________________
૨૯૦
ઢાળ-૮ : ગાથા-૨૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વ્યવહાર પણ અધ્યાત્મના અંશભૂત છે જ. ને જો એ અંશભૂત છે. તો તત્ત્વભૂત શા માટે નહીં? અર્થાત્ વ્યવહારગ્રાહ્ય અર્થ પણ તત્ત્વભૂત છે જ.
અરે ! બીજી બધી વાત જવા દો. વ્યવહારગ્રાહ્ય અર્થ જો તત્ત્વભૂત ન હોય તો શ્રી જૈનશાસનમાં શાસ્ત્રોમાં હજારો શ્લોક પ્રમાણ એનું જે વર્ણન છે. જે સૂક્ષ્મ-સૂક્ષ્મતર કાળજીઓ બતાવેલી છે... વેશના માપ સુદ્ધાં દર્શાવેલા છે અને એમાં ગરબડ કરનારને પ્રાયશ્ચિત્તાદિ દર્શાવેલા છે. આ બધું હોત નહીં. અતત્ત્વભૂત અર્થને મહત્ત્વ આપવાનું હોય જ નહીં એ નિઃશંક છે.
શંકા : વ્યવહારમાન્ય અર્થ પણ તત્ત્વભૂત છે. એ વાત તો ચાલો સ્વીકારીએ. ને તેથી નિશ્ચય આ અંશનું ગ્રહણ કરતો ન હોવાથી એકદેશ તત્ત્વાર્થગ્રાહી છે. અંશજ્ઞાનરૂપ છે. પ્રમાણ આ અંશનું પણ ગ્રહણ કરનાર હોવાથી સકલતત્ત્વાર્થગ્રાહી છે. પૂર્ણજ્ઞાનરૂપ છે. આ નિશ્ચય અને પ્રમાણ વચ્ચેનો ભેદ પણ સ્વીકારીએ... પણ એક પ્રશ્ન હવે એ ઊભો થાય છે કે જો વ્યવહારમાન્ય અર્થ પણ તત્ત્વભૂત છે, તો ભાષ્યમાં તત્ત્વાર્થગ્રાહી નો નિશ્ચય , તોfમમતાર્થગ્રાહી વ્યવહાર: આવી વ્યાખ્યા કેમ આપી ?
સમાધાન : પદાર્થના બે સ્વરૂપ છે. એક બાહ્ય અને બીજું આંતરિક. આ બન્ને એકબીજાને અનુરૂપ પણ હોઈ શકે છે ને વિપરીતરૂપ પણ હોઈ શકે છે. તથા આ બન્ને એકદેશતત્ત્વભૂત છે. બન્ને ભેગા થવા પર સકલતત્ત્વભૂત અર્થ મળે છે. આમાંથી વ્યવહારનય પ્રધાનપણે બાહ્યસ્વરૂપને અને નિશ્ચયનય પ્રધાનપણે આંતરિક સ્વરૂપને જુએ છે. પ્રમાણ બન્નેને જુએ છે. (આ વાત મુખ્યતયા સંસારીજીવને જ લાગુ પડે છે. બાકીના પદાર્થો-ધર્માસ્તિકાયાદિ તેમજ સિદ્ધાત્મા.. આ બધાનું એક જ સ્વરૂપ હોય છે. બાહ્ય... આશ્વેતર... આવા બે અલગઅલગ સ્વરૂપ હોતા નથી. માટે તો દેવસેનાચાર્યે આ નિશ્ચય અને વ્યવહારનયને આધ્યાત્મિકનય = આત્મવિષયકનય તરીકે કહ્યા છે.).
લોક છદ્મસ્થ છે.. એ બાહ્યસ્વરૂપને જ જોઈ શકે છે. આંતરિક પરિણતિનો નિર્કાન્ત નિશ્ચય લગભગ કરી શક્તો નથી. એટલે તત્ત્વભૂત અર્થનો એક અંશ કે જે વ્યવહારનો વિષય છે તે લોકાભિમત બને છે. એટલે વ્યવહારની વ્યાખ્યા આવી કરી કે લોકાભિમતાર્થગ્રાહી નય એ વ્યવહારનય.... પણ એનો અર્થ તો આ જ છે કે લોકાભિમત જે તત્ત્વભૂત અર્થ, તેના ગ્રાહક નય એ વ્યવહારનય. વ્યવહારગ્રાહ્ય અર્થ આમ નિશ્ચિત થઈ ગયો એટલે બાકી રહેલ તત્ત્વભૂત અર્થ નિશ્ચયગ્રાહ્ય છે એમ સમજી શકાય છે. માટે એની વ્યાખ્યા તરીકે તત્ત્વાર્થગ્રાહીનો નિશ્ચય એટલું જ કહ્યું.... ગોબલીવર્દ ન્યાયે આ તત્ત્વભૂત અર્થ તરીકે આંતરિક પરિણતિ નિશ્ચિત થઈ જાય છે. કારણ કે બાહ્ય સ્વરૂપનો તો વ્યવહારના વિષય તરીકે ઉલ્લેખ થયેલો જ છે. બાકી, વ્યવહારની વ્યાખ્યામાં પણ “તત્ત્વાર્થગ્રાહી નય એ વ્યવહારનય' આમ જ કહેવામાં આવે તો બન્નેની વ્યાખ્યા એક જ થઈ જવાથી વાસ્તવિક નિર્ણય અશક્ય જ બની જાય.
આગળ આ જ ઢાળની બાવીશમી ગાથાના ટબામાં (પૃ. ર૯૪) ગ્રન્થકારે “ઇમ જે જે રીતિ લોકાતિક્રાન્ત અર્થ પામિઈ તે તે નિશ્ચયનયનો ભેદ થાઈ...” આવું જ કહ્યું છે તે પણ આ સૂચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org