________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧
૨૮૯ લજ્જાળુ જીવને પરિણતિમાં સ્થિર કરી શકે છે. આવા બધા અનેક ઉપકારો શાસ્ત્રોમાં જણાવેલા જ છે...
શંકા : પણ બધાના સાધુવેશાદિ સ્વ-પર ઉપકાર કરે જ છે એવો નિયમ નથી. અર્થાત્ એ અનેકાન્તિક છે.
સમાધાન : બધા જ દંડ ઘટોત્પત્તિમાં ઉપકાર કરે જ છે એવું નથી.... ચક્રાદિથી અસહકૃત દંડ કે પ્રતિબંધકથી સહકૃત દંડ ઘટોત્પત્તિમાં ઉપકાર કરી શકતો નથી. પણ એટલા માત્રથી એને અને કાન્તિક કે અકારણ કહી શકાય નહીં.. નહીંતર કોઈપણ કુંભારે દંડની અપેક્ષા રાખવી ન જ જોઈએ. આવું જ પ્રસ્તુતમાં સાધુવેશાદિ અંગે જાણવું જોઈએ.
શંકા : જે “સત્' હોય તે દરેક પદાર્થ અર્થક્રિયાકારી હોય જ છે. એટલે સાધુવેશાદિ વંદનાદિપ્રતિપત્તિરૂપ સ્વકાર્ય કરે જ. પણ પ્રસ્તુતમાં અધ્યાત્મનયની વાત ચાલે છે. એટલે અધ્યાત્મની અપેક્ષાએ અર્થક્રિયાકારિત્વનો વિચાર કરવો જોઈએ. તેથી અધ્યાત્મ શું છે ? સાધુવેશઆલયવિહારાદિક્રિયા વગેરે રૂપ બાહ્યચારિત્રનો એની સાથે શું સંબંધ છે ? વગેરે ના વિચારવું જોઈએ?
સમાધાન : આ રીતે વિચાર કરીએ તો પણ, વ્યવહારગ્રાહ્ય અર્થ પણ તત્ત્વભૂત સાબિત થઈ જ શકે છે. તે આ રીતે- અધ્યાત્મ = મોક્ષના કારણભૂત આત્મોત્થાન.... એવો અર્થ અહીં લઈ શકાય છે. ને એ મુખ્યતયા જિનવચનરૂપ કે જિનવચનોથી પ્રતિપાદિત ચારિત્ર = સાધુતારૂપ છે. ચિનોક્ત તે માર્ગ (આજ્ઞારૂપ તે માર્ગ) નિશ્ચય-વ્યવહાર ઉભયરૂપ છે. એમાં વ્યવહાર એ દ્રવ્ય છે, અર્થાત્ નિશ્ચયનું કારણ છે... અને નિશ્ચય = પરિણતિ એ વ્યવહારનું કાર્ય છે. અને કર્મનિર્જરાનું-મોક્ષનું કારણ છે. આ વાસ્તવિકતાનો વિચાર બે રીતે થઈ શકે છે. (૧) નિશ્ચય એ મોક્ષનું અનંતર કારણ છે અને વ્યવહાર એ પરંપર કારણ છે. એટલે આ રીતે વિચારતાં નિશ્ચય મુખ્ય બને છે અને વ્યવહાર એની અપેક્ષાએ ગૌણ બને છે. (૨) વ્યવહાર એ નિશ્ચય દ્વારા મોક્ષનું કારણ છે. અર્થાત્ વ્યવહાર એ દ્વારી (વ્યાપારી) છે અને નિશ્ચય એ દ્વાર (વ્યાપાર) છે. આ રીતે વિચારીએ તો વ્યવહાર મુખ્ય છે અને નિશ્ચય ગૌણ છે. જેમ વ્યાપારી દંડ એ મુખ્ય છે (કારણ તરીકે વ્યવહારાય છે) અને વ્યાપાર ચક્રભ્રમણ ગૌણ છે. ઘડાની કારણસામગ્રીના ઉલ્લેખમાં સામાન્ય રીતે દંડનો ઉલ્લેખ થાય છે, ચક્રભ્રમણનો નહીં. માટે દંડ મુખ્ય છે. એમ પ્રસ્તુતમાં વ્યવહાર મુખ્ય છે.
બીજી રીતે કહીએ તો જિનવચનો એ મોક્ષમાર્ગ છે. આ જિનવચનો સૂત્ર-અર્થ-ઉભયરૂપ છે. એમાં અર્થમાં વિશ્વનું યથાર્થસ્વરૂપ આવે છે... આ યથાર્થ સ્વરૂપમાં કેટલુંક માત્ર શેય અને શ્રદ્ધેય છે.... કેટલુંક હેય છે... કેટલુંક ઉપાદેય છે. એમાં કષાયો વગેરે જેમ હેય છે એમ અજયણા વગેરે પણ હેય છે જ. ઉપશાંત પરિણતિ જેમ ઉપાય છે એમ સાધુવેશ-આલયવિહારાદિક્રિયા પણ ઉપાદેય છે જ. આમ અધ્યાત્મમાં નિશ્ચય અને વ્યવહાર બને આવે જ છે. મોક્ષનું કારણ બનનાર વાસ્તવિક નિશ્ચય પણ તો જ પ્રાપ્ત થાય છે જો વ્યવહારમાર્ગ પણ માન્ય હોય. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org