________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૮
૨૮૧ માને છે. આ બધા જ નૈગમના ભેદો છે, ને તેથી દ્રવ્યાર્થિકના ભેદો છે... તમારા દસ ભેદોમાંથી આ બધાનો સમાવેશ કયા ભેદમાં કરશો ?
શંકા : વાસ્તવિક પ્રસ્થક ન હોવા છતાં પ્રસ્થક માનનારા આ ગયો છે... માટે એ ઉપચાર કરીને માને છે, એમ માનવું જ પડે. આમ, ઉપચાર હોવાથી આ નયરૂપ નથી પણ ઉપનય છે. માટે ૧૦ ભેદમાં એનો સમાવેશ કરવાની જરૂર નથી.
સમાધાન : તો તમારું આ કથન અપસિદ્ધાન્ત થશે, કારણ કે અનુયોગદ્વાર સૂત્રમાં આ બધા વચનપ્રયોગોને નયના ભેદરૂપે જ કહ્યા છે...
અલબત્ અહીં દિગંબર કહી શકે છે કે- શ્રી અનુયોગદ્વારસૂત્રને તમે ૪૫ આગમમાં સ્થાન આપ્યું છે. પણ અમે કાંઈ એને સિદ્ધાન્તગ્રન્થ તરીકે સ્વીકારતા નથી. એટલે કદાચ એ સૂત્રની સંગતિ ન થાય તો પણ અમારે કાંઈ અપસિદ્ધાન્ત થતો નથી.. તો એની સામે ગ્રન્થકાર આવો જવાબ આપી શકે છે
પાતી-છોલાતી-કોરાતી વગેરે અવસ્થામાં લાકડાને “પ્રસ્થક' તરીકે જોવું એ નગમની પોતાની જુદી-જુદી દષ્ટિ જ છે. અર્થાત્ એની દૃષ્ટિએ તે તે અવસ્થાવાળો પદાર્થ પ્રસ્થક જ છે...
એ પ્રસ્થક નથી. પણ ઉપચારથી પ્રસ્થક કહેવાય છે એવું છે નહીં. એટલે ઉપચાર છે નહીં, ને છતાં એને ઉપનય માનવા એમાં અપસિદ્ધાન્ત હોવો સ્પષ્ટ જ છે.
શંકા ? તો તો વ્યવહારનયમાં પણ જે ઉપચાર કહેવાય છે તે, એના દૃષ્ટિકોણરૂપ જ હોવાથી એને પણ ‘ઉપચાર’ તરીકે નહીં કહેવાય....
સમાધાન : ના, એવી આપત્તિ આવતી નથી, કારણ કે વ્યવહારના અનેક દૃષ્ટિકોણ નથી.. એક જ છે. ને એ છે લોકને અનુસરવું છે. સામાન્ય સંયોગોમાં લોક કારણને જ કારણ કહે છે ને કાર્યને જ કાર્ય કહે છે. એટલે ક્યારેક કારણને કાર્ય કહેવું કે ક્યારેક કાર્યને કારણ કહેવું... એ એની મુખ્યદૃષ્ટિરૂપ ન હોવાથી “કારણમાં કાર્યનો ઉપચાર' વગેરે કહી શકાય છે. તથા ઉપર જણાવ્યા મુજબ વ્યવહારનયને આવા ઉપચાર પણ માન્ય હોવાનું શ્રીતત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે. એટલે ઉપચાર હોવા છતાં એ વ્યવહારનય જ છે, ઉપનય નથી.
શંકા : ગ્રન્થકારે ઉપર જીવસંયોગસાપેક્ષ પુદ્ગલભાવના ગ્રાહકનયની વાત કરી, તો એ
નગમનયને પોતાનો કોઈ એક ચોક્કસ દૃષ્ટિકોણ છે નહીં જેની અપેક્ષાએ વિશુદ્ધિ વિચારી શકાય. એમ એનો પ્રતિપક્ષભૂત હોય એવો પણ કોઈ દૃષ્ટિકોણ છે નહીં જેની ભેળસેળને આગળ કરીને અશુદ્ધિ વિચારી શકાય. તો પછી વિશુદ્ધિ-અશુદ્ધિ શેની અપેક્ષાએ કહેવાના ? એટલે આમ તો કોઈપણ અન્ય નયની અપેક્ષાએ કહી શકાય... પણ સામાન્યથી વિશુદ્ધિ વગેરેનો વ્યવહાર કરનાર વ્યવહારનય છે. એટલે એની અપેક્ષાએ વિશુદ્ધિ વગેરે કહેવા... આવા કોઈ અભિપ્રાયથી શ્રી અનુયોગદ્વારમાં એને વ્યવહારનયની અપેક્ષાએ કહેલ છે. એટલે વ્યવહારનયનો જે દૃષ્ટિકોણ છે એને જ અપનાવનાર નૈગમનને ત્યાં વિશુદ્ધતમ તરીકે કહેલ છે, ને જેમ જેમ એનાથી દૂરની અવસ્થાને જોનાર હોય તેમ તેમ વિશુદ્ધિનો હ્રાસ ને અશુદ્ધિની વૃદ્ધિ ત્યાં કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org