________________
૨૫૦
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો ઃ એક સ્વજાતિ અસભૂત વ્યવહાર કહિછે, જિમ પરમાણુ બહુuદેશી કહિછે, બહુપ્રદેશી થાવાની જાતિ છો, તે માટેિ || ૭-૧૩ ||
તેહ અસભૂત વિજાતિ જાણો, જિમ “પૂર્વ પ્રતિજ્ઞીન'' કહિછે, મૂર્ત-જે વિષયાલોકમનસ્કારાદિક, તેહથી ઉપનું, તે માર્ટિ. ઇહાં મતિજ્ઞાન આત્મગુણ, તેહનાં વિષ મૂર્તત્વ પુદ્ગલગુણ ઉપચરિઓ તે વિજાત્યસભૂતવ્યવહાર કહિછે. . ૭-૧૪ . આવી શકે કે નહીં ? જેમકે જીવને ઉપચારથી પુદ્ગલ કહ્યો તો પુદ્ગલને ઉપચારથી ‘જીવ' રૂપે કહેવાય કે નહીં ? “આ કાળું છે એ જીવવું છે આવું જ બોલાય છે એમાં કાળું જે દેખાય છે એ પુદ્ગલ છે, ને એનો જીવ તરીકે ઉલ્લેખ થયેલો છે. એ તો હલનચલન વગેરે દ્વારા અંદર જીવ પણ રહેલો છે ને એનો જ જીવાત તરીકે ઉલ્લેખ થાય છે.' એવી દલીલ અસ્થાને છે... કારણ કે જીવને પુદ્ગલ જે કહેવાય છે તેમાં પણ ક્ષીરનીરવત્ પુદ્ગલ ભળેલું છે જ. “આ કાળું છે' એ શરીરનો ઉલ્લેખ છે અને શરીર એ પુદ્ગલનો પર્યાય છે એમ લઈએ તો “પુદ્ગલના પર્યાયમાં જીવદ્રવ્યનો ઉપચાર’ આ રીતે આ ઉદાહરણ લઈ શકાય કે કેમ ? એમ, કોઈ ખૂબ સુંદર વસ્તુ નિર્માણ થયેલી જોઈને (અર્થાત્ પુદ્ગલની એવી આકૃતિ વગેરે રૂપ પર્યાય કે એવા વર્ણાદિ ગુણ જોઈને) “આનું નામ હોંશિયારી” આવું જ કહેવાય છે. તેને, પુદ્ગલના પર્યાયમાં ગુણમાં જીવના ગુણ જ્ઞાનનો ઉપચાર.. એમ કહી શકાય કે કેમ ? એમ, પુલના અવાંતર ભેદોમાં આવા ઉપચાર અભિપ્રેત છે કે નહીં ? સુવર્ણભિન્ન દ્રવ્યમાં પણ, “આ તો સોનું જ જોઈ લ્યો” “આની ચમક એટલે.... સોનાની જ ચમક.” આવા બધા વચન પ્રયોગો, દ્રવ્યમાં દ્રવ્યનો (કે પર્યાયમાં પર્યાયનો), ગુણમાં ગુણનો... આવા બધા ઉપચાર તરીકે શ્રી દેવસેનાચાર્યને અભિપ્રેત છે કે નહીં? એ વિચારીને નિર્ણય કરવા યોગ્ય છે.
- તથા, જે ૯ ભેદો અસભૂત વ્યવહારના કહ્યા અને હવે એના જ ૩ ભેદો જે કહેવાના છે... એ બેનો પરસ્પરમાં અન્તર્ભાવ છે કે નહીં ? હોય તો કોનો શેમાં અન્તર્ભાવ છે ? આ બધું સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે.
હવે, આ અન્ય વિવેક્ષાથી કરેલા ૩ ભેદને વિચારીએ.
(૧) સ્વજાતિ અસભૂત વ્યવહાર ઉપનય : જેમકે પરમાણુને બહુપ્રદેશી કહેવા. આપણે પૂર્વે બીજી ઢાળની પાંચમી ગાથાના વિવેચન દરમ્યાન દિગંબર અભિપ્રેત તિર્યપ્રચય' શબ્દનો વિચાર કરેલો છે... પ્રદેશ પ્રચય એ જ તિર્યપ્રચય તરીકે એમને માન્ય છે... અને આવી વ્યાખ્યાનુસાર પરમાણુમાં પણ તિર્યપ્રચય એમને અભિપ્રેત છે. એનો અર્થ જ પ્રદેશ પ્રચય=બહુપ્રદેશિત્વ માન્ય છે.. વસ્તુતઃ પરમાણુ અપ્રદેશ છે... પણ દિગંબરોના ગ્રન્થોમાં પરમાણુમાં પણ તિર્યકુપ્રચય કહેવા દ્વારા એને આ બહુપ્રદેશી જે કહ્યો છે તે સ્વજાતિ અસભૂત વ્યવહાર જાણવો. અપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી તરીકે કહેવો એટલે “અસભૂત વ્યવહાર' હોવો તો સ્પષ્ટ જ છે. વળી પરમાણુ પણ પુદ્ગલ છે અને બહુપ્રદેશ સ્કંધ પણ પુદ્ગલ છે. એટલે, પુદ્ગલમાં પુદ્ગલનો જ ઉપચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org