________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૧૧
સંગ્રહઇ નય સંગ્રહો તે, દ્વિવિધ ઓઘ વિશેષ રે । ‘દ્રવ્ય સબ અવિરોધિયાં’ જિમ, તથા ‘જીવ અશેષ રે' ।। બહુo II૬-૧૧।
બધામાં તો વર્તમાન ક્રિયામાં અતીતનો આરોપ થયેલો જ છે ને ? આશય એ છે કે સંથારો અમુક અંશે થઈ ગયો છે.. અમુક અંશે થઈ રહ્યો છે... તો આવા સ્થળે, ‘થઈ રહ્યો છે' એવી વર્તમાનક્રિયામાં પણ અતીતનો આરોપ કરીને સંપૂર્ણ થઈ જ ગયો ન હોય એમ સંસ્કૃતમ્ બોલાય છે. પછી વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ ન થઈ શકે એવું ક્યાં રહ્યું?
સમાધાન વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ થઈ ન શકે... આવો કાંઈ અમે નિયમ બાંધતા નથી... અમે તો જેવી આરોપસામગ્રી મળે તદનુસાર આરોપ થાય... એ સિવાય આડેધડ નહીં...' આટલો જ નિયમ બાંધીએ છીએ.
શંકા
-
સંસ્તીર્યમાં સંસ્કૃતમ્ માં શું આરોપ સામગ્રી છે?
સમાધાન પીડાની આકૂળતાના કારણે-‘હજુ સંથારો થયો નથી?' એવી અધીરાઈ થયેલી છે.. એને ધરપત આપવી છે કે સંથારો થઈ જ ગયેલો સમજ. હવે વાર નહીં લાગે... આવો ધરપત આપવાનો અભિપ્રાય એ અહીં આરોપસામગ્રી છે... ને એ અભિપ્રાય વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ કરવાથી જ સફળ થઈ શકે એમ છે, અતીતક્રિયામાં વર્તમાનનો આરોપ કરવાથી નહીં...
-
૨૩૧
-
શંકા આરોપ કરવા માટે આવા નિયંત્રણની શી જરૂર છે? ઇચ્છા મુજબ કરી શકાય એવું માનવામાં શું વાંધો છે?
સમાધાન તો પછી વર્તમાનકાળનો પ્રયોગ વગેરેમાં કોઈ નિયંત્રણ જ નહીં રહે...
જે કાળ વગેરેનો પ્રયોગ કરવો હોય તે કરી શકાય... ને તેથી શ્રોતા પણ વક્તાના અભિપ્રાયને પકડી જ નહીં શકે. કારણ કે એને પણ યથેચ્છ જ અર્થ કરવાનો રહે અને તો પછી વચનવ્યવહારનું કશું પ્રયોજન જ ન રહે... પ્રયોજન સરી જ ન શકે...
Jain Education International
.
એટલે નિશ્ચિત થયું કે આરોપસામગ્રીને અનુરૂપ જ આરોપ થઈ શકે છે અને તેથી સિદ્ધ અને સાધ્યમાન... એવી અવસ્થામાં પતિ એવો જ પ્રયોગ થાય છે. અપક્ષીત્ એવો નહીં... અપક્ષીત્ એવો પ્રયોગ કરવામાં બુભુક્ષુ ખાવા માગી લે એ જેમ આપત્તિરૂપ છે, એમ રાંધનારો રાંધવાની ક્રિયા જ બંધ કરી દે... એ પણ આપત્તિરૂપ છે, એ જાણવું...
આમ ત્રણ પ્રકારે આરોપ થતા હોવાથી આરોપ કરનાર નૈગમનયના પણ ત્રણ પ્રકાર છે... એ આપણે જોયું. ॥ ૮૨-૮૩ ||
ગાથાર્થ - ઘણા પદાર્થોને સંગ્રહે તે સંગ્રહનય... તે બે પ્રકારે છે... ઓઘસંગ્રહ અને વિશેષસંગ્રહ, જેમકે બધા દ્રવ્યો અવિરોધી છે' તથા બધા જીવ અવિરોધી છે'. || ૬-૧૧||
For Private & Personal Use Only
www.jainelibrary.org