________________
૨૯૪
ઢાળ-૮ : ગાથા-૨૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
કહિઉં છઇ. તથા દ્રવ્યની જે નિર્મળ પરિણતિ બાહ્યનિરપેક્ષ પરિણામ તે પણિ નિશ્ચયનયનો અર્થ જાણવો. જિમ “આયા સામારૂપ, આયા સામાગસ્ત્ર અટ્ઠ” ઇમ જે જે રીતિં લોકાતિક્રાન્ત અર્થ પામિઇ, તે તે નિશ્ચયનયનો ભેદ થાઇ. તેહથી લોકોત્તરાર્થ ભાવના આવઇ. ॥ ૮-૨૨॥
શંકા : સૂત્રમાં ‘જ' કારને જણાવના૨ (અવધારણ કરનાર) એવકાર તો છે નહીં, પછી તમે કેમ જ' કાર ઉમેરીને અર્થ કરો છો ?
=
સમાધાન : સર્વે વાચં સાવધારાં મતિ ન્યાયે જ્ઞાનીઓને આ રીતે જકાર પ્રયોગ અહીં અભિપ્રેત છે, માટે. આ રીતે સર્વ આત્માઓનો અભેદ માનવો એ નિશ્ચયનયનો અર્થ છે. અહીં આશય એ છે કે નિશ્ચયનય અંતસ્તત્ત્વને જોનાર છે... એ જેમ જેમ અંદર ઊતરતો જાય છે તેમ તેમ વધુ ને વધુ શુદ્ધ બનતો જાય છે... જ્યારે અત્યંત અંદર ઉતરીને જોવામાં આવે છે ત્યારે દરેક આત્મામાં એકસરખું (સિદ્ધાત્મસદેશ) શુદ્ધસ્વરૂપ જ દેખાય છે, કોઈ જ ભેદ દેખાતો નથી... માટે બધાનો અભેદ દર્શાવનાર આ સૂત્ર એ શુદ્ધ નિશ્ચયનયનો અર્થ છે.
શંકા : એક જ આત્મા માનવો... એનો અર્થ આત્માદ્વૈત-બ્રહ્માāત માનવું. આ તો વેદાંતદર્શનની માન્યતા છે... તો શું વેદાંતદર્શન એ શુદ્ધ નિશ્ચયરૂપ છે ?
સમાધાન : હા, વેદાંતદર્શન પણ શુદ્ધસંગ્રહનયના આદેશરૂપ હોવાથી શુદ્ઘનિશ્ચયરૂપ છે એમ સમ્મતિગ્રન્થમાં કહ્યું છે. (માત્ર એકાંત માન્યતા ધરાવવાથી એ નિશ્ચયનય દુર્નયરૂપ બને છે.)
(૩) તથા દ્રવ્યની... તથા દ્રવ્યની જે નિર્મળપરિણતિ અર્થાત્ બાહ્ય દેખાવ-ક્રિયા વગેરેથી નિરપેક્ષ એવો આંતરિક પરિણામ એ પણ નિશ્ચયનયનો અર્થ જાણવો... અધ્યાત્મનયના ભેદરૂપ હોવાથી આ નિશ્ચય-વ્યવહા૨ સંસારી જીવની અપેક્ષાએ છે... ધર્માસ્તિકાયાદિ કે સિદ્ધાત્માની અપેક્ષાએ નથી... એટલે અહીં દ્રવ્ય તરીકે સંસારી જીવ લેવાનો છે... એ બાહ્યદૃષ્ટિએ ભલે ગમે તે પ્રવૃત્તિ કરતો હોય... નિશ્ચયનય એ બાહ્યપ્રવૃત્તિની અપેક્ષા રાખ્યા વિના એને જોયા વિના એનાથી નિરપેક્ષપણે, અંદરની નિર્મળ પરિણતિને જ જુએ છે... જેમકે “આત્મા સામાયિક છે... આત્મા જ સામાયિકનો અર્થ પદાર્થ છે...” આવું જણાવના૨ સૂત્ર... આનો અર્થ છે. સમતામય આત્મા એ જ સામાયિક છે... અર્થાત્ બાહ્ય આલયવિહારાદિ ક્રિયા એ સામાયિક ચારિત્રરૂપ નથી.. પણ આંતરિક સમતામય આત્મપરિણામ એ સામાયિક ચારિત્રરૂપ છે... એટલે ક્યારેક બાહ્યક્રિયા ન હોય, વિપરીત હોય, પણ અંદર સમતામય પરિણામ હોય તો નિશ્ચયનય સામાયિક ચારિત્ર વગેરેની વિદ્યમાનતા કહેશે જ. જેમકે પૃથ્વીચન્દ્ર-ગુણસાગરના દૃષ્ટાન્તમાં તથા રાજા અને મહાત્માના દૃષ્ટાન્તમાં... ‘જો મારો પતિ રાજા બ્રહ્મચારી હોય તો હે નદી ! મને માર્ગ કરી દે...' પાછા ફરતી વખતે ‘જો મારા દીયર મહારાજ ઉપવાસી હોય તો હે નદી ! મને માર્ગ કરી દે...' રાણીના આ બન્ને વાક્યોને તત્રસ્થ દેવતાએ નિશ્ચયની દૃષ્ટિએ સત્યરૂપે સ્વીકારી જતી-આવતી બન્ને વખતે માર્ગ કરી આપ્યો... આવાં અન્ય પણ દૃષ્ટાન્તો જાણવા. અહીં નિશ્ચયના ભેદરૂપે આ ત્રણ વાતો કહી છે... એમાં વિષયભેદે વિષયીભેદ... એમ સમજીને આ ત્રણ ભેદ જાણવા...
–
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org