________________
ઢાળ-૮ : ગાથા-૨૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
અભ્યન્તરતા બાહ્યનઇ રે, જે બહુવિગત અભેદ । નિર્મળ પરિણતિ દ્રવ્યની રે, એ સવિ નિશ્ચય ભેદ રે II પ્રાણી૦ | ૮-૨૨॥ ટબો : જે બાહ્યઅર્થનઇ ઉપચારઇ અત્યંતરપણું કરિó તે નિશ્ચયનયનો અર્થ જાણવો.
यथा
૨૯૨
‘બન્નેની વિષયતા એકસરખી હશે કે જુદા-જુદા પ્રકારની?” આવી શંકાને સ્થાન જ ન રહેવાથી ‘એ બન્ને ભિન્ન હોય છે, આ વાત અનુભવ સિદ્ધ છે... જેમકે પ્રકારતાદિ વિષયતા' આવા બધા નિરૂપણની જરૂર જ ન રહેત. વ્યવહારનો વિષય પણ તત્ત્વભૂત છે, એટલે શંકા પડી શકે છે કે બન્ને તત્ત્વાર્થગ્રાહી છે, તો શું બન્નેની વિષયતા એક સરખી હશે ? અને આ શંકા પડી શકે છે, માટે એનું નિર્મૂલન કરવા પ્રસ્તુત ગ્રન્થાધિકાર આવશ્યક બને છે... આ વાતને ખૂબ ઊંડાણપૂર્વક સહૃદયતાથી વિચારવા બધાને ભલામણ છે.
समाधिर्नन्दनं धैर्यं, दम्भोलिः समता शची ।
જ્ઞાનં મહાવિમાનં ત્ર, વાસવશ્રીયિં મુનેઃ ।। ત્યાદિ 1 श्री पुण्डरीकाध्ययनाद्यर्थोप्येवं भावनीयः
॥
અહીં ટબામાં ‘જિમ સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક...' આમ જે પાઠ મુદ્રણોમાં મળે છે તેના સ્થાને ‘જિમ સવિકલ્પકજ્ઞાનનિરૂપિત પ્રકારતાદિક...' આવો પાઠ જોઈએ... કારણ કે પ્રકારતા વગેરે જ્ઞાનનિષ્ઠ નથી હોતી, પણ જ્ઞાનનિરૂપિત હોય છે. એક મુદ્રણમાં ‘પ્રકારિતા' છપાયું છે. એ જ્ઞાનનિષ્ઠ હોય છે... પણ એ વિષયતારૂપ નથી હોતી... માટે એની અહીં વાત ન હોવાથી એ પણ અશુદ્ધ પાઠ જાણવો. અશુદ્ધ પાઠને પકડી રાખીને પદાર્થની કદર્થના કરવી એ ઇચ્છનીય
નથી. ॥ ૧૨૯ ||
ગાથાર્થ : બાહ્યના ઉપચારે જે આભ્યન્તરતા જોવી, બહુવ્યક્તિનો અભેદ જોવો અને દ્રવ્યની નિર્મળ પરિણતિ જોવી... આ બધું નિશ્ચયના ભેદ છે. ॥ ૮-૨૨ ॥
વિવેચન : લોકાભિમત અર્થ એ વ્યવહારનો વિષય છે અને લોકાતિક્રાન્ત અર્થ એ નિશ્ચયનો વિષય છે... આ આપણે જોઈ ગયા... હવે, આ વિષયો તરીકે શું શું આવે એની વાત ગ્રન્થકાર કરી રહ્યા છે. એમાં પહેલાં નિશ્ચયનો વિષય આ ગાથા દ્વારા દેખાડે છે. (૧) જે બાહ્યઅર્થનઇ... અહીં ટબામાં જે' આવો જે શબ્દ રહેલો છે તેનો અન્વય બાહ્યઅર્થની સાથે નથી (એટલે કે જે બાહ્યપદાર્થો... આ રીતે અર્થ નથી) પણ ‘કરિઇ’ એવું જે ક્રિયાપદ છે એની સાથે છે. તેથી અર્થ આવો છે... બાહ્ય પદાર્થોનો ઉપચાર કરીને = બાહ્ય પદાર્થોની ઉપમા આપીને અત્યંત૨૫ણું આંતરિક પરિણતિને જે કરવી તે નિશ્ચયનયનો અર્થ જાણવો... અર્થાત્ બાહ્ય પદાર્થની ઉપમા દ્વારા આંતરિક પરિણિતને પિછાણવી એ નિશ્ચયનય છે. આશય એ છે કે નિશ્ચયનયનો જે વિષય છે તે લોકાતિક્રાન્ત છે... છદ્મસ્થ એવા લોકના વિષયભૂત નથી... એટલે એ વિષયને સમજાવવો શી રીતે? બાળકને બાળકની ભાષામાં જ સમજાવાય... એ ન્યાયે બાહ્ય પદાર્થોને જ પિછાણનાર લોકને બાહ્ય પદાર્થની ભાષામાં જ પ્રતિપાદ્ય પદાર્થ સમજાવવો પડે છે.
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org