________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧૩
૨૩૩ વિશેષસંગ્રહભેદક વ્યવહાર ૨, એવં ૨ ભેદ જાણવા. “ચું નીવાવ' એ સામાન્યસંગ્રહભેદક વ્યવહાર, નવા સંસારિખઃ સિદ્ધિ એ વિશેષસંગ્રહભેદક વ્યવહાર. ઈમ ઉત્તરોત્તર વિવક્ષામાં સામાન્ય વિશેષપણું ભાવવું. . ૬-૧૨ / વર્તતો ઋજુસૂત્ર ભાસઈ, અર્થ નિજ અનુકૂલ રે | ક્ષણિક પર્યાય કહઈ સૂષિમ, મનુષ્યાદિક ભૂલ રે / બહુo || ૬-૧૩ //
ટબો - ઋજુસૂત્રનય વર્તતો અર્થ ભાસઈ, પણિ-અતીત અનાગત અર્થ ન માનઈ. વર્તમાન પણિ નિજ અનુકૂળ-આપણા કામનો અર્થ માનઇ, પણિ પરકીય ન માનઈ, તે જુસૂત્ર નય વિભેદ કહેવો, એક સૂક્ષ્મ, બીજો સ્થૂલ. સૂમ તે ક્ષણિકપર્યાય માનાં, વિશેષરૂપતા પદાર્થોને અસમાન બનાવે છે. અર્થાત્ પરસ્પર જુદા પાડે છે. એટલે કે પદાર્થોમાં ભેદ-પ્રકાર ઊભા થાય છે. સંગ્રહનય સામાન્યને જોનાર હોવાથી એને બધા પદાર્થો સમાન ભાસે છે. માટે કોઈ ભેદ રહેતો નથી. પણ વ્યવહારનય વિશેષને જુએ છે. માટે પદાર્થોમાં ભેદને જુએ છે.
એટલે જ વ્યવહારનય પણ સંગ્રહનયની જેમ જ બે પ્રકારનો છે. (૧) સામાન્ય સંગ્રહનયનો ભેદક વ્યવહારનય અને (૨) વિશેષસંગ્રહનયનો ભેદક વ્યવહારનય. સામાન્યસંગ્રહનય “બધા દ્રવ્યો એક સમાન છે' એમ જોનારો હતો. એટલે ‘દ્રવ્યના બે પ્રકાર છે. (૧) જીવ અને (૨) અજીવ.. આવું જોનારો વ્યવહારનય, આ સામાન્યસંગ્રહનો ભેદક છે.. બધા જીવો એક સમાન છે' આવું જોનારા વિશેષસંગ્રહનયનો “જીવો બે પ્રકારના છે – સંસારી અને સિદ્ધ' આવું જોનારો વ્યવહારનય એ ભેદક છે. આ જ પ્રમાણે ઉત્તરોત્તર વિવક્ષાએ સામાન્ય-વિશેષપણું ભાવવું.
આશય એ છે કે દ્રવ્ય એ સામાન્ય છે તો જીવ-અજીવ એ વિશેષ છે. પછી જીવ એ સામાન્ય છે તો સંસારી અને સિદ્ધ એ વિશેષ છે... સંસારી એ સામાન્ય છે તો ત્રસ અને સ્થાવર એ વિશેષ છે. એટલે સંસારીજીવરૂપે બધા સંસારીજીવોને એક સમાન જોનાર સંગ્રહનયનો, સંસારીજીવો બે પ્રકારના છે, ત્રસ અને સ્થાવર.. એમ ભેદ કરનાર વ્યવહારનય, સંસારીજીવસંગ્રાહકસંગ્રહનયનો ભેદક છે... આમ ઉત્તરોત્તર જાણવું. || ૮૫ ||
ગાથાર્થ - ઋજુસૂત્રનય વર્તતા (= વર્તમાન) અને પોતાને અનુકૂળ એવા જ અર્થને તે તે પદાર્થ તરીકે કહે છે. એના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને સ્થૂલ. ક્ષણિક પર્યાયોને કહેનારો ઋજુ સૂત્રનય એ સૂક્ષ્મ છે અને મનુષ્યાદિ પર્યાયોને કહેનારો જુસૂત્ર એ સ્થૂલ છે. I૬-૧૩
વિવેચન - જુસૂત્રનય વર્તતા અર્થને જ પદાર્થ તરીકે કહે છે... જે પદાર્થ અતીત થઈ ગયો (તે નષ્ટ થઈ ગયો હોવાથી) અને જે પદાર્થ અનાગત છે (તે હજુ અનુત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org