________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૮
૨૭૯
- ટબો : તે માટે “સત્ત મૂત્રના પ્રનત્તા” એહવું સૂત્રઈ કહિઉં છઇ તે ઉલ્લંઘી ૯ નય કહિએ તો આપણા ઘરનું સૂત્ર કિમ રહઈ ? તે માટઇ “નવ નયાઃ” કહતો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો. | ૮-૧૭ છે દશભેદાદિક પણિ ઈહાં રે, ઉપલક્ષણ કરી જાણી | નહી તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે ! પ્રાણી|| ૮-૧૮
- ટબો : ઈહાં = નયચક્ર ગંથમાંહિં દિગંબરો દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી જાણો, નહી તો પ્રદેશાર્થનય કુણઠામિ આવઈ તે વિચારજો. ૩ક્ત સૂત્રે
“दव्वट्ठयाए, पएसट्टयाए, दव्वट्ठपएसट्ठयाए" इत्यादि
તથા - “કર્મોપાધિસાપેક્ષજીવભાવ” ગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિઓ તિમ- “જીવસંયોગસાપેક્ષપુદ્ગલભાવ” ગ્રાહક નય પણિ ભિન્ન કહિઓ જોઇઇ. ઇમ-અનંત ભેદ થાઈ.
તથા પ્રસ્થાદિ દૃષ્ટાન્નઇ નિગમાદિકના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ આદિ ભેદ કિહાં સંગ્રહિયા જાઈ ? ઉપચાર માટેિ તે ઉપનય કહિઈ તો અપસિદ્ધાન્ત
ગાથાર્થ : જુદા વિશેષ કોઈ પ્રયોજન વિના તમે આ બે નયને ભિન્ન કહ્યા છે (માટે એ ઉચિત નથી). સૂત્રમાં સાત મૂળનય કહ્યા છે. તેનાથી અધિક કેમ કહી શકાય ? પોતાના ઘરનું સૂત્ર તો રાખવું જોઈએ ને !
વિવેચન : સત્ત મૂનના નિત્તા એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, તેને ઉલ્લંધીને જો ૯ નય કહીએ તો આપણા ઘરનું સૂત્ર કેમ રહે ? જ્ઞાનીઓએ કહેલા સૂત્રને અનુસરીને જ આપણું નિરૂપણ હોવું જોઈએ ને ! તેથી આ સૂત્રથી વિપરીત પણે નવ નય કહેતો દેવસેન બોટિક (= દિગંબર) ઉસૂત્રભાષી છે એમ જાણવું. / ૧૨૫ /
ગાથાર્થ ઃ ઈહાં દશભેદ વગેરે પણ જે કહેલ છે તે પણ ઉપલક્ષણ કરી જાણવા જોઈએ. નહીંતર કહો તો ખરા કે પ્રદેશાર્થનયનો અંતર્ભાવ શામાં થશે ?
| વિવેચન : ઇહાં = નયચક્ર ગ્રન્થમાં દિગંબરે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ કહ્યા, પર્યાયાર્થિકના ૬ ભેદ કહ્યાં... આ બધું પણ ઉપલક્ષણરૂપ જાણવું. નહીંતર પ્રદેશાર્થિક નય આ દસમાંથી શામાં સમાવેશ પામે તે વિચારજો. આશય એ છે કે દ્રવ્યપ્રમાણ, અલ્પબદુત્વ... આ બધાની વિચારણા જેમ કેટલાં દ્રવ્ય છે ? એને આગળ કરીને થાય છે એમ કેટલા પ્રદેશ છે ? એને આગળ કરીને પણ થાય છે. અને કેટલા દ્રવ્ય-પ્રદેશઉભય છે ? એને આગળ કરીને પણ થાય છે. એટલે કે દ્રવ્ય પ્રમાણ વગેરે જાણવાના આ પણ દૃષ્ટિકોણ છે... ને દૃષ્ટિકોણ છે, માટે આ પણ “નયરૂપ છે. વળી, એના દ્વારા દ્રવ્યની જ વિચારણા થાય છે. માટે આ દ્રવ્યાર્થિકનય જ છે. એટલે પ્રશ્ન થાય છે કે આ પ્રદેશાર્થિકનયનો તમે દ્રવ્યાર્થિકના જે દસ ભેદ કહ્યા છે એમાંથી શામાં સમાવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org