________________
૨૫૪
ઢાળ-૭ : ગાથા-૧૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઇમ કહતાં - સ્વજાતિ વિજાત્યુપચરિતાસદ્ભૂત વ્યવહાર કહિઇ, જે માટેિં ગઢ દેશાદિક જીવ અજીવ ઉભય સમુદાયરૂપ છઇ. ॥ ૭-૧૮ ॥
ઉપનય ભાષ્યા એમ, અધ્યાત્મ નય । કહી પરીક્ષા જસ લહો એ. ॥ ૭-૧૯॥
ટબો : ઇમ ઉપનય કહિયા. હિવઇ આગિલી ઢાલમાંહિં અધ્યાત્મ નય કહીનઇ એહમાંહિં ગુણદોષ પરીક્ષાનો યશ પામો. ॥ ૭-૧૯ ||
તો પણ ‘વસ્ત્ર’રૂપ કેમ ન કહેવાય ? તેથી ‘વસ્ત્ર' એવું નામ એક ચોક્કસ કલ્પનાને આધારે હોવાથી કલ્પિત છે. ને તેથી ‘વસ્ત્ર' ઉપરિત છે. એ ઉપચરિત વિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો
ઉપચાર છે... માટે આ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે.
(૩) સ્વજાતિ-વિજાતિ ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર ઉપનય : ‘આ ગઢ મારો છે...’ ‘આ દેશ મારો છે...' આવું બધું કથન એ આ ઉપનય રૂપ છે. કારણ કે ગઢ-દેશ વગેરે જીવઅજીવ ઉભયના સમુદાયરૂપ છે... આ વાત સ્પષ્ટ છે. II ૧૦૫, ૧૦૬, ૧૦૭ ॥
0:
ગાથાર્થ : આમ ઉપનય કહ્યા. હવે અધ્યાત્મ નય કહીને પછી એની પરીક્ષાનો યશ મેળવો. || ૭-૧૯ ||
વિવેચન : આ પ્રમાણે આ ઢાળમાં ત્રણ ઉપનય કહ્યા. હવે આગળની આઠમી ઢાળમાં દિગંબર માન્ય અધ્યાત્મનય કહીને પછી દિગંબરમાન્ય નવનયની કલ્પના, ત્રણ ઉપનય વગેરેમાં ગુણ-દોષ વિચારવામાં આવશે. અને એ દ્વારા તમે પણ યશને પામનારા બનો. ॥ ૧૦૮ ॥
શ્રી દેવસેનાચાર્યકૃત આલાપ પદ્ધતિમાં ઉપનયોને જણાવનારો પાઠ આ પ્રમાણે છે
उपनयभेदा उच्यन्ते - सद्भूतव्यवहारो द्विधा । शुद्धसद्भूतव्यवहारो यथा शुद्धगुणशुद्धगुणिनोः शुद्धपर्यायशुद्धपर्यायिणोर्भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारो यथा अशुद्धगुणाशुद्धगुणिनोरशुद्धपर्यायाशुद्धपर्यायिणोर्भेदकथनम् । इति सद्भूतव्यवहारोऽपि द्वेधा ।
असद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्यसद्भूतव्यवहारो यथा परमाणुर्बहुप्रदेशीति कथनमित्यादि । विजात्यसद्भूतव्यवहारो यथा मूर्तं मतिज्ञानं, यतो मूर्तद्रव्येण जनितम् । स्वजातिविजात्यसद्भूतव्यवहारो यथा - ज्ञेये जीवेऽजीवे ज्ञानमिति कथनं, ज्ञानस्य विषयत्वात् । इत्यसद्भूतव्यवहारस्त्रेधा ।
उपचरितासद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्युपचरितासद्भूतव्यवहारो यथा - पुत्रदारादि मम । विजात्यु - पचरितासद्भूतव्यवहारो यथा - वस्त्राभरणहेमरत्नादि मम । स्वजातिविजात्युपचरितासद्भूतव्यवहारो यथादेशराज्यदुर्गादि मम ।
इत्युपचरितासद्भूतव्यवहारस्त्रेधा ।
Jain Education International
સાતમી ઢાળ પૂરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org