________________
૨૩૬
ઢાળ-૬ : ગાથા-૧૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લિંગ વચનાદિ ભેદઇ અર્થનો ભેદ માનઇ. જિમ ‘તટ: તૂટી તમ્' એ ૩ લિંગભેદઇ અર્થભેદ, તથા ‘આપ: જ્ઞતમ્' ઇહાં એકવચન બહુવચન ભેદઇ અર્થભેદ.
ૠજુસૂત્ર નયનઇ એ ઇમ કહઇ જે ‘કાલભેદઇ અર્થભેદ તું માનઇ છઇ, તો બનેલા વ્યુત્પત્તિસિદ્ધ શબ્દોને જ શબ્દનય સ્વીકારે છે. પણ લિંગભેદે અને વચનાદિભેદે અર્થભેદ માને છે. એટલે તટ:-તટી-તટમ્ આ ત્રણેમાં લિંગભેદ હોવાથી ત્રણેના વાચ્યાર્થ પણ જુદા જુદા છે. તથા આવ:-તમ્ આમાં વચનભેદ (એકવચન-બહુવચન) હોવાથી અર્થભેદ છે. આશય એ છે કે કોઈપણ શબ્દનો વાચ્યાર્થ પકડવો હોય તો એની મૂળપ્રકૃતિ (ક્રિયાવાચક કે નામવાચક મૂળશબ્દ) કઈ છે ? કયો પ્રત્યય કયા અર્થમાં લાગ્યો છે ? વગેરે વિચારીને નિર્ણય કરવામાં આવે છે... વળી આ પ્રત્યય પણ આડેધડ લાગતા હોતા નથી... વ્યાકરણના નિયમને અનુસરીને લાગતા હોય છે... એટલે આ રીતે બનેલા શબ્દને વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ શબ્દ કહેવાય છે... અને એનો તો પ્રકૃતિ-પ્રત્યય-વ્યાકરણના નિયમ... બધાને અનુસરીને ચોક્કસ વાચ્યાર્થ હોય જ છે... પણ જે શબ્દો આ રીતે વ્યુત્પત્તિસિદ્ધ નથી, એનો વાચ્યાર્થ શું લેવો? કારણ કે પ્રકૃતિ-પ્રત્યય કે વ્યાકરણના નિયમો... આ બધામાં કે આ બધામાંથી કોઈકમાં વ્યાકરણના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરાયું હોય તો એવા શબ્દનો અર્થ મળી ન જ શકે એ સ્પષ્ટ છે.
હવે, આવા વ્યુત્પત્તિસિદ્ધ શબ્દને લિંગ અર્થમાં પણ પ્રત્યય લાગતો હોય છે. જેમ કે પાચન-પત્તિા આમાં પર્ એ પ્રકૃતિ છે, જેનો અર્થ છે રાંધવું... અ” એ પ્રત્યય છે. જેનો અર્થ છે કર્તા... એટલે પાવળ શબ્દનો અર્થ મળે છે પાકકર્તા. વળી, સ્ત્રીલિંગમાં તો ા પ્રત્યય લાગે છે... જેમાંથી ‘સ્ત્રીલિંગ' પણ જણાય છે એટલે પાવ: શબ્દ પરથી પાકકર્તૃત્વ-પુલિંગ જણાય છે. પત્તિા શબ્દ પરથી પાકકર્તૃત્વ-સ્ત્રીલિંગ જણાય છે. જ્યાં પુત્ત્વ હોય ત્યાં સ્ત્રીત્વ ન હોય... જ્યાં સ્ત્રીત્વ હોય ત્યાં પુત્ત્વ ન હોય. આ સ્પષ્ટ છે... માટે પાચક અને પાચિકા શબ્દના વાચ્યાર્થ જુદા જુદા છે... એમ તટ:ના વાચ્યાર્થમાં પુસ્વ છે, તૂટી ના વાચ્યાર્થમાં સ્ત્રીત્વ છે... તટના વાચ્યાર્થમાં નપુંસકત્વ છે... માટે આ બધા વાચ્યાર્થ એક ન હોય શકે...જુદા-જુદા જ હોય શકે... એટલે કે લિંગભેદે અર્થભેદ હોય છે.
એમ એકવચનના પ્રત્યયનો અર્થ એકત્વ છે... દ્વિવચનના પ્રત્યયનો અર્થ દ્વિત્વ છે... બહુવચનના પ્રત્યયનો અર્થ બહુત્વ છે... આ એકત્વ-દ્વિત્વ-બહુત્વ... પરસ્પર વિરોધી છે. જ્યાં એકત્વ હોય ત્યાં દ્વિત્વ બહુત્વ ન જ હોય... વગેરે વાત સુગમ છે. એટલે એકવચનાન્ત શબ્દ, કે જે એકત્વને પણ જણાવે છે... અર્થાત્ એકત્વયુક્ત વાચ્યાર્થને જણાવે છે તેનાં કરતાં બહુવચનાન્ત શબ્દ ભિન્નવાચ્યાર્થવાળો જ હોય છે, કારણ કે બહુવચનાન્ત શબ્દના વાચ્યાર્થમાં તો બહુત્વ રહ્યું હોય છે. તેથી આવ: એવા બહુવચનાન્ત શબ્દના વાચ્યાર્થ કરતાં ગતમ્ એવા એકવચનાન્ત શબ્દનો વાચ્યાર્થ અલગ જ હોય. આ વાત સ્પષ્ટ છે... આ વચનભેદે અર્થભેદ થયો. આ શબ્દનય, ૠજુસૂત્રનયને એમ કહે છે કે - જો તું
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org