________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૨
૨૯૩ જે ઘણી વ્યક્તિનો અભેદ દેખાડિઇ, તે પણિ નિશ્ચયનયાર્થ જાણવો. જિમ “ને માથા” ઇત્યાદિ સૂત્ર. વેદાદર્શન પણિ શુદ્ધસંગ્રહનયાદેશરૂપ શુદ્ધનિશ્ચયાર્થ સમ્મતિ ગ્રંથઈ એટલે બાહ્ય પદાર્થની ઉપમા દ્વારા આંતરિક પરિણતિ સમજાવવામાં આવે છે. જેમકે જ્ઞાનસાર અષ્ટકના વીસમા સર્વસમૃદ્ધિ અષ્ટકમાં મુનિની આભ્યન્તર સમૃદ્ધિ આ રીતે જણાવી છે - બાહ્ય જગત્માં જેમ ઈન્દ્ર, ચક્રવર્તી વગેરે નરેન્દ્રો કરતાં પણ ઘણી ઉચ્ચ કક્ષાની સમૃદ્ધિવાળો છે ને તેથી સદા સુખમાં મગ્ન હોય છે. એમ આભ્યન્તર જગત્માં મુનિ પણ ઈન્દ્રની જેમ અત્યંત ઉચ્ચ સમૃદ્ધિવાળા હોય છે ને તેથી હંમેશા સુખમાં રમમાણ હોય છે. ઈન્દ્રની મુખ્ય સમૃદ્ધિ તરીકે નંદનવન છે, દંભોલિ = વજ છે, શચી = ઇન્દ્રાણી છે અને મહાવિમાન છે. તો મુનિ પાસે શું છે ? સમાધિ એ નંદનવન છે. નંદનવનમાં સદા ખુશનુમા વાતાવરણ હોય. ઉકળાટનો અંશ પણ ક્યારેય પણ ન હોય. સમાધિમાં રહેનારને, બાહ્ય પરિસ્થિતિમાં ભલે ને આસમાની સુલતાની થઈ જાય.. ઉકળાટનું નામનિશાન નથી હોતું. તેવી સમાધિ એ નંદનવન છે. વજ એ ઈન્દ્રનું એવું શસ્ત્ર છે કે કોઈ શત્રુ એની સામે ફાવી શકતો નથી... અને તેથી ઈન્દ્રને હમેશા નિર્ભયતાનું સુખ હોય છે. મુનિ પાસે ધૈર્ય એવું વજરૂપ શસ્ત્ર છે કે ગમે તેવી ઉપસર્ગો કે પરીષહોની ફોજ ઉતરી પડે તો પણ મુનિ એ બધા પર વિજય મેળવે છે. અને તેથી, માનવીય કે અમાનવીય આપત્તિઓ સામે રક્ષા કરવાનું બાહ્ય કોઈ સાધન પોતાની પાસે ન હોવા છતાં આ એક ધર્ય માત્રના સાથથી મુનિ હમેશા નિર્ભય હોય છે. ઈન્દ્રને પત્ની તરીકે અત્યંત પ્રેમાળ ઇન્દ્રાણી હોય છે... સાધુને સમતા, એ ક્યારેય દગો ન દેનાર.... ને હમેશા પ્રેમ અને સુખ આપનાર પત્ની છે. જ્ઞાનસારાષ્ટકમાં જ ત્યાગાષ્ટકમાં કહ્યું છે કે તા ને સમલૈવૈl... ઇન્દ્રને મહા-વિરાટ વિમાન હોય છે. જ્યાં વિચરવું હોય ત્યાં વિચરી શકે. મુનિ પાસે પણ જ્ઞાનરૂપી મહાવિમાન છે... કર્મ, આચાર, યોગ, પ્રકરણ વગેરે ઢગલાબંધ એના વિવિધ પ્રદેશો છે. જ્યાં વિચરવું હોય ત્યાં વિચરતા રહેવાનું.. ને આનંદ માણ્યા કરવાનો.. આમ નંદનવન વગેરે બાહ્યપદાર્થોની ઉપમા દ્વારા સમાધિ વગેરે આવ્યંતર પરિણતિઓને ઓળખવી-ઓળખાવવી એ નિશ્ચયનો પ્રથમ ભેદ છે. શ્રી પુંડરીક અધ્યયન વગેરેના અર્થની પણ આ રીતે ભાવના કરવી...
(૨) જે ઘણી. જે ઘણી વ્યક્તિનો અભેદ જણાવે છે પણ નિશ્ચયનયનો અર્થ જાણવો... જેમકે ને માયા ઈત્યાદિસૂત્ર... (અહીં પણ પૂર્વમુદ્રણોમાં અને એના વિવેચનોમાં જો ગાય આવો પાઠ અને તદનુસાર વિવેચન છપાયેલા છે. સર્વ આત્માઓનો અભેદ દર્શાવનાર એને માયા... આ સૂત્ર શ્રી જૈનશાસનમાં અત્યંત પ્રચલિત છે. ઠાણાંગજીનું આ સૂત્ર છે. સર્વ આત્માઓનો અભેદ જણાવવાના પ્રસ્તાવમાં, “જો માયા ઇત્યાદિ સૂત્ર” આવો પાઠ મળે તો “એ અશુદ્ધ પાઠ છે. એ માયા આવું સૂત્ર આ જ અભેદને જણાવનાર હોવાથી એ જ પાઠ અહીં હોવો જોઈએ આટલી પણ ફુરણા સંપાદકોને ને વિવેચનકારોને ન થાય એ સખેદ આશ્ચર્ય ઉપજાવનારી બિના છે અને પછી “આ વેદાંતદર્શનનું સૂત્ર છે.. વગેરે રૂપે પદાર્થની જે કદર્થના થાય છે તે અસહ્ય છે... અસ્તુ.) મેરો માયા... આ સૂત્ર જણાવે છે કે એક જ આત્મા છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org