________________
૨૪૨
ઢાળ-૭ : ગાથા-૧-૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો : તિહાં-સભૂત વ્યવહાર, પ્રથમ ઉપનયનો ભેદ. તે ધર્મ અનઈ-ધર્મી, તેહના ભેદ દેખાડવાથી હોઈ. . ૭-૧ | રૂપાદિઅભિન્નદ્રવ્યરૂપે જુએ છે. હવે આની સામે જો કોઈ પર્યાયાર્થિકનય હોય તો એ અભેદનિરપેક્ષભેદગ્રાહીપર્યાયાર્થિક હોવો જોઈએ જે ધટી પય: એમ ઘડાનો પોતાના રૂપાદિગુણપર્યાયો સાથે ભેદ જોનાર હોય છે... પણ ઘટસ્થ રૂપમ્ વગેરે પ્રયોગોને શ્રીદેવસેનાચાર્ય પર્યાયાર્થિકનયના ભેદ તરીકે ન કહેતાં “સદ્ભૂતવ્યવહારઉપનય” રૂપે ઉપનયના ભેદ તરીકે કહેલ છે. આમ કહેવામાં એમનો શો અભિપ્રાય હશે ? એ આપણે વિચારી રહ્યા છીએ.
એ અભિપ્રાય શોધવા માટે આપણે આવો વિચાર કરી શકીએ -
ઘટસ્ય ઉમ્ માત્મનો જ્ઞાન. આવા પ્રયોગોને જો “નયરૂપે કહેવા હોય તો કયા નયરૂપે આપણે કહી શકીએ ?
શંકા : આપણે તેને દ્રવ્યાર્થિકનય કહીએ તો? કારણ કે ઘટનું ને આત્મદ્રવ્યનું એમાં જ્ઞાન છે.
સમાધાન : હા, ઘટનું ને આત્મદ્રવ્યનું એમાં જ્ઞાન છે એ વાત સાચી. પણ ભેગું રૂપજ્ઞાન વગેરે ગુણાત્મક પર્યાયનું પણ જ્ઞાન હોવાથી એને દ્રવ્યાર્થિક કેમ કહેવાય?
શંકા : અહીં ઘટસ્થ રૂપમ, કાત્મનો જ્ઞાનમ્ એમ ભેદાર્થક ષષ્ઠી હોવાથી નિજગુણપર્યાયથી અભિન્ન દ્રવ્યને જોનાર “ભેદકલ્પનારહિતશુદ્ધદ્રવ્યાર્થિક' નામનો દ્રવ્યાર્થિકનો ત્રીજો ભેદ તો જાણે કે સંભવતો નથી. પણ, “ભેદકલ્પનાસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિક' નામનો છઠ્ઠો ભેદ તો સંભવે ને? કારણ કે એમાં જિમ જ્ઞાનાદિક શુદ્ધગુણ આત્માના બોલિઈ એવી ટબાની પંક્તિ દ્વારા “આત્માનું જ્ઞાન” વગેરે પ્રયોગને જ ઉદાહરણ તરીકે દર્શાવેલા છે.
સમાધાન : ના, એ છઠ્ઠો દ્રવ્યાર્થિક પણ કહી શકાતો નથી. કારણ કે એ છઠ્ઠા ભેદમાં, ભેદકલ્પનાસાપેક્ષઅભેદનું ગ્રહણ છે. અર્થાત્ ભેદનું ગૌણપણે અને અભેદનું પ્રધાનપણે ગ્રહણ છે. જ્યારે આપણે જે વિચારી રહ્યા છીએ તેમાં અમેદનિરપેક્ષભેદનું ગ્રહણ છે... અર્થાત્ અભેદનું ગ્રહણ જ નથી... ને ભેદનું જ (પ્રધાનપણે) ગ્રહણ છે. (અભેદસાપેક્ષભેદગ્રાહી લેવો હોય તો પણ અભેદનું ગૌણપણે ગ્રહણ ને ભેદનું પ્રધાનપણે ગ્રહણ હોવાથી, દ્રવ્યાર્થિકનો છઠ્ઠો ભેદ તો આવે જ નહીં.)
શંકા : ભેદનું જો પ્રધાનપણે ગ્રહણ છે, તો આને પર્યાયાર્થિકનય જ કહી દો ને ! કારણ કે એ જ ભેદને પ્રધાનપણે ગ્રહે છે.
સમાધાન : શ્રીદેવસેનાચાર્યને જો એ પર્યાયાર્થિક તરીકે માન્ય હોત તો તો તેઓએ અભેદનિરપેક્ષભેદગ્રાહી શુદ્ધપર્યાયાર્થિકનય અને અભેદસાપેક્ષભેદગ્રાહી અશુદ્ધપર્યાયાર્થિકનય.... એવા પર્યાયાર્થિકના બે ભેદ કહ્યા જ હોત. પણ કહ્યા નથી...
શંકા : તો એ કેમ કહ્યા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org