________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૧ આતમાર્થી = જ્ઞાનરુચિ જીવના ઉપકારનઈ હેતઈ દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. અનુયોગ કહિઈ - સૂત્રાર્થવ્યાખ્યાન. તેહના ૪ ભેદ શાસ્ત્રમાં કહિયા.
વળી જ્ઞાન-ક્રિયાઉભયની રુચિવાળા જે જીવો છે, તેઓ આત્માર્થી હોવામાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. ઊલટું જેઓ માત્ર કોરા-શુષ્ક જ્ઞાનની રુચિવાળા છે. ક્રિયાને અનાવશ્યક માનવારૂપે કે ઉપરથી પ્રતિબંધક માનવારૂપે અવ્યક્ત કે વ્યક્તપણે ક્રિયાનો દ્વેષ ધરાવનારા છે. આવા (શુષ્ક) જ્ઞાનરુચિ જીવો આત્માર્થી હોતા નથી.
પ્રશ્ન : જ્ઞાનરુચિ વગરના ક્રિયારુચિ જીવો આત્માર્થી હોઈ શકે. પણ ક્રિયારુચિ વગરના જ્ઞાનરુચિ જીવો આત્માર્થી ન હોઈ શકે આવું કેમ ?
ઉત્તર : આવું એટલા માટે છે કે આમાં ભૂમિકાનો ભેદ ભાગ ભજવી રહ્યો છે. સાધનાની બહુ પ્રારંભિક ભૂમિકા એવી સંભવે છે કે જ્ઞાનનો વ્યક્ત કે અવ્યક્ત દ્વેષ ન હોય તો પણ જ્ઞાનરુચિ ન હોય એવું બની શકે છે. (હા, જેને જ્ઞાનનો વેષ હોય, એની તો ક્રિયારુચિ પણ વાસ્તવિક હોતી જ નથી.) પણ જેણે આત્માનું – મોક્ષમાર્ગનું જ્ઞાન મેળવ્યું છે - વધુ ને વધુ મેળવવા જે તલપાપડ છે એને ક્રિયારુચિ ન હોય એ ક્રિયાના ષ વિના સંભવિત નથી. સામગ્રી ન હોવાના કારણે કે સત્ત્વની કચાશના કારણે ક્રિયા ન હોય એ હજુ સંભવે. પણ ક્રિયાની રુચિ જ ન હોય. (ક્રિયાને અનાવશ્યક માનવારૂપે) અરુચિ હોય આવું સંભવતું નથી. સાધનાનું પ્રથમ સોપાન ક્લિારુચિ છે. માટે તો વાવીર: પ્રથમો ધર્મ કહેવાયું છે. આ ક્રિયારુચિ દ્વારા જીવ ક્રિયામાં જોડાય... વારંવાર ક્રિયા કરે. એટલે રોહિણીતપ વગેરે માટે પંચાશકજીમાં કહ્યું છે તેમ આ વિષયાભ્યાસ અનુષ્ઠાન વારંવાર કરવાથી કર્મોનો ક્ષયોપશમ થાય છે. જીવની ભૂમિકા આગળ વધે છે અને જીવને જ્ઞાનરુચિ પણ જાગે છે. આમ જીવમાં ક્રિયાચિ તો હતી જ. હવે એમાં જ્ઞાનરુચિ ભળી. તેથી જીવ ઉભયરુચિ બને છે. એટલે નિશ્ચિત થાય છે કે જે જીવ મોક્ષમાર્ગ પર છે એ બહુ પ્રારંભિક અવસ્થામાં ક્રિયારુચિ હોઈ શકે ને પછી ઉભયરુચિ હોઈ શકે. પણ ક્રિયારુચિ વગરનો માત્ર જ્ઞાનરુચિ હોઈ ન શકે.
પ્રશ્ન : પણ તો પછી ટબામાં આત્માર્થીનો અર્થ જ્ઞાનરુચિ કેમ કર્યો ?
ઉત્તર : પ્રસ્તુતગ્રન્થમાં ગ્રન્થકાર ક્રિયામાર્ગની પ્રશંસા-મહત્તા દર્શાવવાના નથી.. કે વિવિધ ધર્મક્રિયાઓનું સૂક્ષ્મવિધિ પ્રદર્શનપૂર્વક નિરૂપણ વગેરે કરવાના નથી. એટલે ક્રિયારુચિ જીવને આ ગ્રન્થથી ઉપકાર થવો સંભવિત નથી. જે ઉભયરુચિ જીવ છે એની પણ ક્રિયાચિનું આ ગ્રન્થથી સાક્ષાત્ કોઈ પોષણ નથી. માત્ર જ્ઞાનરુચિનું પોષણ-સંવર્ધન વગેરે સાક્ષાત્ છે. આમ જીવની જ્ઞાનરુચિ પર જ સાક્ષાત્ ઉપકાર સંભવિત હોવાથી ગ્રન્થકારે એ રીતે ઉલ્લેખ કર્યો છે, એમ માનવું યોગ્ય લાગે છે.
હવે, ‘દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું' એવો વિષયનો ઉલ્લેખ કર્યો છે. માટે “અનુયોગ” શું છે ? એ ગ્રન્થકાર જણાવે છે. અનુયોગ એટલે સૂત્રાર્થ વ્યાખ્યાન. સૂત્રની સંહિતા ચ પદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org