________________
૨૭૮
ઢાળ-૮ : ગાથા-૧૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ભિન્ન પ્રયોજન વિન કહિયા રે, સાત મૂલનય સૂત્ર | તિણિ અધિકું કિમ ભાષિઇ રે, રાખિઇ નિજઘર સૂત્ર રે ।। પ્રાણી ૮-૧૭
પણ નવ નય કહેવા પાછળ આવું કોઈ પ્રયોજન છે નહીં... ત્યાં તો તે તે દરેક નય, ઇતર = અન્ય નયથી વ્યાવૃત્તિ ભેદ ધરાવે છે, એ જ સાધ્ય છે. અર્થાત્ પદાર્થને જોવાના જુદા-જુદા દૃષ્ટિકોણોનું નિરૂપણ કરવાનો ત્યાં અભિપ્રાય છે... એટલે દરેક દૃષ્ટિકોણ અલગ-અલગ હોવા જ જોઈએ... એકના એક દૃષ્ટિકોણને અલગ-અલગ દૃષ્ટિકોણરૂપે કહેવો તો ઉચિત ઠરે જ નહીં એ સ્પષ્ટ છે... માટે દરેક નય, અન્ય બધા નયોથી અલગ છે એ સાબિત થવું જ જોઈએ. આને ઇતરવ્યાવૃત્તિ કહેવાય છે... એટલે અનુમાનપ્રયોગમાં, વૈમ: સંગ્રહાવીતરનયવ્યાવૃત્ત: આટલો ઉલ્લેખ તો થયો... એટલે કે નૈગમનય પક્ષ છે. અને એમાં સંગ્રહાદિનયવ્યાવૃત્તત્વ (= વ્યાવૃત્તિ) એ સાધ્ય છે... હવે આમાં હેતુ કોણ ? તો ‘સંગ્રહાદિનયોનો જે વિષય છે એના કરતાં ભિન્ન વિષયવાળો હોવાથી...' આવો હેતુ આપવાનો છે. અર્થાત્ સંગ્રહાવીતનવિષયમિનવિષયાત્ આવો હેતુ આપવાનો છે... આમાં સંગ્રહાવીતર થી, વિભાગવાક્યમાં નૈગમ સિવાયના જેટલા નયોનો ઉલ્લેખ હોય એ બધા નય લેવાના છે... હવે નૈગમનો વિષય, સંગ્રહ-વ્યવહારાદિ ૬ નયોના વિષયથી ભિન્ન છે... અર્થાત્ સંગ્રહાવિષળયવિષયમિન્નવિષયત્વાત્ આટલા હેતુથી જ કામ પતી જાય છે. પણ જો વિભાગવાક્યમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો પણ ઉલ્લેખ હોય તો સંગ્રહાઘટનયવિષયમિમ્નવિષયાત્ એવો હેતુ કહેવો પડે જેમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો પ્રવેશ વ્યર્થ છે એ સ્પષ્ટ છે. એટલે કે હેતુ વ્યર્થવિશેષણ ઘટિત બનવાનો દોષ આવ્યો. (આ ઉપરાંત બાધ અને સ્વરૂપાસિદ્ધિ દોષ પણ આવશે. તે આ રીતે જ્યારે વિભાગવાક્યમાં ૯ નયનો ઉલ્લેખ હોય ત્યારે સંગ્રહાદીતરનયવ્યાવૃત્તિઃ આવા સાધ્યમાં દ્રવ્યાર્થિકનયનો પણ ઇતર શબ્દથી સમાવેશ હોવાથી દ્રવ્યાર્થિનયની વ્યાવૃત્તિ પણ સાધ્યમાં સમાવિષ્ટ થઈ. પણ નૈગમનય દ્રવ્યાર્થિક જ હોવાથી એમાં એની વ્યાવૃત્તિ બાધિત છે, એ સ્પષ્ટ છે. એમ સ્વરૂપાસિદ્ધિ દોષ આ રીતે - નૈગમનય પક્ષ છે... એ દ્રવ્યાર્થિનયરૂપ હોવાથી એમાં દ્રવ્યાર્થિનયવિષયત્વ જ છે... દ્રવ્યાર્થિનયવિષયમિનવિષયત્વ નથી... માટે સંગ્રહાવિજ્ઞપ્તનયવિષયમિનવિષયત્વ હોવા છતાં સંગ્રહાઘટનયવિષયમિનવિષયત્વ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવશે જ.
=
શંકા : હેતુ વ્યર્થવિશેષણટિત હોવો... વગેરે દોષો નવતત્ત્વ અંગે નથી આવતા ?
સમાધાન : પુછ્યું પાપાદ્યષ્ટતત્ત્વમિાં... આ રીતે ઇતરવ્યાવૃત્તિ જો સાધવાની હોય તો એ આવે જ. પણ ત્યાં આવું સાધવાનું પ્રયોજન છે જ નહીં. એટલે જ તો ખુદ ગ્રન્થકારો જ કહી દેતા હોય છે કે પુણ્યાદિ ૭ તત્ત્વોનો જીવ-અજીવ તત્ત્વમાં જ સમાવેશ થઈ જાય છે... આ બન્નેથી ભિન્ન કશું છે જ નહીં... તત્ત્વનિરૂપણમાં તો ઉપર કહી ગયા મુજબનું પ્રયોજન છે ને એ તત્ત્વના ૯ વિભાગ કરવાથી જ પરિપૂર્ણ થાય છે. માટે એના ૯ વિભાગ કરવા દુષ્ટ નથી... અને નયના ૯ વિભાગ કરવા એ ઉપર જણાવ્યા મુજબ અદુષ્ટ નથી, આ વાત નિઃશંક જાણવી. ॥ ૧૨૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org