________________
ઢાળ-૬ : ગાથા-૧૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો - જે સંગ્રહઇ, તે સંગ્રહનય કહિઇ. તેહના ૨ ભેદ, ઓઘ-વિશેષથી. ઓઘ કહિઇ સામાન્ય, એતલઇ એક સામાન્યસંગ્રહ, એક વિશેષસંગ્રહ, એવં ૨ ભેદ. દ્રવ્યાપ્તિ સર્વાણિ વિરોધીનિ' એ પ્રથમભેદનું ઉદાહરણ, તથા નીવા: સર્વેડવિìધિનઃ એ દ્વિતીયભેદનું ઉદાહરણ. ॥ ૬-૧૧ ॥
૨૩૨
વ્યવહાર સંગ્રહ વિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે । દ્રવ્ય જીવાજીવ ભાષઈ, જીવ ભવિયા સિદ્ધ રે । બહુ૰ || ૬-૧૨ ||
ટબો - સંગ્રહનયનો જે વિષય તેહના ભેદનો દેખાડણહાર, તે વ્યવહારનય કહિઇ, તે તિમજ=સંગ્રહનયની પરિ દ્વિવિધ કહિઇ. એક સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર ૧, એક
વિવેચન - નૈગમનયના ત્રણ ભેદ કહી હવે સંગ્રહનય અને તેના પ્રકાર જણાવે છે. જે સર્વ સમાન પદાર્થોનો સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય છે. કોઈપણ પદાર્થ અન્ય પદાર્થ કરતાં સર્વથા વિલક્ષણ હોતો નથી... કંઈક ને કંઈક સાદૃશ્ય = સમાનધર્મ = સામાન્ય દરેક પદાર્થમાં હોય જ છે... એટલે આ સામાન્યને નજ૨માં રાખીને જોવામાં આવે તો દરેક પદાર્થ એક સમાન દેખાય છે... એ પદાર્થોમાં પરસ્પર કોઈ વિરોધ-વિલક્ષણતા રહેતા નથી... એટલે સામાન્યરૂપે બધા પદાર્થોનો સંગ્રહ થઈ જાય છે... જેમકે ઘટત્વને આગળ કરીને જોવામાં આવે તો કોઈ ઘડો એવો રહી નહીં જાય જે એ જ્ઞાનનો વિષય ન હોય... એટલે બધા ઘડાઓનો એક જ જ્ઞાન દ્વારા સંગ્રહ થઈ ગયો...માટે આવું જ્ઞાન સંગ્રહનય કહેવાય છે.
આ સંગ્રહનયના બે પ્રકાર છે... ઓધસંગ્રહ અને વિશેષસંગ્રહ... ઓઘ એટલે સામાન્ય... દ્રવ્યળિ સર્વાળિ અવિરોધીનિ... સર્વદ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ છે... આ પ્રથમભેદનું ઉદાહરણ છે.... આમાં સર્વદ્રવ્યોનો સંગ્રહ થઈ જાય છે... કોઈ જ દ્રવ્ય, ‘દ્રવ્ય’રૂપે જ્ઞાનનો વિષય ન બનતું હોય એવું સંભવિત નથી... આમ સામાન્યથી સર્વદ્રવ્યોનો-દ્રવ્યસામાન્યનો સંગ્રહ કરનાર હોવાથી આ સામાન્યસંગ્રહનય છે...
તથા બધા જીવો અવિરોધી છે... અર્થાત્ જીવત્વેન બધા જીવોનો સંગ્રહ કરનાર નય એ સંગ્રહનયનો બીજો પ્રકાર છે... એ દ્રવ્યવિશેષ રૂપ જીવોનો સંગ્રહ કરનાર છે... માટે એને વિશેષસંગ્રહનય કહે છે. એમ પુદ્ગલત્વેન બધા પુદ્ગલોનો સંગ્રહ કરનાર સંગ્રહનય પણ વિશેષસંગ્રહનય છે... કારણ કે એના વિષયભૂત પુદ્ગલ પણ દ્રવ્યવિશેષરૂપ છે. ॥ ૮૪ ॥
ગાથાર્થ - સંગ્રહનયના વિષયનો ભેદ કરનાર જે નય છે તે વ્યવહારનય છે. એ પણ સંગ્રહની જેમ જ બે પ્રકારનો છે. દ્રવ્યોને જીવ અને અજીવરૂપે કહે છે... જીવોને સંસારી અને સિદ્ધ એમ બે પ્રકારના કહે છે. || ૬-૧૨ ||
વિવેચન - સંગ્રહનયનો... સંગ્રહનયના સમાનરૂપ વિષયનો ભેદ દેખાડનારો નય તે વ્યવહારનય કહીએ... આશય એ છે કે દરેક પદાર્થો જેમ સામાન્યરૂપ છે એમ દરેક પદાર્થો વિશેષરૂપ પણ છે જ... સામાન્યરૂપતા, પદાર્થોને સમાન બનાવે છે, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org