________________
૨૪૪
ઢાળ-૭ : ગાથા-૧-૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
જ છઇ, ભિન્નદ્રવ્યસંયોગાપેક્ષા નથી. વ્યવહાર તે માર્ટિ જે-ભેદ દેખાડિઇ છઇ. II ૭-૨॥ જિમ-જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” ઇમ-ષષ્ઠીઇ પ્રયોગ કીજઇ, તથા “મતિજ્ઞાનાદિક
ટૂંકમાં, શ્રી દેવસેનાચાર્યનો અભિપ્રાય આવો હોવો સંભવે છે કે
જેમાં અભેદનું ગ્રહણ જ નથી, અથવા હોય તો પણ ગૌણપણે ગ્રહણ છે તેવા, ભેદનું મુખ્યપણે ગ્રહણ કરનાર, સાત્મનો જ્ઞાનમ્, ઘટસ્થ રૂપમ્ વગેરે બોધ અને વચનપ્રયોગ,
ભેદનું પ્રધાનપણે ગ્રહણ કરનાર હોવાથી દ્રવ્યાર્થિકનય નથી, દ્રવ્યનું પણ પ્રધાનપણે ગ્રહણ કરનાર હોવાથી પર્યાયાર્થિકનય નથી, અને અભેદનું પ્રધાનપણે ગ્રહણ ન કરનાર હોવાથી પ્રમાણ નથી...
વળી, દ્રવ્યનું પ્રધાનપણે ગ્રહણ એને (પર્યાયાર્થિક) નયરૂપે બનવા દેતું નથી એ વાત સાચી, છતાં, પર્યાયનું પ્રધાનપણે ગ્રહણ, ભેદનું પ્રધાનપણે ગ્રહણ અને અભેદની ગૌણતા... આ બધું એને નયની સમીપ તો લાવીને મૂકી જ દે છે... માટે નયનું સામીપ્ય હોવાથી આ ઉપનય છે. શ્રીદેવસેનાચાર્યે જો આવા અભિપ્રાયથી જ આને ઉપનયરૂપે કહેલ હોય તો આમાં નીચે મુજબની આપત્તિ સંભવી શકે છે
(૧) ઉપર જે રીતે આવા બોધમાં નયનું સામીપ્ય કહ્યું એ રીતે તો એમાં પ્રમાણનું સામીપ્ય પણ કહી જ શકાય છે... અર્થાત્ આવું કહી જ શકાય છે કે - અભેદનું પ્રધાનપણે ગ્રહણ આટલો અંશ ન હોવાથી આવો બોધ પ્રમાણરૂપ નથી એ વાત સાચી, છતાં, દ્રવ્યનું પ્રધાનપણે ગ્રહણ, પર્યાયનું પ્રધાનપણે ગ્રહણ, ભેદનું પ્રધાનપણે ગ્રહણ... આ બધા અંશો આવા બોધને પ્રમાણપણાંની નજીક તો લાવી જ દે છે. એટલે પ્રમાણનું સામીપ્ય હોવાથી આવો બોધ ઉપપ્રમાણ છે આવું પણ કહેવાની આપત્તિ આવે. ગ્રન્થકારે આવી આપત્તિ આગળ આઠમી ઢાળની ઓગણીશમી ગાથામાં દર્શાવેલી છે.
(૨) શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિનું - ખાવડ્વા વયળપદા તાવડ્યા વેવ હુંતિ ખયવાયા (જેટલા વચનપથ છે એટલા નયવાદ છે) આવું જે વચન છે એનો વિરોધ થાય છે... કારણ કે આત્મનો જ્ઞાનમ્ વગેરે પણ વાક્યપ્રયોગો છે ને એને આમાં નય તરીકે નિષેધવામાં આવી રહ્યાં છે.
(૩) આગળ આઠમી ઢાળમાં શ્રીદેવસેનાચાર્ય ખુદ નીવસ્ય વલજ્ઞાનમ્, નીવસ્ય મતિજ્ઞાનમ્ આને સભ્તવ્યવહારનય તરીકે કહેવાના જ છે... પછી અહીં એને નય તરીકે નકારી ઉપનય તરીકે કહેવાની શી જરૂર ?
એટલે આવા ઉપનય વગેરે ભેદોની કશી જરૂર જણાતી નથી... છતાં શ્રીદેવસેનાચાર્યે નયચક્રમાં કહેલા છે ને ગ્રન્થકારે અહીં લીધા છે, માટે આપણે એ દૃષ્ટિએ હવે આ ઉપનયોને વિચારીએ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org