________________
૮ ઢાળ સાતમી
સભૂત વ્યવહાર, ભેદ પ્રથમ તિહાં, ધર્મ ધર્મીના ભેદથી એ. + ૭-૧ | શુદ્ધ અશુદ્ધ દ્વિભેદ, શુદ્ધ અશુદ્ધના, તેહ અરથના ભેદથી એ. . ૭-૨ / જિમ જગિ કેવલજ્ઞાન, આતમદ્રવ્યનું, મઈનાણાદિક તેહનું એ. || ૭-૩ || ગુણ-પર્યાય સ્વભાવ, કારક તન્મયનો, ભેદ અરથ છઈ એહનો એ. . ૭-૪ |
નયાનાં સમીપે ૩૫નયા: જે નયની સમીપમાં રહ્યા છે તે ઉપનય કહેવાય છે.
ગાથાર્થ : ધર્મ-ધર્મીનો ભેદ દેખાડનાર સદ્ભૂતવ્યવહાર એ ઉપનયનો પ્રથમ ભેદ છે. એના બે ભેદ છે. શુદ્ધ અને અશુદ્ધ. અર્થના ભેદથી બે ભેદ પડે છે. જેમકે જગત્માં આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન.. આ શુદ્ધસદ્ભૂતવ્યવહાર છે અને તેનું મતિજ્ઞાન” આ અશુદ્ધસદ્ભૂતવ્યવહાર છે. ગુણ-ગુણી, પર્યાય-પર્યાયવાનું, સ્વભાવ-સ્વભાવવાનું અને કારક-કારકી... આ બધાનો ભેદ એ એહનો = આ નયનો અરથ = વિષય છે. જે ૭-૧, ૨, ૩, ૪ ||
વિવેચન : દિગંબરાચાર્યશ્રી દેવસેને આને “નય' તરીકે ન કહેતાં “ઉપનય’ કહ્યા છે. એટલે આ વાક્યપ્રયોગોમાં એવું તે શું છે કે જેથી એ “નય' તરીકે માન્ય નથી અને છતાં એવું તે શું છે કે જેથી એમાં નયનું સામીપ્ય છે ને તેથી એ “ઉપનય છે)? નયચક્ર વગેરેમાં તો આનું કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી. એટલે આપણે જ પૂર્વાપર વિચારણા કરીને કલ્પના કરવાની રહી.
એ વિચારણા આવી સૂઝે છે - પૂર્વે દ્રવ્યાર્થિકનયના દસ પ્રકારમાં ઉત્પાદ-વ્યયનિરપેક્ષસત્તાગ્રાહી દ્રવ્યાર્થિક અને ઉત્પાદ-વ્યયસાપેક્ષસત્તાગ્રાહી દ્રવ્યાર્થિક એવા બે પ્રકાર જે હતા એની સામે પર્યાયાર્થિકમાં પણ સત્તાનિરપેક્ષઉત્પાદ-વ્યયગ્રાહી પર્યાયાર્થિક અને સત્તાસાપેક્ષઉત્પાદવ્યયગ્રાહી પર્યાયાર્થિક એવા બે પ્રકાર બતાવેલા હતા... પણ, ભેદનિરપેક્ષ અભેદગ્રાહી દ્રવ્યાર્થિક અને ભેદસાપેક્ષઅભેદગ્રાહીદ્રવ્યાર્થિક... આવા દ્રવ્યાર્થિકના બે ભેદની સામે પર્યાયાર્થિકનયમાં અભેદનિરપેક્ષભેદગ્રાહી પર્યાયાર્થિકનય અને અભેદસાપેક્ષભેદગ્રાહીપર્યાયાર્થિકનય... આવા બે પ્રકાર દર્શાવ્યા નથી. એ શા માટે દર્શાવ્યા નથી?
આમાં પણ સાપેક્ષના ભેદ છોડી માત્ર નિરપેક્ષ ભેદોનો વિચાર કરીએ તો.... ઉત્પાદવ્યયનિરપેક્ષસત્તાગ્રાહીદ્રવ્યાર્થિકનય ત્રિકાળ અવિચલિત નિત્યદ્રવ્યને જોનાર છે. અર્થાત્ એ ઘટાદિને નિત્ય પુદ્ગલદ્રવ્યરૂપ જુએ છે. એની સામે, સત્તાનિરપેક્ષ ઉત્પાદ-વ્યયગ્રાહી પર્યાયાર્થિકનય સમયેસમયે વિનશ્વર એવા પર્યાયને જોનાર છે... અર્થાત્ એ ઘટાદિને ક્ષણિકપર્યાયરૂપ જુએ છે. ભેદનિરપેક્ષ અભેદગ્રાહીદ્રવ્યાર્થિકન, નિજગુણપર્યાયાભિન્નદ્રવ્યને જુએ છે. અર્થાત્ ઘટાદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org