________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૧૫
૨૩૭
લિંગાદિભેદઇ ભેદ કાં ન માનઇ ?” સમભિરૂઢ નય ઇમ કહઇ જે ભિન્નશબ્દ ભિન્નાર્થક જ હોઇ.' શબ્દનયનઇ એ ઇમ કહઇ જે જો તું લિંગાદિભેદઇ અર્થભેદ માનઇ છઇ, તો શબ્દભેદઇ અર્થભેદ કાં ન માનઇ ?' તે માર્ટિ ઘટશબ્દાર્થ ભિન્ન, કુંભશબ્દાર્થ ભિન્ન, ઇમ એ માનઇ, એકાર્થપણું પ્રસિદ્ધ છઇ તે શબ્દાદિનયની વાસના થકી. II ૬-૧૪ || ક્રિયાપરિણત અર્થ માનઇ સર્વ એવમ્ભત રે ।
નવઇ નયના ભેદ ઇણિ પરિ અઠ્ઠાવીસ પ્રભૂત રે || બહુ॰ II ૬-૧૫ ||
ટબો - એવંભૂત નય-સર્વ અર્થ, ક્રિયાપરિણત - ક્રિયાવેલાઇ માનઇ, અન્યદા ન
કાળભેદે અર્થભેદ માને છે. (એટલે જ માત્ર વર્તમાનઅર્થને સ્વીકારે છે... અતીત-અનાગત અર્થને સ્વીકારતો નથી) તો લિંગભેદે અને વચનભેદે અર્થભેદ કેમ નથી માનતો? જેમાં અતીતત્વ કે અનાગતત્વ હોય એમાં વર્તમાનત્વ ન જ હોય' આ જો તને સમજાય છે તો જેમાં પુત્વ હોય ત્યાં સ્ત્રીત્વ કે નપુંસકત્વ ન જ હોય... એમ જેમાં એકત્વ હોય ત્યાં દ્વિત્વ -બહુત્વ ન જ હોય... આ તને કેમ સમજાતું નથી ?
સમભિરૂઢનય... સમભિરૂઢનય એમ કહે છે કે ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોય છે... અર્થાત્ શબ્દભેદે અર્થભેદ હોય જ. ‘ધટ’ પદ કરતાં ‘પટ' પદ ભિન્ન છે તો ‘ધટ'પદના વાચ્યાર્થ કરતાં ‘પટ’પદનો વાચ્યાર્થ જેમ અલગ છે... એમ ‘કુંભ’પદ પણ ‘ઘટ’પદથી ભિન્ન હોવાથી એનો વાચ્યાર્થ પણ અલગ જ હોય... એક ન હોઈ શકે... શબ્દભેદ હોવા છતાં ‘ઘટ’પદ-‘કુંભ’પદનો વાચ્યાર્થ જો એક હોય તો તો ‘ઘટ’પદ-‘પટ’પદનો વાચ્યાર્થ પણ એક હોવાની આપત્તિ આવે...
આ સભિરૂઢ નય શબ્દનયને કહે છે કે જો લિંગાદિભેદે અર્થભેદ માને છે તો શબ્દભેદે અર્થભેદ કેમ નથી માનતો? માટે ઘટશબ્દનો અર્થ ભિન્ન છે અને કુંભશબ્દનો અર્થ ભિન્ન છે...
શંકા ઘટમાનય બોલવામાં આવ્યું હોય કે મ્ભમાનય બોલવામાં આવ્યું હોય, શ્રોતા એના એ જ પદાર્થને લાવે છે... આથી જણાય છે કે ‘ઘટ' શબ્દ અને ‘કુંભ’ શબ્દ... બન્ને એકાર્થક જ છે....
સમાધાન - તમારી વાત સાચી છે... બન્ને એકાર્થક તરીકે પ્રસિદ્ધ છે... પણ એનું કારણ છે શબ્દાદિનયની વાસના... અર્થાત્ શબ્દ, ૠજુસૂત્ર, વ્યવહાર વગેરે નયો આ બન્ને શબ્દોને એકાર્થક જે કહે છે.. એના કારણે એ બન્ને એકાર્થક હોવારૂપે લોકમાનસમાં ખૂબ રૂઢ થઈ ગયા છે. માટે... બાકી સમભિરૂઢનયની દૃષ્ટિએ જોવામાં આવે તો બન્ને ભિન્નાર્થક જ છે. | ૮૭ || ગાથાર્થ એવંભૂતનય સર્વ અર્થને એ ક્રિયાપરિણત હોય ત્યારે જ માને છે. આમ નવે નયના કુલ પેટાભેદ ૨૮ છે. અર્થાત્ પ્રભૂત=ઘણા છે. ॥ ૬-૧૫ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org