________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૧
પ્રશ્ન : પાછળ
પાછળના તીર્થંકરભગવંતો છદ્મસ્થદશામાં પૂર્વ-પૂર્વના તીર્થની દ્વાદશાંગીના આધારે તો દેશના આપી શકે ને ? એ પણ સર્વજ્ઞમૂલક બનવાથી પ્રમાણભૂત બની જ શકે છે ને ?
ઉત્તર : પૂર્વના તીર્થંકરદેવે સ્થાપેલ તીર્થ અક્ષતપણે ચાલુ હોય તો પછીના તીર્થંકરભગવંતે તીર્થ સ્થાપવાની જરૂર જ ન રહે. પણ તેઓ તીર્થ સ્થાપે છે એ જ જણાવે છે કે પૂર્વનું શાસન પરિપૂર્ણપણે હવે રહ્યું હોતું નથી. શ્રીકલ્પસૂત્રમાં યુગાન્તકૃભૂમિની જે વાત આવે છે એ પણ આનું જે સૂચન કરે છે.. પ્રભુ મોક્ષ પામ્યા. એમના પટ્ટધર ગણધરદેવ મોક્ષે પધાર્યા... એમના પણ શિષ્ય મોક્ષે સિધાવ્યા... આમ જેટલી શિષ્યપરંપરા સુધી ચાલ્યું એની એમાં વાત આવે છે.. આનો અર્થ સ્પષ્ટ છે કે પછી એ તીર્થના આલંબને કેવલજ્ઞાન પામવાની શક્યતા રહી નહોતી. અર્થાત્ એ તીર્થની અપેક્ષાએ કેવલજ્ઞાનનો વિચ્છેદ થયો. એટલે ફરીથી કેવલજ્ઞાનપ્રાપ્તિની પરંપરા ચાલે એ માટે તીર્થનું આલંબન મળી રહે એ પ્રયોજનથી શ્રીતીર્થંકરદેવો શાસનની સ્થાપના કરે છે. હવે શાસનની સ્થાપના થાય એટલે, એ શાસનની દ્વાદશાંગીની રચના પણ થાય જ છે. સામાન્યથી, ઉપદેશ અને વ્યવહાર ચાલુ શાસનની દ્વાદશાંગીને અનુસરીને થતા હોય છે. એટલે વિદ્યમાન દ્વાદશાંગીના અધ્યયન વગર વ્યાવહારિક દેશનાનો અધિકાર હોતો નથી. તેથી તો પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ ઉપદેશ આપતા હોતા નથી. એમ પરમાત્મા પણ કેવલજ્ઞાન પૂર્વે, કેવલજ્ઞાન છે નહીં, ને શ્રુતજ્ઞાનને અનુસરીને દેશના આપવા માટે તો વિદ્યમાન દ્વાદશાંગીનું અધ્યયન જોઈએ, જે છે નહીં... માટે દેશના આપતા નથી. બાકી તો તેવો કલ્પ હોવાથી છદ્મસ્થાવસ્થામાં દેશના આપતા નથી એ મુખ્ય હેતુ જાણવો. છદ્મસ્થજીવોની છદ્મસ્થતા અનાભોગ વગેરે દ્વારા નિરૂપણમાં વૈતથ્ય લાવી શકે છે માટે છદ્મસ્થગ્રન્થકારોને સ્વમતિકલ્પનાથી કશું જ નિરૂપણ કરવાનો અધિકાર હોતો નથી. એ રીતે કરાયેલું નિરૂપણ શિષ્ટપુરુષોને માન્ય બનતું નથી. એટલે પોતાનો ગ્રન્થ શિષ્ટપુરુષો માન્ય કરે ને તેથી એના પઠન વગેરેમાં પ્રવૃત્ત થાય એ માટે કોઈપણ ગ્રન્થકાર, ‘પોતે પ્રસ્તુત ગ્રન્થમાં જે કાંઈ કહેશે એ સ્વમતિકલ્પનાથી નહીં કહે પણ જેના મૂળ શ્રીતીર્થંકર ભગવાન સુધી પહોંચે છે એવી જ વાતો કહેશે' આવું સાબિત કરવા અને તે મુજબ વર્તવા પ્રયતશીલ હોય છે. હું જે કહી રહ્યો છું એ મેં મારા ગુરુભગવંતો દ્વારા કે પૂર્વાચાર્યના ગ્રન્થ દ્વારા જાણેલું છે. વળી એમણે પણ પોતાના ગુરુભગવંતો વગેરે દ્વારા એ જાણેલું હતું. વળી એમના ગુરુ.. એમના ગુરુ.. આમ કરતાં કરતાં આ પરંપરા ઠેઠ શ્રીતીર્થંકરભગવંત સુધી પહોંચે છે. અર્થાત્ પ્રસ્તુત ગ્રન્થમાં મારા દ્વારા કહેવાનારી વાતોનું મૂળ ગુરુપરંપરા દ્વારા ઠેઠ સર્વજ્ઞ સુધી પહોંચેલુ છે. આમ, પ્રસ્તુતગ્રન્થનો ગુરુપરંપરા દ્વારા સર્વજ્ઞ સુધી સંબંધ દર્શાવવો એ ગુરુર્વક્રમ સંબંધ કહેવાય છે. એટલે આ ગુરુપર્વક્રમસંબંધ, આ ગ્રન્થ સ્વમતિકલ્પનામૂલક નથી, પણ સર્વજ્ઞમૂલક છે એમ જણાવવા દ્વારા ગ્રન્થને પ્રમાણભૂત હોવો ઘોષિત કરે છે જેથી પ્રેક્ષાવાન્ પુરુષો એના અધ્યયનાદિમાં પ્રવૃત્ત થાય.
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org