________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૬
૨૭૭ પુરુષાર્થ છઇ, તે માર્ટિ-તેહનાં ૨ કારણ-સંવર નિર્જરા કહેવાં, એ ૭ તત્ત્વ કહવાની પ્રયોજનપ્રક્રિયા. પુણ્ય પાપરૂપ શુભાશુભ બંધભેદ વિગતિ અલગા કરી એહ જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની જાણવી. ઈહાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. . ૮-૧૬ |
ખબર પડી શકે. એમ મોક્ષમાર્ગ પર આગળ વધવા માટે પણ, ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃત્તિ આવશ્યક છે... એ માટે ઉપાદેય શું છે ? અને હેય શું છે ? એનો સ્પષ્ટ વિવેક હોવો જરૂરી છે. એટલે મુખ્ય પદાર્થ (તત્ત્વ) તરીકે જીવ-અજીવ કહી દેવામાં આવે એટલા માત્રથી પ્રયોજન સરી જતું નથી. કારણ કે એનાથી હેય-ઉપાદેયનો કોઈ વિવેક મળતો નથી. (એ બે તો “ય” તરીકે જ જણાય છે.) તેથી હેય-ઉપાદેયનો વિવેક મળે એ માટે મુખ્ય હેય તરીકે “બંધ” અને મુખ્ય ઉપાદેય તરીકે “મોક્ષ' આ બે તત્ત્વ કહેવા પણ જરૂરી બને છે. હવે “બંધ' ને હેય કહી દેવા માત્રથી પણ પ્રયોજન સરી જતું નથી. બંધની નિવૃત્તિ માટે એના કારણોની નિવૃત્તિ જરૂરી બને છે. તેથી બંધના કારણ તરીકે આશ્રવતત્ત્વ કહેવું જરૂરી બને છે. મોક્ષ એ મુખ્ય પુરુષાર્થ છે-ઉપાદેય છે. પણ એ જાણવા માત્રથી એ મળી જતો નથી. તો એ મેળવવા શું કરવું ? એ માટે એના બે મુખ્ય કારણ સંવર અને નિર્જરા તત્ત્વ કહેવા પડે છે. આમ, આવું પ્રયોજન હોવાથી આ ૭ તત્ત્વ કહેવાય છે..
હવે બંધ તત્ત્વને હેય માત્ર કહી દેવામાં આવે તો એ સંપૂર્ણ રીતે હેય જ બની જાય છે... પણ વાસ્તવિકતા એવી છે કે પ્રારંભિક અવસ્થામાં અમુક બંધ (= પુણ્યબંધ) ઉપાદેય હોય છે. ને પાછળથી એ ઉપાદેય હોતો નથી. અમુક બંધ (= પાપબંધ) તો હંમેશા હેય જ છે. એટલે આ
સ્પષ્ટીકરણ માટે બંધભેદને વિગતે અલગ કરવા જરૂરી બને છે. તેથી પુણ્યરૂપ શુભબંધ અને પાપરૂપ અશુભબંધ એમ બે વિભાગ કરીને ૭ ના નવ તત્ત્વ પણ કરવામાં આવે છે.
શંકા : જીવ અને અજીવ તો માત્ર શેય છે... હેય-ઉપાદેય તરીકે એનો વિભાગ છે નહીં... હેય ઉપાદેયના સ્પષ્ટીકરણ માટે પુણ્ય-પાપ વગેરે ૭ તત્ત્વો કહેવાથી પ્રયોજન સરી જાય છે... ને જીવ-અજીવનો પણ આ ૭ માં સમાવેશ થઈ જ જાય છે. તો પછી જીવ-અજીવને અલગ કહેવાની શી જરૂર છે ?
સમાધાન : જીવ-અજીવ એ બેમાં શેષ ૭ નો સમાવેશ થઈ જાય છે... પણ શેષ પુણ્યાદિ ૭ માં જીવ-અજીવનો સંપૂર્ણ સમાવેશ થઈ જતો નથી. કારણ કે ધર્માસ્તિકાય વગેરેનો આ સાતમાંથી કશામાં સમાવેશ શક્ય નથી. એટલે અજીવતત્ત્વને સ્વતંત્ર કહેવું જરૂરી બને છે. તે એ સ્વતંત્ર કહ્યું એટલે એના પ્રતિપક્ષરૂપે જીવતત્ત્વને પણ સ્વતંત્ર કહેવું આવશ્યક બને છે. અથવા હેય-ઉપાદેયનો વિવેક કરનાર જીવને હેય-ઉપાદેય તરીકે મુખ્યતયા સ્વકીયબંધ વગેરે- સ્વકીયનિર્જરા વગેરે જ છે. તેથી, હેય-ઉપાદેયના વિભાગમાં જે બંધ વગેરે કહેવાય છે તે મુખ્યરૂપે સ્વકીય બંધ વગેરે જ.. એટલે એમાં સ્વજીવનો સમાવેશ તો થઈ જાય... પણ અન્ય જીવો બાકી રહી જાય છે. માટે જીવતત્ત્વને પણ અલગ કહેવું જરૂરી બને છે. આમ આ ચોક્કસ પ્રકારનાં પ્રયોજન આ રીતે નવ તત્ત્વ કહેવાથી જ સંભવી શકતા હોવાથી તત્ત્વના નવ વિભાગ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org