________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
૨૫૧
દોઉં ભાંતિ
સ્વજાતિ વિજાતિ અસદ્ભૂતવ્યવહાર કહિઇ, જિમ જીવાજીવ વિષયક જ્ઞાન કહિઇ. ઇહાં-જીવ જ્ઞાનની સ્વજાતિ છઇ, અજીવ વિજાતિ છઇ, એ ૨ નો વિષયવિયિભાવનામઇ ઉપચરિત સંબંધ છઇ તે સ્વજાતિ-વિજાત્યસદ્ભૂત કહિઈ.
–
હોવાથી ‘સ્વજાતિ' છે.
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫
શંકા : પરમાણુ અપ્રદેશી છે, તો બહુપ્રદેશી કેમ કહેવાય છે ?
સમાધાન ઃ એટલા માટે કહેવાય છે કે એમાં બહુપ્રદેશી બનવાની યોગ્યતા છે, અર્થાત્ વ્યક્તિથી ભલે નથી, પણ શક્તિથી બહુપ્રદેશીપણું એમાં રહેલું જ છે. આમ, આ સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર થયો.
(૨) વિજાતિ અસદ્ભૂત વ્યવહાર : મૂર્ત મતિજ્ઞાનમ્ આમ કહેવું એ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે. આમાં મતિજ્ઞાન આત્મગુણ છે... એ અમૂર્ત છે... પણ મૂર્ત એવા ઘટાદિવિષય, આલોક = પ્રકાશ, મનસ્કાર = મન... વગેરેથી ઉત્પન્ન થતું હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એ મૂર્ત કહેવાય છે. આમાં મૂર્તત્વ જે છે તે પુદ્ગલનો ગુણ છે... એટલે આત્મગુણમાં પુદ્ગલગુણનો ઉપચાર હોવાથી આ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે.
(૩) સ્વજાતિ-વિજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય : જીવાજીવવિષયક જ્ઞાન કહેવું એ આ ઉપનય છે. આમાં જીવ એ જ્ઞાનની સ્વજાતિ છે... અને અજીવ એ વિજાતિ છે. એ બેનો જીવનો અને અજીવનો જ્ઞાન સાથે વિષય-વિષયી ભાવ નામે ઉપચરિત સંબંધ છે. વાસ્તવિક સંબંધ નથી... માટે આ અસદ્ભૂત ઉપનય છે. વળી એક (જીવ) સ્વજાતિ છે. અજીવ વિજાતિ છે...માટે આ સ્વજાતિ-વિજાતિ અસદ્ભુત ઉપનય છે.
શંકા : જ્ઞાન તો જીવમાં રહે જ છે... માટે એનો જીવમાં વાસ્તવિક સંબંધ છે. ઉપચરિત સંબંધ નથી.. માટે એ અંશમાં આ ‘સદ્ભૂત' કેમ નથી ?
Jain Education International
સમાધાન : શ્રી દેવસેનાચાર્યકૃત આલાપ પદ્ધતિમાં આ ઉપનયના દૃષ્ટાન્ત તરીકે આવી પંક્તિ છે - સ્વપ્નાતિવિજ્ઞાત્યક્ષદ્ભૂતવ્યવહારો યથા ज्ञेये जीवेऽजीवे ज्ञानमिति कथनं, ज्ञानस्य विषयत्वात् । સંસ્કૃત ભાષામાં જેમ આધાર અર્થમાં સપ્તમી વિભક્તિ આવે છે એમ વિષય અર્થમાં સપ્તમી વિભક્તિ આવે છે એટલે અનીવે જ્ઞાનમ્ નો અર્થ અજીવવિષયકજ્ઞાન... થાય છે. એમ બીવે જ્ઞાનમ્... નો અર્થ જીવવિષયકશાન થાય છે... ગુજરાતી ભાષામાં પણ આ રીતે બોલાય છે... ‘ગણિતમાં આની જાણકારી (જ્ઞાન) ખૂબ સારી છે...' આમ, જીવમાં જ્ઞાન... અજીવમાં જ્ઞાન... આ સપ્તમી વિભક્તિ જે વપરાય છે... તે જીવમાં અને અજીવમાં જ્ઞાન રહ્યું છે એવો ભાસ કરાવે છે... પણ, અહીં ‘જીવમાં જ્ઞાન' આમ જે કહેવાય છે તે જીવ અને જ્ઞાન વચ્ચેના આપણને માન્ય ભેદાભેદ સંબંધને (કે નૈયાયિકને માન્ય સમવાય સંબંધને) નજરમાં લઈને નથી કહેવાતું. (એ પ્રમાણે કહેવાતું હોત તો આ અનુપચિરત સંબંધ હોવાથી ‘સદ્ભૂત' બનત...) પણ વિષય-વિષયીભાવ સંબંધને
-
For Private & Personal Use Only
www.jainelibrary.org