________________
૨૮૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧ માંહોમાંહિ છઈ જ. ફલથી સત્યપણું તો સમ્યગદર્શન યોગઈ જ છઇ.’ ૮-૨all તિeઈ ભાષ્યઈ ભાસિઉં રે, આદરિઇ નિરધાર | તત્ત્વ અરથ નિશ્ચય ગ્રહઈ રે, જન અભિમત વ્યવહાર રે ! પ્રાણીe l૮-૨૧
તે માટો નિશ્ચય વ્યવહારનું લક્ષણ ભાષઈ = વિશેષાવશ્યકઈ કહિઉં તિમ નિરધારો. તત્ત્વાર્થપ્રાદી નો નિશ્ચય:, નોfમમતાર્થી વ્યવહાર: તત્ત્વ અર્થ તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. કરે છે. સાધુવેશને સાધુતા માનવી એ વાત ગલત છે, કારણ કે પ્રતિસમય અસંખ્યગુણ નિર્જરા વગેરે રૂપ કાર્ય કરનાર નથી. વ્યવહારનય એમ કહે છે કે સાધુવેશ વગેરેમાં સાધુતા માનવી એ જ વાત સાચી છે, કારણ કે એ જ વંદનાદિ પ્રતિપત્તિરૂપ (બીજાઓ દ્વારા વંદન થવું વગેરે રૂ૫) સ્વકાર્ય કરે છે. આંતરિક પરિણતિને સાધુતા માનવી એ વાત ગલત છે, કારણ કે વંદનાદિપ્રતિપત્તિરૂપ સ્વિકાર્ય કરનાર નથી.
“ફળથી સત્યપણું તો સમ્યગદર્શનયોગઈ જ છઈ ફળથી સત્યપણું = જેમાં પરિપૂર્ણ ફળ - સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વ હોય એને જ તે તે પદાર્થરૂપે માનવું-કહેવું એ સત્ય... આવું સત્યપણું તો બધા નયોના સમ્યમ્ યોગે જ સંભવે છે. એટલે કે બધા નયોને યોગ્ય રીતે ભેગા કરવાથી જ સંભવે છે. જેમકે સાધુતાના વિચાર અંગે-વંદનાદિપ્રતિપત્તિ વગેરે અને અસંખ્યગુણનિર્જરા વગેરે. આ પરિપૂર્ણ ફળ છે... નિશ્ચય અને વ્યવહાર બન્ને ભેગા થાય તો જ એ સંભવે છે એ વાત સ્પષ્ટ છે. અહીં “સમ્યગદર્શન યોગઈ” આવો ટબામાં જે શબ્દ છે તેમાં ‘દર્શન' શબ્દ લહિયાની ભૂલ વગેરેથી વધારાનો આવી ગયો લાગે છે. અથવા એ શબ્દ રાખીએ તો સમ્યગુદર્શનના યોગે... એટલે કે સમ્યગ્દર્શન જો ભેગું ભળ્યું હોય તો એ કોઈપણ નયનો એકાન્ત આગ્રહ પકડવા દેતું નથી. બધા નયોનો યથાસ્થાન વિનિયોગ કરાવે છે. માટે, પરિપૂર્ણ ફળ જે આપે એ ફળથી સત્ય... આવું ફળથી સત્યપણું સમ્યગ્દર્શનના યોગે સંભવે છે. તે ૧૨૮ /
ગાથાર્થ : તેથી ભાષ્યમાં જે કહ્યું છે તેનો નિશ્ચય કરીને અવશ્ય આદરીએ. નિશ્ચય તત્ત્વભૂત અર્થને ગ્રહણ કરે છે. વ્યવહાર લોકાભિમત અર્થને ગ્રહણ કરે છે. | ૮-૨૧ ||
વિવેચન : જેમાં ઉપચાર છે તે વ્યવહાર અને જેમાં ઉપચાર નથી તે નિશ્ચય. આવું લક્ષણ યોગ્ય નથી એ આપણે જોઈ ગયા. તો કેવું લક્ષણ ઉચિત-નિર્દોષ કહેવાય ? એવી જિજ્ઞાસાને સંતોષવા માટે ગ્રન્થકાર કહે છેતે માટઇ. તેથી નિશ્ચય-વ્યવહારનું લક્ષણ ભાગમાં = વિશેષાવશ્યક ભાષ્યમાં જેવું કહ્યું છે તે નિશ્ચયપૂર્વક માનવું જોઈએ. ત્યાં કહ્યું છે કે... તત્ત્વભૂત અર્થને ગ્રહણ કરનાર જે નય છે તે નિશ્ચયનય છે. આમાં તત્ત્વભૂત અર્થ એટલે યુક્તિસિદ્ધ અર્થ... જે પદાર્થ તર્કથી સિદ્ધ થતો હોય... ને તેથી એને એ અર્થરૂપે આપણું દિલ સ્વીકારે... દિલ એમાં સંમત થાય કે આ પદાર્થ આવો જ હોય... આવા અર્થને તત્ત્વભૂત અર્થ કહેવાય છે. એનો ગ્રાહકનય એ નિશ્ચયનય.... જેમકે પ્રત્યાખ્યાનાવરણ કક્ષાના રાગ-દ્વેષ ઊઠે જ નહીં એવી પરિણતિ એ સાધુતા (સંયમ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org