________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧-૪
૨૪૫ આત્મદ્રવ્યના ગુણ” ઇમ બોલાવિઇ. ૭-૩
ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયવંતનો, સ્વભાવ-સ્વભાવવંતનો, કારક અનઈ તન્મય કહતાં -
તિહાં સબૂત. ત્રણ ઉપનયોમાં સબૂત વ્યવહાર એ પ્રથમ ઉપાય છે. એ ધર્મ અને ધર્મી. આ બેનો ભેદ દેખાડનાર હોય છે. તેના વળી બે પ્રકાર છે. શુદ્ધ અને અશુદ્ધ.
આમાં, ધર્મ અને ધર્મીનો ભેદ જણાઈ રહ્યો છે, માટે આ વ્યવહારનય છે..
આમાં, વિવક્ષિત ધર્મી સિવાય બીજું કોઈ જ દ્રવ્ય ભળવાની-અન્ય દ્રવ્યના સંયોગની કોઈ અપેક્ષા નથી... એટલે કે જે ધર્મ કહેવો છે તે ધર્મીભૂત દ્રવ્યનો જ છે... એ ધર્મીભૂતદ્રવ્યમાં કોઈક અન્ય દ્રવ્ય ભળેલું છે... ને એ દ્રવ્યનો ધર્મ વિવક્ષિત ધર્મીદ્રવ્યમાં ભાસી રહ્યો છે. આવું કાંઈ છે નહીં. માટે આ સભૂત વ્યવહારઉપનય છે.
આ ધર્મ જો શુદ્ધ હોય તો શુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનય કહેવાય છે અને જો અશુદ્ધ હોય તો અશુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનય કહેવાય છે. જેમકે જગતમાં “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન' આવો જે પ્રયોગ થાય છે એ શુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનય છે. કારણ કે આમાં ષષ્ઠીવિભક્તિ ભેદને જણાવે છે. અન્ય કોઈ દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. અને કેવલજ્ઞાન એ જીવનો શુદ્ધ ગુણ છે. તથા “આત્મદ્રવ્યના મતિજ્ઞાનાદિક ગુણ' આમ જે બોલાય છે તે અશુદ્ધસદ્ભૂતવ્યવહારઉપનયનું ઉદાહરણ જાણવું... કારણ કે મતિજ્ઞાન વગેરે આત્માના અશુદ્ધ ગુણો છે.
શંકા : મતિજ્ઞાન એ થાયોપથમિક ગુણ છે. માટે એને કર્મદ્રવ્યની અપેક્ષા છે. અર્થાત્ પુદ્ગલસંયોગાપેક્ષા હોવાથી આને સદ્ભુત શી રીતે કહી શકાય ?
સમાધાન : જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે. એ માટે એને પુદ્ગલદ્રવ્યની કોઈ જ અપેક્ષા નથી... પુદ્ગલદ્રવ્ય અશુદ્ધિ નિર્માણ કરી છે. એ વાત અલગ છે. જ્ઞાન કાંઈ પેદા કર્યું નથી.. કર્મો-પુદ્ગલો પોતે જ જડ છે, પછી જ્ઞાનનું આધાન કઈ રીતે કરી શકે ? માટે અન્યદ્રવ્યસંયોગાપેક્ષા ન હોવાથી આ સદ્ભૂતવ્યવહાર જ છે... ધર્મ અશુદ્ધ છે. માટે અશુદ્ધ સદ્ભુત વ્યવહાર છે.
આમ, ગુણ-ગુણવાન, પર્યાય-પર્યાયવાનું, સ્વભાવ-સ્વભાવવાનું અને કારક (= ઉપાદાનકારણપરિણામકારણ) અને તન્મય = કારકી (= પરિણામરૂપ કાર્ય) આ બધાનો એકદ્રવ્યાનુગત ભેદ જે કહીએ એ બધું આ ઉપનયનો અર્થ જાણવો. જેમકે ધટય રૂપનું ધટી રતા, ઘટી સ્વભાવ: અને મૃતા પટો નિષ્ણાતિતઃ.. આ બધા ક્રમશઃ આ ગુણ-ગુણવાનું વગેરેના ઉદાહરણ જાણવા.. એ બધા સમજવા સરળ છે. આમાં ઘડાનું રૂપ એ સહભાવી છે, માટે એને ગુણરૂપે કહેલ છે.. અને પહેલાં શ્યામતા હતી... પછી રક્તતા થઈ.... માટે એ ક્રમભાવી હોવાથી રક્તતાને પર્યાય તરીકે કહેલ છે. ચોથું મૃદ્દા પટો નિષ્ણાવિત: આવું જે દૃષ્ટાન્ન આપ્યું છે આના ભાવાર્થરૂપે માટીનો ઘડો' આ પ્રયોગ સમજવાથી કારક-કારકીના ભેદને જણાવનાર સભૂતવ્યવહારઉપનય સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org