________________
૨૫૨
ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “વનાતીયાંશે વિ. નાર્થ સમૂત: ?” રૂતિ વેત, 7, “વિજ્ઞાતીયાંશ રૂઢ વિષયસભ્યોપરિતાર્યવાનુમવા” રૂતિ ગૃહાણ || ૭-૧૫ // ઉપચરિતાસભૂત, કરિઈ ઉપચારો જેહ એક ઉપચારથી રે. . ૭-૧૬ / તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક / પુત્રાદિક છઈ માહરા એ. // ૭-૧૭ વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝા ગઢ-દેશાદિક ઉભયથી એ. // ૭-૧૮
ટો : જેહ એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ. તે ઉપચરિત અસભૂત વ્યવહાર કહિછે. . ૭-૧૬ |
નજરમાં લઈને કહેવાય છે.... નહીંતર તો નીવે જ્ઞાનમ્ ની જેમ મનીવે જ્ઞાનમ્ પણ આ સંદર્ભમાં કહેવાતું હોવાથી અજીવમાં પણ આ અનુપચરિત સંબંધથી જ્ઞાન રહ્યું છે એવું માનવાની આપત્તિ આવે... અને એટલે જ ધારોકે જિનદત્ત જ્ઞાન કરી રહ્યો છે.. અને એ જિનદાસ સંબંધી જ્ઞાન કરી રહ્યો છે. તો આ જિનદત્તનું જ્ઞાન, નિનવારે જ્ઞાનમ્ (જિનદાસમાં જ્ઞાન... જિનદાસ વિષયક જ્ઞાન) એમ કહેવાશે. આમાં સ્પષ્ટ છે કે આ વિવક્ષિત જ્ઞાનનો જિનદત્ત નામના જીવમાં સદ્ભુત (અનુપચરિત) સંબંધ છે, પણ જિનદાસમાં તો ઉપચરિત સંબંધ જ છે. એટલે, ટૂંકમાં અહીં વિષયભૂત અજીવમાં જ્ઞાન કહેવું છે એમ જ વિષયભૂત જીવમાં જ જ્ઞાન કહેવાનો અભિપ્રાય છે. જ્ઞાતા જીવમાં જ્ઞાન કહેવાનો અભિપ્રાય નથી... માટે ઉપચરિત સંબંધ હોવાથી આ સ્વજાતિ-વિજાતિ-અસભૂત વ્યવહાર ઉપનય છે, એ નિઃશંક છે. ll૧૦૧, ૧૦૨, ૧૦૩ ૧૦૪ ||
ગાથાર્થ : એક ઉપચાર દ્વારા બીજો ઉપચાર જે કરાય છે તે ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય છે. હું પુત્રાદિક છું” “પુત્રાદિક માહરા છે' આવું બધું કથન એ સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. “વસ્ત્રાદિક માહરા છે' આવું કથન એ વિજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. “ગઢ-દેશ વગેરે માહરા છે' આવું કથન એ ઉભય ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. I૭-૧૬, ૧૭, ૧૮ ||
વિવેચન : સદ્ભુત વ્યવહાર ઉપનય અને અસત્કૃત વ્યવહાર ઉપનય એમ ઉપનયના બે ભેદ કહ્યા પછી હવે ત્રીજો ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય કહેવામાં આવે છે. જેમાં એકવાર ઉપચાર થયેલો છે. એ ઉપચરિત પદાર્થ કહેવાય છે. આવા ઉપચરિત પદાર્થમાં ફરીથી (બીજો) ઉપચાર કરીને જે કથન થાય છે એ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય કહેવાય છે. આમાં ઉપચરિત પદાર્થ અને હવે નવો ઉપચાર પામતો પદાર્થ... આ બન્ને એક જ જાતિના હોય તો સ્વજાતિ કહેવાય છે, જુદી જુદી જાતિના હોય તો વિજાતિ કહેવાય છે અને ઉભયસમુદાયરૂપ હોય તો ઉભયજાતિ કહેવાય છે. એટલે આ અપેક્ષાએ આ ઉપચરિત અસદ્ભુત વ્યવહારના પણ ત્રણ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org