________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧
૨૯૧ કરે છે કે વ્યવહારનો વિષય પણ તત્ત્વભૂત અર્થ જ છે. તે આ રીતે - ટબાની આ પંક્તિમાં નિશ્ચયના વિષયની વાત હોવાથી અર્થ' શબ્દ જે રહેલો છે એનો અર્થ “તત્ત્વભૂત અર્થ છે, એ સ્પષ્ટ છે. હવે એનું વિશેષણ ગ્રન્થકારે “લોકાતિક્રાન્ત’ એવું વાપર્યું છે. એટલે આ વિશેષણ સૂચવે જ છે કે લોકાભિમત એવો પણ તત્ત્વભૂત અર્થ હોવો જોઈએ, તથા એ વ્યવહારનો વિષય હોવો જોઈએ અને એનો વ્યવચ્છેદ કરવા માટે નિશ્ચયના વિષયભૂત અર્થનું લોકાતિક્રાન્ત' એવું વિશેષણ છે.
આ બધી ચર્ચાનો સાર એ છે કે - લોકાભિમત તત્ત્વાર્થગ્રાહી નય એ વ્યવહારનય. લોકાતિકાન્ત તત્ત્વાર્થગ્રાહી નય એ નિશ્ચયનય.. ઉભય (સકલ) તત્ત્વાર્થગ્રાહી બોધ એ પ્રમાણ.
આમ, નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા ભિન્ન છે, એ સ્પષ્ટ છે. વળી આ વાત અનુભવસિદ્ધ પણ છે. આશય એ છે કે આંતરિક પરિણતિયુક્ત બાહ્યસ્વરૂપને પ્રમાણ સ્વીકારે છે. (દા.ત. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયપશામજન્ય પરિણતિયુક્ત આલયવિહારાદિ ક્રિયા-સાધુવેશ એ સાધુતા છે. આવો બોધ એ પ્રમાણ છે. એમ, પ્રમત્તયોત્ પ્રાગટ્યપરોપvi હિંસા... આ પ્રમાણવાક્ય છે. તે આ રીતે- પ્રમત્તયોનો હિંસા આ નિશ્ચયવાક્ય છે. પ્રણવ્યપરોપાં હિંસા આ વ્યવહારવાક્ય છે. એટલે “પ્રમત્તયોગપૂર્વકનું પ્રાણવ્યપરોપણ એ હિંસા આ વાક્યમાં એ બંને નયવાક્યોનો સમાવેશ હોવાથી એ પ્રમાણવાક્ય છે.) આમાં જે વિશેષાંશ છે એ નિશ્ચયનો વિષય છે અને જે વિશેષાંશ છે એ વ્યવહારનો વિષય છે. આ બન્નેમાં રહેલી વિષયતાઓ અલગ-અલગ હોય છે, એ આવો પ્રમાણભૂત બોધ કરતી વખતે અનુભવાય છે જ એટલે કે એ અનુભવસિદ્ધ છે. જેમ, અન્યવાદી = તૈયાયિક વગેરે સવિકલ્પક જ્ઞાનની પ્રકારતાદિક વિષયતાને ભિન્ન માને છે, તેમ. આશય એ છે કે વિશેષણયુક્ત વિશેષ્યનું જ્ઞાન એ સવિકલ્પક જ્ઞાન કહેવાય છે. એમાં, વિશેષણરૂપ વિષયમાં રહેલી વિષયતા પ્રકારતા (કે વિશેષણતા) કહેવાય છે અને વિશેષ્યરૂપ વિષયમાં રહેલી વિષયતા વિશેષતા કહેવાય છે. આ બન્ને વિષયતાઓ જુદી જુદી હોય છે એમ તૈયાયિક વગેરે કહે છે...
ગ્રન્થકાર કહે છે કે એ જ રીતે નિશ્ચયગ્રાહ્ય વિષયમાં રહેલી વિષયતા કે જે ઉપર જણાવ્યા મુજબ પ્રમાણજ્ઞાનનિરૂપિત પ્રકારતારૂપ છે તે અને વ્યવહારગ્રાહ્ય વિષયમાં રહેલી વિષયતા (કે જે વિશેષ્યનારૂપ છે તે) અલગ-અલગ હોય છે, આ વાત અનુભવસિદ્ધ છે..
ઇમ હૃદયમાં હિ વિચારવું ગ્રન્થકાર સૂચન કરે છે કે આ વાતો હૃદયમાં વિચારવી... એટલે કે પૂરા ઉપયોગપૂર્વક-ઊંડાણથી વિચાર કરવાથી જ આ વાતો સમજાય એવી છે, માટે એ રીતે વિચારવી.
આ બન્ને નયની વિષયતા ભિન્ન છે આ વાતને સદષ્ટાંત સ્પષ્ટરૂપે ગ્રન્થકારે જે જણાવી છે એનાથી પણ સૂચિત થાય છે કે વ્યવહારનો વિષય પણ તત્ત્વભૂત છે જ. નહીંતર = એનો વિષય જો અતત્ત્વભૂત હોત તો બન્નેના વિષય જ સાવ ભિન્ન પૂર્વ-પશ્ચિમ જેવા બની જવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org