________________
૨૭૬
ઢાળ-૮ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ હિવઈ, કોઈ કહસ્યાં, જે “નીવાળીવ તત્ત્વ” ઇમ કહતાં અનેરાં તત્ત્વ આવ્યાં, તો પરિણ-૭ તત્ત્વ કહિઈ છો. તિમ “વ્યર્થવ પર્યાર્થિ નથી” ઇમ કહતાં અનેરા નય આવઈ છઇ. તોહિં અચ્છે સ્વપ્રક્રિયાઈ નવ નય કહયું.
તેહનઈ કહિછે, જેન તિહાં પ્રયોજનમેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઈ, તે તિમ જ સંભવઈ, ઈહાં-ઈતરવ્યાવૃત્તિસાધ્ય છઈ. તિહાં હેતુ કોટિ અનપેક્ષિત ભેદ પ્રવેશઈ વૈયÁ દોષ હોઇ. તત્ત્વપ્રક્રિયાઈ એ પ્રયોજન છઈ-જીવ, અજીવ એ ૨ મુખ્યપદાર્થભણી કહવા, બંધ મોક્ષ (અનુક્રમે) મુખ્ય હેય ઉપાદેય છઈ તે ભણી, બંધકારણ ભણી આશ્રવ, મોક્ષ મુખ્ય
જીવો ત્રણ પ્રકારના છે. “જીવ, સંસારી અને સિદ્ધ' આવા બધા વિભાગવાક્યો પણ થવા જોઈએ. પણ એ ક્યારેય થતા નથી. અને “જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ...” એમ જ વિભાગવાક્ય થાય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું નહીંતર તો નવ નયની જેમ જીવોને ત્રેવીશ પ્રકારના કહેવા પડે.. તે આ રીતે -- જીવ ૨૩ પ્રકારના છે - (૧) સંસારી (૨) સિદ્ધ (૩ થી ૮) પૃથ્વીકાય વગેરે ૬ (૯ થી ૨૩) જિનસિદ્ધ વગેરે ૧૫. આવું વિભાગવાક્ય પણ કહેવું જોઈએ.. પણ શાસ્ત્રોમાં ક્યાંય કહેલું જોવા મળતું નથી. માટે, નય અંગે પણ આવું વિભાગવાક્ય માની શકાય નહીં...
શંકા : હિવઈ કોઈ... તમે કહો છો એમ જીવના વિભાજન અંગેનું આવું કોઈ વાક્ય મળતું નથી, એ વાત તો સાચી છે. પણ તત્ત્વના વિભાગનું આવું વાક્ય મળે જ છે. જેમકે તત્ત્વ બે પ્રકારે છે - જીવ અને અજીવ’ આમ કહેતાં બધાં જ તત્ત્વો કહેવાઈ જ જાય છે, કારણ કે જીવ-અજીવથી અલગ કોઈ તત્ત્વ છે જ નહીં. તેમ છતાં, ૭ તત્ત્વ અલગ પણ એકવાક્યતાથી કહેવાય છે. ને એટલે, “તત્ત્વ નવ છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ' આમ વિભાગવાક્ય શાસ્ત્રોમાં કહેવાય જ છે. તો એ રીતે, “નય બે પ્રકારે છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક...” એમ કહેવાથી બધા નયોનો સમાવેશ થઈ જતો હોવા છતાં અમે સ્વપ્રક્રિયાએ ૯ નય કહીએ તો એમાં ખોટું શું છે ?
સમાધાન : તેહનઈ કહિએ... જીવ અને અજીવ એ બે તત્ત્વમાં જ બધા તત્ત્વોનો સમાવેશ થઈ જતો હોવા છતાં એ બેની સાથે સાત તત્ત્વનો સ્વતંત્ર ઉલ્લેખ કરીને ૯ તત્ત્વ જે કહેવાય છે એમાં તો એક ચોક્કસ પ્રયોજન છે, પણ નવનય કહેવામાં એવું કોઈ પ્રયોજન નથી. માટે નવનય કહેવા ઉચિત નથી.
આશય એ છે કે નવતત્ત્વ કહેવામાં પ્રયોજન ભેદે જુદા-જુદા તત્ત્વનો વ્યવહાર કરવો એ જ માત્ર સાધ્ય છે. ત્યાં ઇતરવ્યાવૃત્તિ સાધ્ય નથી... નવ તત્ત્વનું નિરૂપણ જીવને તત્ત્વની જાણકારીરૂપ સમ્યગૂજ્ઞાન અને એની રુચિ-શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન પ્રાપ્ત થાય અને એના દ્વારા એ મોક્ષમાર્ગમાં આગળ વધે એ માટે છે. જેમ માર્ગ પર ચાલવા માટે પ્રકાશ જોઈએ જેથી ક્યાં ચાલવાની (પગ મૂકવાની) પ્રવૃત્તિ કરવી અને ક્યાં (પગ નહીં મૂકવારૂપ) નિવૃત્તિ કરવી.... એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org