________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૧૪
૨૩૫
તે ત્રિકાલ પર્યાય માનઇ, તે માર્ટિં સ્થૂલ ૠજુસૂત્ર - વ્યવહારનયનઇ સંકર ન જાણવો.
|| ૬-૧૩ ॥
શબ્દ પ્રકૃતિ પ્રત્યયાદિક, સિદ્ધ માનઇ શબ્દ રે ।
સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઇ ભિન્ન જ શબ્દ રે II બહુ૦ || ૬-૧૪ ||
ટબો શબ્દનય તે પ્રકૃતિ પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ શબ્દ માનઇ. પણિ
સમાધાન વ્યવહારનય ત્રણકાળવર્તી પર્યાયને માને છે. ૠજુસૂત્ર માત્ર વર્તમાન પર્યાયને માને છે.. ત્રિકાળવર્તી પર્યાયને માનતો નથી.. આ ફરક જાણવો.. આશય એ છે કે.. જો મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો વર્તમાન મહિનો એ જ વર્તમાનકાળ... પૂર્વના ૩ મહિના એ અતીતકાળ... ને પાછળના આઠ મહિના એ અનાગતકાળ.. પણ જો વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો બારે મહિના વર્તમાનકાળ જ છે... એટલે ધારો કે કોઈ તપસ્વીએ પહેલા ૩ મહિનામાં ૩૦ ઉપવાસ કર્યા... વર્તમાન મહિનામાં ૧૦ ઉપવાસ કર્યા-કરવાના છે.. અને પછીના ૮ મહિનામાં ૮૦ ઉપવાસ કરવાના છે. એ તપસ્વી જો એમ કહે કે ગયા ત્રણ મહિનાના ૩૦, આ મહિનાના ૧૦ અને આગામી આઠ મહિનાના ૮૦-એમ બાર મહિનાના મારા ૧૨૦ ઉપવાસ થશે... તો વ્યવહારનય આ માન્ય કરે છે... પણ સ્થૂળૠજુસૂત્રનય કહેશે કે-આ મહિનાના ૧૦ ઉપવાસ જ વાસ્તવિક કહેવાય... બાકી તો અતીત-અનાગત છે... માટે ઉપવાસરૂપ નથી.. પણ જો એ તપસ્વી એમ કહે કે આ વર્ષમાં મારા ૧૨૦ ઉપવાસ... તો એ સ્થૂલૠજુસૂત્રનયને માન્ય છે... વ્યવહારનય એ વખતે આગલા અને પાછલા વર્ષોના ઉપવાસનો પણ સરવાળો માંડીને ‘હું આટલા ઉપવાસનો તપસ્વી છું' એમ ઉલ્લેખ કરશે... પણ આ જ સરવાળાનો એ તપસ્વી જો આમ ઉલ્લેખ કરે ‘આ ભવમાં મારા આટલા ઉપવાસ...' તો સ્કૂલૠજુસૂત્રનયને એ માન્ય છે. આમાં કારણ સ્પષ્ટ છે કે ‘ભવ' તરીકે તો આખો ભવ... (૭૦, ૮૦... ૮૫ વર્ષ... જેટલું આયુ હોય તે બધુ) વર્તમાન જ છે... એમાં ભવ તરીકે અતીત-અનાગત જેવું કશું નથી... ને તેથી એ સ્થુલૠજુસૂત્રનયનો વિષય બની શકે છે.... પણ વર્ષ તરીકે વિચારવાનું હોય તો એ વિવક્ષિત વર્ષ જ વર્તમાનકાળ છે.. આગળ-પાછળના વર્ષો તો અતીત-અનાગત હોવાથી સ્થૂલૠજુસૂત્રનયનો વિષય બની શકતા નથી.. પણ છતાં એ વ્યવહારનયનો વિષય તો બને જ છે. કારણ કે વ્યવહારનય તો ત્રિકાળવર્તી પર્યાયને પણ સ્વીકારે છે.
-
આમ સ્થૂલૠજુસૂત્રનય અને વ્યવહારનયનું સાંકર્ય થતું નથી, એ સ્પષ્ટ છે. ॥ ૮૬ ॥ ગાથાર્થ - શબ્દનય પ્રકૃતિ-પ્રત્યય આદિથી સિદ્ધ થયેલા શબ્દને માને છે. સમભિરૂઢનય એમ કહે છે કે ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોય છે. || ૬-૧૪ ||
વિવેચન - શબ્દનય... પ્રકૃતિ - પ્રત્યય વગેરે દ્વારા વ્યાકરણના નિયમોને અનુસરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org