________________
X
I
ઢાળ-૧ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ હવે જેમ, પ્રસ્તુતગ્રન્થ આ રીતે ગુરુપર્વક્રમસંબંધ દ્વારા પ્રમાણભૂત સાબિત થયો છે એમ અન્ય વિષયક અન્ય ગ્રન્થો પણ એ સંબંધ દ્વારા પ્રમાણભૂત હોવા જણાયા હોય છે. એટલે, પ્રેક્ષાવાનું પુરુષોને, “આટલા બધા પ્રમાણભૂત ગ્રન્થોમાંથી મારે કયો ગ્રન્થ ભણવો ?” આ મૂંઝવણ ન થાય એ માટે ઉપાય ઉપય ભાવ સંબંધ સહારે આવે છે.. “તમારે ફલાણા વિષયનો બોધ મેળવવો છે તો આ ગ્રન્થ એના ઉપાયભૂત છે, માટે તમે એને ભણો...” ને તેથી પછી પ્રેક્ષાવાનું પુરુષો એ ગ્રન્થને ભણવાનું શરુ કરે છે. આમ, પ્રેક્ષાવાનું પુરુષોની પ્રવૃત્તિ થાય એ માટે ગુરુપર્વક્રમ સંબંધ અને ઉપાય-ઉપયભાવ સંબંધ... આ બંને સંબંધ આવશ્યક હોય છે.
એમાંથી વિષયનિર્દેશ દ્વારા ગ્રન્થકાર ઉપાય-ઉપેયભાવ સંબંધ જણાવે છે (આને વાચ્યવાચકભાવ સંબંધ પણ કહે છે.) અને ગુરુપરંપરાનો નિર્દેશ વગેરે દ્વારા ગુરુપર્વક્રમ સંબંધ દર્શાવતા હોય છે. પ્રસ્તુતમાં પણ ગ્રન્થકારે પોતાના બે ગુરુભગવંતોને મનમાં ધરવાની જે વાત કરી છે એના દ્વારા મંગળાચરણ અને ગુરુપર્વક્રમસંબંધને જણાવ્યા છે. એમાં મનમાં ધરવાની વાતના આપણે બે અર્થ કરી શકીએ. ગુરુભગવંતને ખુદને મનમાં સ્મરણ કરવારૂપે ધાર્યા એ મંગળાચરણ.. અને ગુરુભગવંતના વચનોને-ઉપદેશને મનમાં ધારવા (ને એને અનુસરીને ગ્રન્થરચના કરવી) એ ગુરુપર્વક્રમ સંબંધને જણાવવારૂપ છે.
(૪) પ્રયોજન : આત્માર્થી જીવો પર ઉપકાર કરવાના પ્રયોજનથી ગ્રન્થકારે આ ગ્રન્થની રચના કરી છે. આ, ગ્રન્થકારનું સાક્ષાત્ પ્રયોજન છે. શ્રોતા જિજ્ઞાસુઓને દ્રવ્યાનુયોગનો બોધ મેળવવો એ અનંતરપ્રયોજન છે. આ બંને દ્વારા છેવટે બન્નેને મોક્ષ જોઈએ છે. માટે ગ્રન્થકારનું અને શ્રોતાઓનું પરંપર પ્રયોજન મોક્ષ છે.
અહીં આતમઅર્થીને ઉપકાર... એમ ગ્રન્થકારે જણાવ્યું છે. એટલે આ ગ્રન્થ ભણીને હું વિદ્વાન્ બનું... એના દ્વારા મને યશ-પ્રશંસા-(વિદ્યાદાન દ્વારા) ધન વગેરે મળે.. એવી જ કામના -લક્ષ્ય રાખનારા જીવો આ ગ્રન્થ ભણવાના વાસ્તવિક અધિકારી નથી. ગ્રન્થકારને, પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડી દે એવો ઉપકાર કરવો જે અભિપ્રેત છે, તે આવા જીવોને લક્ષ્ય ફરે નહીં તો થવો શક્ય નથી.
ટબામાં આત્માર્થી જીવ = જ્ઞાનરુચિજીવ આવો અર્થ કર્યો છે.
પ્રશ્ન : જેઓ ક્રિયારુચિવાળા છે અથવા જ્ઞાનક્રિયાઉભયરુચિવાળા છે તેઓ શું આત્માર્થી નહીં કહેવાય ?
ઉત્તર : ક્રિયારુચિ જીવોને શાસ્ત્રમાં શુકલપાક્ષિક કહ્યા છે. સાધનાની પ્રાથમિક ભૂમિકામાં સક્રિયાઓની રુચિ પણ જીવને ઉપકારક બને છે. તહેતુ અનુષ્ઠાન લાવી આપનારી બને છે. માટે “એવા જીવો આત્માર્થી ન જ હોય' એમ નિષેધ શી રીતે કરી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org