________________
૨૩૮
ઢાળ-૬ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ માનઈ, જિમ “રાજઇ = છત્રચામરાદિકઈ શોભઈ તે રાજા' તિ પર્ષદામાંહિં બઈઠાં ચામર ઢલાઇ, તિવારઈ, સ્નાનાદિકવેલાઈ તે અર્થ વિના રાજા ન કહિઈ. ઈમ નવાઈ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રભૂત કહેતાં ઘણા થયા. / ૬-૧૫ | નવઈ નય ઇમ કહિયા, ઉપનય તીન કહિએ સાર રે ! સાચલો શ્રત અરથ પરખી, લહો જસ વિસ્તાર રે || ૬-૧૬ |
ટબો - ઈમ નવાઈ નય કહિયા, હિવઇ-૩ ઉપનય દિગંબર પ્રક્રિયાઈ કહિઈ છઈ. એહમાંહિં - સાચો શ્રુતનો અર્થ પરખી કરીનઇ, બહુશ્રુતપણાના યશનો વિસ્તાર પામો. નયાનાં સમીપે ૩૫નયાઃ' || ૬-૧૬ ||
વિવેચન - એવંભૂત... કોઈપણ સાર્થક શબ્દ કોઈક ને કોઈક ક્રિયાને ધ્વનિત કરતો હોય છે. ધ્વનિત થતી તે તે ક્રિયાથી સમુચિત રીતે સંવલિત પદાર્થ એ, તે શબ્દનો વાચ્યાર્થ બનતો હોય છે. જે પદાર્થ આ ક્રિયાથી ક્યારેક પણ સંવલિત થતો હોય... થવાનો હોય કે થવાની યોગ્યતા ધરાવતો હોય એ બધાને સમભિરૂઢ સુધીના નયો એ શબ્દના વાચ્યાર્થ તરીકે સ્વીકારે છે... પણ એવંભૂતનય તો એમ કહે છે કે જે વખતે એ ક્રિયાયુક્ત હોય એ જ વખતે એને તે શબ્દના વાચ્યાર્થ તરીકે લઈ શકાય.. એની આગળ-પાછળના કાળમાં નહીં... જેમ કે “જે રાજે છેઃછત્ર-ચામર વગેરે વડે શોભે છે તે રાજા.” આવી વ્યુત્પત્તિ હોવાથી, જ્યારે પર્ષદામાં બેઠા હોય-ચામર ઢળાતા હોય ત્યારે જ એને રાજા કહેવાય છે. પણ જ્યારે એ સ્નાનાદિ કરી રહ્યો હોય (અર્થાત્ છત્ર-ચામરાદિ ન હોય) ત્યારે એ રાજા ન કહેવાય... છત્ર -ચામરાદિ શોભા ન હોવા છતાં જો “રાજા' કહેવાતો હોય તો તો એક સામાન્ય માનવીને પણ રાજા કહેવાની આપત્તિ આવે. પણ એ કહેવાતો નથી... માટે નિશ્ચિત થાય છે કે ક્રિયાપરિણતિકાળે જ તે તે પદાર્થ તે તે શબ્દનો વાચ્યાર્થ છે. છતી આંખે ખાડામાં પડનારને લોકો કહે છે - અલ્યા આંધળો છે ! દેખતો નથી ? તે પડ્યો... આ એવંભૂતનયમાન્ય વાક્ય છે. જે જુએ નહીં એને આંખ શી રીતે કહેવાય ? એવો એમાં અભિપ્રાય છે.
આમ, દ્રવ્યાર્થિક ૧૦ + પર્યાયાર્થિક ૬ + નૈગમન ૩ + સંગ્રહનય ૨ + વ્યવહારનય ૨ + ઋજુસૂત્રનય ૨ + શબ્દનય + સમભિરૂઢનય + એવંભૂતનય = કુલ ૨૮ ભેદો નવે નયના મળીને થાય છે. | ૮૮ ||
ગાથાર્થ - આમ, નવે નય કહ્યા.. હવે ત્રણ ઉપનયનો સાર કહીશું.... એમાંથી શ્રુતનો સાચો અર્થ પરખીને યશનો વિસ્તાર પામો... | ૬-૧૬ //
વિવેચન - ઈમ નવઈ... આમ નવે નય કહ્યા... હવે દિગંબરની પ્રક્રિયાને અનુસરીને ત્રણ ઉપનય કહેવામાં આવશે. આ બધામાંથી શ્રતનો = શાસ્ત્રોનો અર્થ પરખીને = વાસ્તવિક રીતે શાસ્ત્રીય શું છે ? એવા ભાવ પરખીને એ રીતે પદાર્થો માનવા જોઈએ જેથી બહુશ્રુતપણાનો યશ વિસ્તાર પામો. | ૮૯ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org