________________
૨૮૦
ઢાળ-૮ : ગાથા-૧૮
થાઇ, અનુયોગદ્વારઇ તે નયભેદ દેખાડ્યા છઇ. ॥ ૮-૧૮ ॥
કરશો? કશામાં થવાનો નથી. એટલે વધારાનો ભેદ માનવો પડશે. આવા તો દ્રવ્યોને વિચારવાના અનેક જુદા જુદા દૃષ્ટિકોણ સંભવિત છે, એ બધાના જુદા જુદા નય માનવા જ પડે. એટલે, પ્રસ્તુતમાં પ્રદેશાર્થનય, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ ઉભયાર્થનય... આ બન્નેને જેમ ઉપલક્ષણથી લેવા પડે છે એમ એ બધાનો પણ ઉપલક્ષણથી સમાવેશ જાણવો. (સૂત્રમાં કહ્યું જ છે કે દ્રવ્યાર્થની અપેક્ષાએ, પ્રદેશાર્થની અપેક્ષાએ અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થની અપેક્ષાએ વિચાર કરવો).
તથા કર્મોપાધિ... તમે દ્રવ્યાર્થિકનો ચોથો કર્મોપાધિસાપેક્ષ જીવભાવગ્રાહક નય કહ્યો છે. અર્થાત્ કર્મરૂપ ઉપાધિના પ્રભાવે જીવ જે ક્રોધાત્મા વગેરે રૂપ બને છે તેને જોનાર આ ચોથો ભેદ કહ્યો છે... તો પુદ્ગલના પણ કેટલાય એવા સ્વરૂપ છે જે જીવના પ્રભાવે જ નિર્માણ થાય છે. આપણે આગળ આ વિચારી ગયા છીએ કે જીવ પોતાના શરીરરૂપે બનાવે તો જ પુદ્ગલ પૃથ્વી-પાણી-ઘઉં વગેરે રૂપને ધારણ કરી શકે છે, એ વગર નહીં. એટલે આ બધા જીવસંયોગને સાપેક્ષપુદ્ગલ ભાવો છે... એટલે એનો ગ્રાહક નય પણ જુદો કહેવો જ જોઈએ. આમ અનંત ભેદ થાય છે... એટલે ૧૦ ભેદ હોવાનો નિયમ ક્યાં રહ્યો ?
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
તથા પ્રસ્થક વગેરેના દૃષ્ટાન્તમાં મૈગમાદિના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ વગેરે ભેદ જે પડે છે તેનો સંગ્રહ શામાં કરશો ? આશય એ છે કે પ્રસ્થક બનાવવાના આશયથી લાકડું લેવા જંગલમાં જતી વખતે પણ ‘પ્રસ્થક લેવા જાઉં છું' આવો ઉલ્લેખ નૈગમને માન્ય છે. એમ લાકડું કાપતી વખતે, છોલતી વખતે, કોરતી વખતે, ઘસતી વખતે... આવી બધી અલગ-અલગ અવસ્થાઓમાં પણ ‘પ્રસ્થક' તરીકેનો ઉલ્લેખ નૈગમ સ્વીકારે છે. આમાં વ્યાવહારિક પ્રસ્થકને જોનાર નૈગમ શુદ્ધતમ છે*... ને એનાથી દૂર-દૂરની અવસ્થામાં પણ પ્રસ્થક માનનાર નૈગમ અશુદ્ધ-અશુદ્ધતર વગેરે છે... કારણ કે હજુ પ્રસ્થકરૂપે નહીં બનેલા પદાર્થને પણ પ્રસ્થક
* અહીં, નૈગમનયમાં શુદ્ધત્વ-અશુદ્ધત્વ શું ? એ વિચારણીય છે. નયની પોતાની જે દૃષ્ટિ હોય, માત્ર એ જ દૃષ્ટિથી જોવું... તદન્યનયની દૃષ્ટિનું જરા પણ મિશ્રણ થયેલું ન હોય, એ એ નયનું વિશુદ્ધતમત્વ છે... ને પછી જેમ જેમ તદન્યનયની દૃષ્ટિ ભળતી જાય તેમ તેમ વિશુદ્ધિ ઘટતી જાય છે, અશુદ્ધિ વધતી જાય છે. જેમકે બધાનો સંગ્રહ કરવો... બધાને સામાન્યરૂપે જોવા એ સંગ્રહનયની દૃષ્ટિ છે. એટલે બધાને માત્ર સત્તાસામાન્યરૂપે જોનાર સદદ્વૈતવાદી સંગ્રહનય એ વિશુદ્ધતમ છે... પછી એમાં જેટલી વિશેષગ્રાહી (ભેદગ્રાહી) દૃષ્ટિ ભળતી જાય છે એટલા અંશે વિશુદ્ધિ ઘટતી જાય છે. તેથી જીવ તરીકે બધા જીવોનો સંગ્રહ કરનાર દૃષ્ટિ એ વિશુદ્ધતર સંગ્રહ છે. (પુદ્ગલાદિ કરતાં વિશેષતા જોઈ માટે વિશુદ્ધતમ નથી.) આમ ઉત્તરોત્તર જાણવું. આમાં, બીજા નયની દૃષ્ટિ ભળવી એ અશુદ્ધિનું કારણ છે... ને એ અશુદ્ધિ પોતાની જ વિશુદ્ધતમ દૃષ્ટિની અપેક્ષાએ હોય છે. હવે નૈગમનયનો વિચાર કરીએ તો જણાય છે કે અલગ-અલગ જે કોઈ દૃષ્ટિકોણ છે એ બધા એના પોતાના જ છે. એટલે અશુદ્ધિ જેવું કાંઈ કહી શકાતું જ નથી. વળી પોતાની કોઈએક ચોક્કસ દૃષ્ટિ જેવું છે નહીં કે જેને વિશુદ્ધતમ કહી શકાય... તો પછી અશુદ્ધ, શુદ્ધ, શુદ્ધતર... વગેરે શી રીતે કહેવાય ? આ પ્રશ્ન ઊભો થાય છે. પણ શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં નૈગમના આવા ભેદ કહેલા જ છે. માટે એની સંગતિ વિચારી કાઢવી જોઈએ. એ આવી લાગે છે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org