________
૨૯૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૩ જેહ ભેદ છઈ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય | કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે | પ્રાણી છે ૮-૨૩
ટો : જેહ વ્યક્તિનો ભેદ દેખાડિછે - નિ દ્રવ્ય, મને નીવા:” ઈત્યાદિ રીતિ, તે વ્યવહારનયનો અર્થ તથા ઉત્કટપર્યાય જાણીઇ, તે પણિ-વ્યવહારનયનો અર્થ “ત
આમાં, સમાધિને નંદનવન જેવી આલ્હાદક ચીજ માનવી... વિશ્વમાં એક જ આત્મા માનવો... લગ્નક્રિયા દરમ્યાન સામાયિક માનવું... આવી બધી વાતો લોકદષ્ટિનો વિષય બની શકતી નથી... માટે આ બધો લોકાતિક્રાન્ત અર્થ છે. આવો જે જે રીતે લોકાતિક્રાન્ત અર્થ મળે, તે તે વિષયભેદે વિષયીભેદ ન્યાયે નિશ્ચયનયનો ભેદ બને છે. એટલે બહારથી સાધુપણું હોય.. અને અંદરથી સ્વજનોને - વિષયોને જ ઝંખ્યા કરતો હોય તો નિશ્ચયનય એને અવિરત જ કહેશે. બહારથી મીઠી મીઠી-વાતો કરતો હોય ને અંદરખાને કાપતો હોય તો નિશ્ચયનય એને મિત્ર નહીં.. પણ શત્રુ જ લેખે છે... આ બધો નિશ્ચયનો અર્થ જાણવો. આ રીતે નિશ્ચયનો વિચાર કરવાથી આપણે પણ લોકથી પર એવો લોકોત્તરરૂપ જે અર્થ તેની ભાવના પામી શકીએ છીએ.... એટલે કે “પ્રવૃત્તિ કોઈપણ હોય-અર્થાત્ દાન-શીલ-તપની હોય કે તેનાથી વિપરીત હોય પણ ભાવ તો બન્ને વખતે શુભ-શુદ્ધ જ રાખવા... જેથી નિશ્ચયની દૃષ્ટિએ દાનાદિની જ વિદ્યમાનતા રહેવાથી પાપક્ષય-પુણ્યોપાર્જન જ થયા કરે. એનાથી વિપરીત ન થાય....' આવી ભાવના જાગે છે. અને તેથી પછી તદનુરૂપ પ્રયત્ન થાય છે જે જીવને મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. મેં ૧૩૦
ગાથાર્થ : જે વ્યક્તિનો ભેદ છે, જે ઉત્કટ પર્યાય છે અને જે કાર્ય-કારણની અભિન્નતા છે એ બધો વ્યવહારનો ઉપાય = વિષય છે. || ૮-૨૩ /
- વિવેચન : નિશ્ચયનયના ૩ ભેદ દેખાડીને હવે વ્યવહારના ત્રણ ભેદ ગ્રન્થકાર દર્શાવી રહ્યા છે.... જે વ્યક્તિનો. (૧) વ્યક્તિ-વ્યક્તિનો ભેદ દેખાડવો એ વ્યવહારનયનો અર્થ = વિષય છે. “જેમકે દ્રવ્યો અનેક છે..” “જીવ અનેક છે...' વગેરે... વ્યવહારનય લોકાભિમતાર્થગ્રાહી છે... અને લોક બાહ્ય દૃષ્ટિએ જોનાર છે. બાહ્ય દૃષ્ટિએ તો કોઈક પદાર્થ જડ દેખાય છે કોઈક ચેતન દેખાય છે... ચેતનમાં પણ કોઈક દેવ તો કોઈક મનુષ્ય... કોઈક પુરુષ તો કોઈક સ્ત્રી કોઈક વૃદ્ધ તો કોઈક યુવાન. આમ અલગ-અલગ દેખાય છે. માટે બધા દ્રવ્ય અલગ-અલગ છે.... જીવો અલગ-અલગ છે. તેથી અનેક છે. (નિશ્ચયનય બધા જીવોને એક જ માને છે એ વાત એ ગાયા સૂત્રથી જણાવી જ છે. એમ એના કરતાં પણ વધારે ઊંડો ઉતરનાર નિશ્ચયનય પુદ્ગલત્વ-જીવવ વગેરે ભેદ પણ જોતો નથી.. બધું જ દ્રવ્ય-ગુણ-પર્યાયમય કે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય અર્થાત્ સત્ત્વમય એકસમાનરૂપ જ દેખે છે ને તેથી બધાં દ્રવ્યોનો અભેદ કહે છે. આ સદàતવાદ છે. આ વાત બીજી ઢાળની ચોથી ગાથાના ટબામાં આવી ગઈ છે.)
(૨) તથા ઉત્કટપર્યાયને જાણવો તે પણ વ્યવહારનયનો અર્થ છે. એટલે જ ભમરો નિશ્ચયનયે પાંચે વર્ણ ધરાવતો હોવા છતાં વ્યવહારનયથી તો એ શ્યામવર્ણનો જ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org