________________
૨ ૫૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮
તે સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો જે “હું પુત્રાદિક” ઈમ કહઈ. ઇહાં - “માહરા” એ કહેવું પુત્રાદિક નો વિષય છે તે પુત્રાદિક ઉપચરિયા છો. તેહસ્ય આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છો. પુત્રાદિક તે આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છઈ, પણિ કલ્પિત છઇ, નહી તો સ્વશરીરજન્ય મસ્કુણાદિકનાં પુત્ર કાં ન કહિછે? ૭-૧૭ |
વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિછે જે “માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિછે. ઈહાં વસ્ત્રાદિક પુગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છો, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિછે ? તેહ વિજાતિમાં સંબંધ ઉપચરિઇ છઈ. “માહરા ગઢ દેશ પ્રમુખ છઈ”
(૧) સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય : પુત્રાદિકને વિષે ગાઢ મમત્વાદિના કારણે - “પુત્ર એ હું જ છું ને..” “પત્ની એ હું જ છું ને..” (અમે કાંઈ જુદા થોડા છીએ?) આવું બધું જ કહેવાય છે તે આ પ્રકારનો ઉપનય છે. અહીં પુત્ર વગેરે ઉપચરિત પદાર્થ છે.... તેમાં આત્માના ભેદભેદ સંબંધનો આમાં ઉપચાર છે.. (હું જ પુત્રાદિક એમ કહો તો અભેદ સંબંધ... અને માહરાં પુત્રાદિક એમ કહો તો ભેદ સંબંધ.) વળી પુત્રાદિક પણ આત્મપર્યાયરૂપ છે... માટે સ્વજાતિ જ છે. એટલે એ સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય છે.
શંકા : અહીં “પુત્રાદિક' ને ઉપચરિત પદાર્થ તરીકે કેમ કહ્યા છે ?
સમાધાન : મનુષ્યત્વ વગેરે આત્માના અનુપચરિત પર્યાય છે. પણ પુત્રત્વ તો અમુક અપેક્ષાએ હોવાથી માત્ર કલ્પનાનો વિષય છે. કારણ કે માતા-પિતાની અપેક્ષાએ જ પુત્રત્વ છે... ભાઈ-બહેનની અપેક્ષાએ ભ્રાતૃત્વ છે. મામાની અપેક્ષાએ ભાગિનેયત્વ છે. આમ, કલ્પનાનુસારે હોવાથી સાપેક્ષ હોવાથી પુત્રત્યાદિક એ આત્માનો ઉપચરિત પર્યાય છે. અનુપચરિત પર્યાય નથી.
શંકા : ધારોકે માત-પિતાને સ્વ' કહીએ તો, પુત્રત્વ એ સ્વશરીરજન્યત્વરૂપ છે, જે સાપેક્ષકાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. પછી, ઉપચરિત શા માટે ?
સમાધાન : આવું સ્વશરીરજન્યત્વ તો માંકડ વગેરેમાં પણ હોય છે. તો એ પણ શું પુત્ર' કહેવાશે? એટલે “પુત્રત્વ' એ માત્ર સ્વશરીરજન્યત્વરૂપ નથી.... પણ એ સાથે કોઈ વિશેષ કલ્પનાનો વિષય છે. ને તેથી ઉપચરિત છે.
(૨) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય : “મારા વસ્ત્રાદિક આવું જ કહેવાય છે એ આ ઉપનયનું કથન છે. અહીં વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય છે. માટે વિજાતીય છે... વળી ઉપચરિત છે.
શંકા : વસ્ત્રમાં શરીરાચ્છાદકત્વ જે વાસ્તવિક રહ્યું છે તે જ વસ્ત્રત્વરૂપ છે માટે એ ઉપચરિત કેમ કહેવાય ?
સમાધાન : તો વૃક્ષની છાલ વગેરેમાંથી બનતા વલ્કલ વગેરે પણ શરીરાચ્છાદક છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org