________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧-૪
૨૪૩ તે વળી, ૨ પ્રકારિ હોઈ-૧ શુદ્ધ, બીજો-અશુદ્ધ ૨. શુદ્ધ ધર્મ-ધર્મના ભેદથી શુદ્ધસદ્ભુત વ્યવહાર, અશુદ્ધ ધર્મ-ધર્મના ભેદથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર. સભૂત તે માટેિ, જે-એક દ્રવ્ય
સમાધાન : એમનો અભિપ્રાય એવો હોય કે અભેદનિરપેક્ષપણે કે અભેદસાપેક્ષપણે ભેદનો બોધ થઈ શકે જ નહીં... અને બોધ જ જો થઈ શકતો ન હોય, તો પછી વચનપ્રયોગ પણ ન જ થઈ શકે. એટલે “નય” કહેવાની જરૂર જ ન રહે.
શંકા : ભેદનિરપેક્ષપણે અને ભેદસાપેક્ષપણે અભેદનો જો બોધ થઈ શકે છે તેને તેથી દ્રવ્યાર્થિકનો ત્રીજો-છઠ્ઠો ભેદ મળે છે) તો અભેદનિરપેક્ષપણે અને અભેદસાપેક્ષપણે ભેદનો બોધ કેમ ન થઈ શકે ?
સમાધાન : રૂપામનો પટ: કે જ્ઞાનાગિન મા... વગેરેમાં રૂપ-જ્ઞાન વગેરેનો ઉલ્લેખ છે, પણ એનો અભેદ કહ્યો હોવાથી છેવટે બોધ મુખ્યરૂપે દેખાતા ઘટદ્રવ્યનો કે આત્મદ્રવ્યનો જ છે. ને તેથી એનું દ્રવ્યાર્થિકપણું જળવાઈ રહે છે. પણ જ્યારે મુખ્યરૂપે ભેદને ગ્રહણ કરવાનો હોય ત્યારે જે બેના ભેદનું ગ્રહણ કરવાનું હોય એ બન્નેને મુખ્યરૂપે ગ્રહણ કરવા પડે. એટલે કે શ્રીદેવસેનાચાર્યનો અભિપ્રાય એવો લાગે છે કે ઘટસ્થ રૂપ-ગાત્મનો જ્ઞાન.. આવા બધા બોધમાં ભેદ પ્રધાનપણે તો જ ભાસે જો ઘટદ્રવ્ય અને રૂપ.... આત્મદ્રવ્ય અને જ્ઞાન.... આ બધું પ્રધાનપણે ભાસતું હોય. પણ બોધને પર્યાયાર્થિકનયરૂપ બનવું હોય તો ક્યાં તો દ્રવ્ય ભાસવું ન જોઈએ ને ક્યાં તો ગૌણરૂપે ભાસવું જોઈએ. અહીં તો પ્રધાનપણે ભાસી રહ્યું છે. માટે આ પર્યાયાર્થિકનયરૂપ નથી. ટૂંકમાં શ્રીદેવસેનાચાર્યનો આવો અભિપ્રાય હોવો જોઈએ કે - “બોધ પર્યાયાર્થિકનયરૂપ તો જ બની શકે જો એમાં દ્રવ્ય પ્રધાનરૂપે ભાસતું ન હોય. અને જેમાં દ્રવ્ય પ્રધાનરૂપે ભાસતું ન હોય ને છતાં દ્રવ્ય અને ગુણ-પર્યાયનો ભેદ પ્રધાનરૂપે ભાસતો હોય આવો બોધ ક્યારેય સંભવિત નથી...” માટે અભેદનિરપેક્ષ કે અભેદસાપેક્ષ એવો ભેદગ્રાહી પર્યાયાર્થિક નય સંભવતો નથી. અને તેથી માત્મનો જ્ઞાનમ્, ટિસ્ય .. આવા ધર્મ અને ધર્મેના ભેદને મુખ્યપણે જણાવનારા બોધને પર્યાયાર્થિકનયરૂપે કહી શકાતો નથી. વળી એને દ્રવ્યાર્થિકનયરૂપે પણ કહી શકાતો નથી એ આપણે હાલ જ પૂર્વે વિચારી ગયા છીએ. માટે આવો બોધ અને આવો વચનપ્રયોગ “નય' રૂપ બની શકતો નથી, કારણ કે જે નયરૂપ હોય એનો આ બેમાંથી એકમાં સમાવેશ થવો જ જોઈએ. આમ, નયરૂપ બની શકતો ન હોવાથી શ્રીદેવસેનાચાર્ય અને ઉપનય કહ્યો હોય એમ માનવું યોગ્ય લાગે છે.
શંકા: ભનો જ્ઞાનમ્... વગેરેમાં જો આત્મદ્રવ્ય અને જ્ઞાનાદિ ગુણ-પર્યાય... આ બંનેનું મુખ્યરૂપે ગ્રહણ છે, ને તેથી એ બોધ ‘નથ’રૂપ બની શકતો નથી... તો એને ‘પ્રમાણ” રૂપ જ કહી દો ને.... ઉપનય' રૂપે કહેવાની શી જરૂર છે ? કારણ કે પ્રમાણમાં બન્નેનું પ્રધાનરૂપે ગ્રહણ હોય છે જ...
સમાધાન : ના, વિવણિત બોધને પ્રમાણરૂપે પણ કહી શકાતો નથી, કારણ કે પ્રમાણમાં તો ભેદની જેમ અભેદનું પણ પ્રધાનપણે ગ્રહણ હોય છે, જ્યારે આમાં અભેદનું પ્રધાનપણે ગ્રહણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org