________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૫-૮
૨૪૭
અસદ્ભૂત વ્યવહાર, પર પરિણતિ ભલ્યઇ ।દ્રવ્યાદિક ઉપચારથી એ, II ૭-૫ ॥
ટબો પરદ્રવ્યની પરિણતિ ભલ્યઇ, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિઇ, તે અસદ્ભૂત વ્યવહાર જાણવો. ॥ ૭-૫ |
દ્રવ્યઇ દ્રવ્ય ઉપચાર, પુદ્ગલ જીવનઇ । જિમ કહિ જિન આગમઇ રે II ૭-૬ II કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઇ ભલી । ગુણ ઉપચાર ગુણઇ કહો એ II ૭-૭ II પર્યાયઇ પર્યાય, ઉપચરિઇ વલી । હય ગય બંધ યથા કહિયા રે ॥ ૭-૮ II
ટબો : તિહાં પહલો-દ્રવ્યઇ દ્રવ્યનો ઉપચાર. જિમ-જિન આગમમાંહિં-જીવનઇ પુદ્ગલ કહિઇ. ક્ષીર-નીર ન્યાયઇ પુદ્ગલસ્યું મિલ્યો છઇ. તે કારણઇ-જીવ પુદ્ગલ કહિઈ. એ
ગાથાર્થ : પરદ્રવ્યની પરિણતિ ભળવાથી દ્રવ્યાદિકના ઉપચારથી જે કહેવાય છે તે અસદ્ભૂત વ્યવહારનય છે. | ૭-૫ ||
વિવેચન : અન્ય દ્રવ્ય એવી રીતે ભળી જાય છે કે જેથી મૂળ દ્રવ્ય પણ અન્ય દ્રવ્ય જેવું ભાસવાથી એ અન્ય દ્રવ્યાનુસાર ઉલ્લેખ પામે... આવું થાય તો આને પરપરિણતિ ભળી કહેવાય છે... આના કારણે દ્રવ્ય વગેરેના નવવિધ ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે એ અસદ્ભૂત વ્યવહાર જાણવો. આના નવ પ્રકાર નીચે મુજબ છે.
૧. દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર. ૩. પર્યાયમાં પર્યાયનો ઉપચાર. ૫. દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર.
૨. ગુણમાં ગુણનો ઉપચાર. ૪. દ્રવ્યમાં ગુણનો ઉપચાર.
૬. ગુણમાં દ્રવ્યનો ઉપચાર.
૭. પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર.
૮. ગુણમાં પર્યાયનો ઉપચાર.
આ નવેના ઉદાહરણ હવે પછીની ગાથાઓમાં ગ્રન્થકાર
૯. પર્યાયમાં ગુણનો ઉપચાર. આપી રહ્યા છે. ।। ૯૪ ||
ગાથાર્થ : (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર... જેમકે જિનાગમમાં જીવને પુદ્ગલ કહ્યો છે. (૨) ગુણમાં ગુણનો ઉપચાર... જેમકે પુદ્ગલના શ્યામગુણનો આરોપ કરીને ભાવલેશ્યાને ‘કૃષ્ણ’ કહેવી તે. (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર... જેમકે જીવના હાથી-ઘોડા વગેરે પર્યાયોમાં સ્કંધાત્મક પુદ્ગલપર્યાયનો આરોપ કરવો તે. ॥ ૭-૬, ૭, ૮ ॥
વિવેચન : જીવ, પુદ્ગલ દ્રવ્ય સાથે ક્ષીર-નીરવત્ એકમેક મળ્યો છે... તેથી (૧) જીવને શ્રી જિનાગમમાં ‘પુદ્ગલ' રૂપે કહેલ છે... આ દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર છે. (૨) ભાવલેશ્યા એ આત્માનો અરૂપી ગુણ છે. પણ કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના શ્યામાદિ વર્ણાત્મક ગુણનો ઉપચાર કરીને એ લેશ્યાગુણને કૃષ્ણ-નીલ વગેરે જે કહેવા એ આત્મગુણમાં પુદ્ગલ ગુણનો ઉપચાર છે. (૩) હય = અશ્વ, ગય = હાથી... આ બધા આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાય છે... સ્કંધ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org