________________
૨૮૪
ઢાળ-૮ : ગાથા-૨૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ થાઇ, માર-ગ્રંથઈ ઈમ પ્રસિદ્ધ છ0, “સ્વસ્વાર્થ સત્યપણાનો અભિમાન તો સર્વનયનઈ
જ નજરમાં આવી રહ્યો હોવાથી એ વિકલાદેશરૂપ જ બની જાય...
શંકા : તો કાલાદિધર્મો પણ મુખ્યવૃત્તિએ જ ઉપસ્થિત થાય છે એમ જ માની લ્યો ને. જેથી બધું જ મુખ્યવૃત્તિએ જણાય છે, ઉપચારવૃત્તિએ કશું નહીં. એમ રહેવાથી “નિશ્ચયનયમાં ઉપચાર હોતો નથી” એ વાત ઊભી રહી શકે ને !
સમાધાન : જો કાલાદિધર્મો પણ મુખ્યવૃત્તિએ જ જણાય છે એમ માનવામાં આવે તો તો આ નયવાક્ય ન રહેતાં પ્રમાણવાક્ય જ બની જાય. કારણ કે પ્રમાણે જ દરેક ધર્મને મુખ્યવૃત્તિએ જોનાર હોય છે. નય તો એ છે જે એક ધર્મને મુખ્યવૃત્તિએ જુએ ને શેષધર્મોને ઉપચારવૃત્તિએ જુએ. એટલે, નિશ્ચયનય પણ ઉપચારવૃત્તિએ જોનાર છે, એમ માનવું જ પડે છે. આ વાત આકરગ્રન્થમાં = સ્યાદ્વાદરત્નાકર ગ્રન્થમાં પ્રસિદ્ધ છે. માટે નિશ્ચિત થયું કે નિશ્ચયમાં પણ ઉપચાર છે જ. અને તેથી, વ્યવહારમાં ઉપચાર છે, નિશ્ચયમાં નથી આવો ભેદ દેખાડવો યોગ્ય નથી.
શંકા : આ તમે ગાડીને ઉંધે પાટે ચડાવી દીધી છે. અમે વ્યવહારમાં ઉપચાર છે ને નિશ્ચયમાં નથી. એવું જે કહીએ છીએ તે ઉપચારવૃત્તિ (= લક્ષણા સંબંધ) ના અર્થમાં નહીં. પણ વાસ્તવિક = મૌલિક વસ્તુ ન હોવા છતાં તે વસ્તુ તરીકે ઉપચાર કરીને ઉલ્લેખ કરવો. આવો ઉપચાર વ્યવહારમાં છે, નિશ્ચયમાં નથી. જેમકે, પ્રત્યાખ્યાનાવરણકર્મનો ક્ષયોપશમ થવાથી છઠું-સાતમું ગુણઠાણું પ્રગટ્યું હોય એને જ નિશ્ચયનય સાધુ કહે છે. જ્યારે વ્યવહારનય તો માત્ર સાધુવેશ હોય તો પણ સાધુ તરીકે સ્વીકારે છે. એટલે સાધુપણાનું જે અસંખ્ય ગુણ નિર્જરા વગેરે વાસ્તવિક કાર્ય છે એ થતું ન હોવા છતાં સાધુ માનવા-કહેવા... આવો ઉપચાર વ્યવહારમાં જ છે, નિશ્ચયમાં નથી.
સમાધાન : સાધુપણાના બે અંશ છે - બાહ્યશાદિ અને આંતરિક પરિણતિ. આ બન્ને અંશના અલગ-અલગ કાર્ય છે... બાહ્યશાદિનું વંદનાદિપ્રતિપત્તિ-દર્શકનો ભાવોલ્લાસ વગેરે કાર્ય છે (એટલે જ કેવલજ્ઞાનીને પણ વેશ આપ્યા પછી જ દેવો વંદન કરે છે). આંતરિક પરિણતિનું પ્રતિસમય અસંખ્ય ગુણ નિર્જરા વગેરે કાર્ય છે. આંતરિક પરિણતિશૂન્ય બાહ્યવેશ હોય એ પણ સ્વકાર્યરૂપ વંદનાદિપ્રતિપત્તિ કરે જ છે, પછી સાધુપણું ઉપચરિત છે એવું ક્યાંથી આવ્યું? ઊલટું, સાધુવેશ શૂન્ય માત્ર આંતરિક પરિણતિ હોય ને છતાં સાધુતા કહેવી એ ઉપચાર કરવા બરાબર છે, કારણ કે એ વંદનાદિ પ્રતિપત્તિરૂપ સ્વકાર્ય કરતું ન હોવા છતાં સાધુતા કહેવાઈ રહી છે. એટલે નિશ્ચયમાં પણ આવો ઉપચાર છે જ.
આ જ વાતને ગ્રન્થકારે ટબામાં સ્વસ્વાર્થઈ... વગેરે પંક્તિ દ્વારા કહી છે. એનો અર્થ છે - પોતપોતાને જે અર્થ માન્ય છે એ જ સાચો છે, બીજો અર્થ ખોટો છે – ઉપચરિત છે. આવું અભિમાન પરસ્પર બધા નયને છે જ. જેમકે સાધુતાના દૃષ્ટાન્તમાં... નિશ્ચયનય એમ કહે છે કે આંતરિકપરિણતિને સાધુતા માનવી એ જ વાત સાચી છે, કારણ કે એ જ પ્રતિક્ષણ અસંખ્યગુણ નિર્જરા વગેરે સ્વકાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org