________________
ઢાળ-૮ : ગાથા-૨૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લોકાભિમત તે વ્યવહારપ્રસિદ્ધ. યદ્યપિ પ્રમાણે તત્ત્વાર્થગ્રાહી છઇ, તથાપિ પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી, નિશ્ચયનય એકદેશ તત્ત્વાર્થગ્રાહી, “અંશ જ્ઞાન ન નિષ્ઠ” એ ભેદ જાણવા. નિશ્ચયનયની વિષયતા
અનઇ વ્યવહારનયની વિષયતા જ અનુભવ સિદ્ધ ભિન્ન છઇ, જિમ-સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક અન્યવાદી ભિન્ન માનઇ છઇ. ઇમ, હૃદયમાંહિ વિચારવું. ૮-૨૧૫
૨૮૬
જે નય લોકને અભિમત પદાર્થનો ગ્રાહક છે તે વ્યવહારનય છે. આમાં લોકને અભિમત એટલે વ્યવહારપ્રસિદ્ધ અર્થ. લોક છદ્મસ્થ છે... એ આંતરિક પરિણતિને શું જાણી શકે ? એટલે એ તો બાહ્ય વેશાદિ આધારે જ વ્યવહાર કરે છે. અને તેથી લોકમાં પ્રસિદ્ધિ પણ એવા જ પદાર્થની થાય છે. જેમકે સાધુવેશ હોય... સાધુજનોચિત ક્રિયાઓ હોય... એ સાધુતા.
જો કે પ્રમાણ પણ તત્ત્વાર્થગ્રાહી છે... તો પણ પ્રમાણ એ સકલતત્ત્વાર્થગ્રાહી છે અને નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી છે... અર્થાત્ એ (એકદેશ=) અંશજ્ઞાનરૂપ છે. ન નિષ્ઠ નહીં કે પૂર્ણજ્ઞાનરૂપ. (પ્રાપ્ત મુદ્રણોમાં ‘અંશ જ્ઞાન ન નિષ્ઠ' ટબાની આટલી પંક્તિને અન્યત્ર સ્થાન અપાયેલું છે, પણ એ પંક્તિ અહીં જોઈએ એમ લાગે છે... કારણ કે અહીં એનો અર્થ બંધબેસતો થાય છે. તથા મુદ્રણોમાં એ જે આ રીતે છપાયેલી છે કે - નિશ્ચયનયની વિષયતા અનઈ વ્યવહારનયની વિષયતા જ અનુભવસિદ્ધ ભિન્ન છઇ, ‘અંશ જ્ઞાન ન નિષ્ઠ’ જિમ-સવિકલ્પજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક અન્યવાદી ભિન્ન માનતું છતું... આમાં નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા ભિન્ન છે એ વાતમાં જિમ... કહીને સવિકલ્પ જ્ઞાનનિષ્ઠ પ્રકારતા વગેરેનું દૃષ્ટાન્ત આપ્યું છે. એટલે દાન્તિક અને દૃષ્ટાન્તની વચમાં ઘુસી ગયેલું આ વાક્ય ત્યાં તો ન જ હોવું જોઈએ એમ નિઃશંકપણે જણાય છે. વળી નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી... આટલી પંક્તિ સાથે અંશજ્ઞાન ન નિષ્ઠ... આટલી પંક્તિનો અર્થ બેસી પણ જાય છે... માટે એટલી પંક્તિ નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી આટલી પંક્તિ પછી તરત હોવી જોઈએ... એમ કલ્પના કરીને આ અર્થ લખ્યો છે.) એટલે પ્રમાણ અને નિશ્ચયનયનો આ ભેદ થયો કે પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી છે અને નિશ્ચય એકદેશતત્ત્વાર્થગ્રાહી છે.
શંકા : તત્ત્વભૂત અર્થનો બીજો કયો દેશ-અંશ છે ? જેને નિશ્ચય ગ્રહણ નથી કરતો ને પ્રમાણ ગ્રહણ કરે છે... અર્થાત્ તત્ત્વાર્થના નિશ્ચયગ્રાહ્ય અંશમાં એવો બીજો કયો અંશ ઉમેરવાથી તત્ત્વાર્થ સંપૂર્ણ બને ને એ પ્રમાણનો વિષય બને ?
સમાધાન ઃ આમાં પૂછવાનું શું છે ? જે વ્યવહારગ્રાહ્ય અંશ છે તે આ બીજો દેશ છે... શંકા : આનો અર્થ એ થયો કે વ્યવહાર પણ તત્ત્વભૂત અર્થનું જ ગ્રહણ કરનાર છે.. સમાધાન : હા, બરાબર... વ્યવહાર પણ તત્ત્વાર્થગ્રાહી છે જ.
શંકા : હેં ? એટલે તમે સાધુવેશ - આલયવિહારાદિ ક્રિયા કે જેને વ્યવહાર સાધુતારૂપે જુએ છે એને તત્ત્વભૂત અર્થ માનો છો ?
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org