________________
ઢાળ-૧ : ગાથા-૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૧. ચરણકરણાનુયોગ - આચારવચન, આચારાંગ પ્રમુખ. ૨. ગણિતાનુયોગ - સંખ્યાશાસ્ત્ર, ચન્દ્રપ્રજ્ઞપ્તિ પ્રમુખ. ૩. ધર્મકથાનુયોગ - આખ્યાયિકાવચન, જ્ઞાતાપ્રમુખ. ૪. દ્રવ્યાનુયોગ - પદ્રવ્યવિચાર, સૂત્ર મળે સૂત્રકૃતાંગ.
પ્રકરણમધ્યે - સમ્મતિ - તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ્ત્ર. તે માટે એહ પ્રબંધ કીજઈ છઈ, તિહાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાય વિચાર છઈ, તેણે એ દ્રવ્યાનુયોગ જાણવો. | ૧-૧ | ચિવ... વગેરે ક્રમે વ્યાખ્યા કરવી કે પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થક્રમે વ્યાખ્યા કરવી એ અનુયોગ કહેવાય છે. શાસ્ત્રોમાં વિષયભેદે અનુયોગના ચાર પ્રકાર કહ્યા છે.
૧. ચરણકરણાનુયોગ... ચરણસિત્તરી અને કરણસિત્તરારૂપ આચારને જણાવનારા આચારાંગ વગેરે સૂત્રોનો અનુયોગ એ ચરણકરણાનુયોગ કહેવાય છે. એ જ રીતે માર્ગાનુસારી, સમ્યકત્વ, દેશવિરતિ વગેરેના આચારોનું વર્ણન જેમાં હોય તથા અસત્ આચરણોનું - અનાચારનું હેયરૂપે જેમાં વર્ણન હોય એ બધું પણ આમાં આવે.
૨. ગણિતાનુયોગ.. જેમાં ગણિતની સંખ્યાઓ વગેરેની વાતો આવે છે એવા ચંદ્રપ્રજ્ઞપ્તિસૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રન્થોનો અનુયોગ એ ગણિતાનુયોગ કહેવાય છે.
૩. ધર્મકથાનુયોગ.. સામાન્યથી જીવો કથાના રસિયા હોય છે. એમના આ કથારસનો ઉપયોગ કરીને એમને ધર્મમાં જોડવા... આગળ વધારવા માટે ધર્મકથાઓથી ગુંથાયેલો ઉપદેશ આપવો જ્ઞાનીઓને માન્ય છે. જ્ઞાતાધર્મકથા વગેરેમાં આવી ધર્મકથાઓના ભંડાર છે. એનો અનુયોગ એ ધર્મકથાનુયોગ. ધર્મ અને પુણ્યના લાભ તથા અધર્મ અને પાપનાં નુકશાન સૂચવનારાં દૃષ્ટાંતો દ્વારા ઉપદેશદાન જેમાં આવે તે ધર્મકથાનુયોગ. એટલે ધર્મકથાનુયોગમાં પૂર્વશ્રુતમાં આવતો પ્રથમાનુયોગ-ગંડિકાનુયોગ, અનુત્તરોપપાતિકસૂત્ર, ઉપાસકાંસા, અંતકૃદસા, વિપાકશ્રુત વગેરે પણ આવે એ જાણવું.
૪. દ્રવ્યાનુયોગ... જીવ વગેરે દ્રવ્યના (એના ગુણ-પર્યાયના) સ્વરૂપનું જેમાં સૂક્ષ્મતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે તે સૂત્રકૃતાંગ વગેરે તેમજ શ્રીસમ્મતિતર્ક પ્રકરણ વગેરે ગ્રન્થોનો અનુયોગ એ દ્રવ્યાનુયોગ. આમ જોવા જઈએ તે દ્રવ્યાનુયોગમાં બે વિભાગ છે. પ્રમેયવિભાગ અને પ્રમાણવિભાગ. પ્રમેયવિભાગમાં લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધાર, પન્નવણા, ભગવતીસૂત્ર, સૂયગડાંગ વગેરે આવે છે. પ્રમાણ વિભાગમાં જેમાં તર્કપ્રધાનતાથી પ્રમેયની સિદ્ધિ કરી દેખાડેલી હોય એવા સમ્મતિતર્કપ્રકરણ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરે ગ્રન્થો આવે છે.
પ્રશ્ન : આ તો સૂત્રના ચારભેદ થયા.. જે સૂત્ર ચરણકરણને સંલગ્ન છે તેનો અનુયોગ એ ચરણકરણાનુયોગ.... જે સૂત્ર ગણિતને આવરનારું છે એનો અનુયોગ એ ગણિતાનુયોગ.. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org