________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫
૨૪૯
શુને દ્રવ્યોપચાર:- જિમ જે “એ ગૌર દીસઇ છઇ તે આત્મા” ઇમ-ગૌર ઉદ્દિશીનઇ આત્મવિધાન કીજઇ, એ ગૌરતારૂપ પુદ્ગલગુણ ઉપર આતમ દ્રવ્યનો ઉપચાર, ૬. “પર્યાય દ્રવ્યોપચાર:” જિમ-કહિઇ “દેહ તે આત્મા” ઇહાં-દેહ રૂપ પુદ્ગલપર્યાયનઇ વિષયઇ આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ, ૭. || ૭-૧૦ ||
“શુને પર્યાયોપચાર:-” “મતિજ્ઞાન તે શરીર જ” શરીરજન્ય છઇ, તે માર્ટિ. ઇહાંમતિજ્ઞાન રૂપ આત્મગુણનઇ વિષયઇ શરીરરૂપ પુદ્ગલ પર્યાયનો ઉપચાર કરિઉં, ૮. પચે તુળોપચાર:- જિમ પૂર્વપ્રયોગ જ અન્યથા કરિઇ - શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ જ. ઇહાં શરીરરૂપ પર્યાયન વિષયઇ મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર કીજઇ છઇ, ૯. ॥ ૭-૧૧ || અસદ્ભૂતવ્યવહાર, ઇમ ઉપચારથી એહ ત્રિવિધ હિવઇ સાંભળો એ. ॥૭-૧૨॥ અસદ્ભૂત નિજ જાતિ, જિમ પરમાણુઓ । બહુ પ્રદેશી ભાષિઇ એ ॥ ૭-૧૩ ॥ તેહ વિજાતિ જાણો, જિમ મૂરત મતી । મૂરત દ્રવ્યઇ ઉપની એ ॥ ૭-૧૪ || અસદ્ભૂત દોઉ ભાંતિ, જીવ-અજીવનઇ વિષયગ્યાન જિમ ભાસિઇ એ II૭-૧૫॥
ગૌરવર્ણને ઉદ્દેશીને આત્માનું વિધાન જે કરાય છે તે ગૌરવર્ણરૂપ પુદ્ગલગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર છે... એટલે કે ગુણમાં દ્રવ્યોપચાર નામે છઠ્ઠો ભેદ છે. ૬. ‘આ શરીર એ જ આત્મા...’ આ રીતે દેહાત્મક પુદ્ગલપર્યાયમાં આત્મદ્રવ્યનો ઉપચાર એ પર્યાયમાં દ્રવ્યોપચાર નામે સાતમો ભેદ છે. ૭. મતિજ્ઞાન શરીરજન્ય છે, માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને મતિજ્ઞાનને જ શરીરરૂપે કહેવું એ મતિજ્ઞાનરૂપ આત્મગુણમાં શરીરાત્મક પુદ્ગલપર્યાયનો ઉપચાર હોવાથી ગુણમાં પર્યાયનો ઉપચાર નામે આઠનો ભેદ છે. ૮. આ આઠમા પ્રયોગને જ ઉલટો કરવામાં આવે, એટલે કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને શરીરને જ મતિજ્ઞાનરૂપે કહેવામાં આવે તો એ દેહાત્મક પુદ્ગલપર્યાયમાં મતિજ્ઞાનરૂપ આત્મગુણનો ઉપચાર હોવાથી પર્યાયમાં ગુણનો ઉપચાર નામે નવમો ભેદ છે. ૯. ॥ ૯૮, ૯૯, ૧૦૦ ||
ગાથાર્થ આ ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર કહ્યો... હવે એના ૩ પ્રકાર સાંભળો. સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર... જેમકે ‘પરમાણુને બહુપ્રદેશી કહીએ'. ૧. તે વિજાતિ અસદ્ભૂત વ્યવહા૨ જાણો... જેમકે મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ હોવાથી મતિજ્ઞાનને મૂર્ત કહેવું... ૨. વળી દોઉ ભાંતિ સ્વજાતિ - વિજાતિ અસદ્ભૂત વ્યવહાર તેને કહીએ જે જીવ-અજીવ વિષયક જ્ઞાન કહેવું... || ૭-૧૨, ૧૩, ૧૪, ૧૫ ॥
=
વિવેચન : ઇમ ઉપચારથી... આમ ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર ૯ પ્રકારનો કહ્યો. હવે આ અસદ્ભૂત વ્યવહારના જ અન્ય વિવક્ષાથી ત્રણ પ્રકાર કહીએ છીએ તે સાંભળો.
અહીં ૯ પ્રકાર જે કહ્યા તેમાં જે દ્રવ્ય-ગુણ વગેરેના ઉદાહરણ કહ્યા એ સિવાયના ઉદાહરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org